Home /News /dharm-bhakti /

Aaj nu Rashifal, 06 May 2022: આ રાશિના જાતકો આજે જે કામ કરશે તેમા મળશે સફળતા, જાણો આજનું રાશિફળ

Aaj nu Rashifal, 06 May 2022: આ રાશિના જાતકો આજે જે કામ કરશે તેમા મળશે સફળતા, જાણો આજનું રાશિફળ

આજનું રાશિફળ

Daily Horoscope, Aaj nu RashiBhavishya, Rashifal for 06 May 2022: તમામ રાશિના જાતકો (zodiac sings) માટે આજનો દિવસ કેવો રહેશે એ આજે 06 May 2022 દૈનિક રાશિફળમાં (Aaj nu Rashifal) જાણવા મળશે. કયા રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ રહે કે કયા રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલી ભર્યો રહેશે?

વધુ જુઓ ...
  Daily Horoscope, Aaj nu RashiBhavishya, Rashifal for 06 May 2022: તમામ રાશિના જાતકો (zodiac sings) માટે આજનો દિવસ કેવો રહેશે એ આજે 06 May 2022 દૈનિક રાશિફળમાં (Aaj nu Rashifal) જાણવા મળશે. કયા રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ રહે કે કયા રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલી ભર્યો રહેશે? (Aaj nu RashiBhavishya). 

  મેષ રાશિફળ (Aries):ગણેશજી કહે છે, ફાયનાન્સને લગતા કાર્યોમાં સારી સફળતા મળશે. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. રાજનીતિમાં પરોક્ષ રીતે લાભની પ્રાપ્તિ થશે. તમારા કોઇ સારા કામના કારણે લોકો તમારું વિશેષ સન્માન કરશે. કોઇ અશુભ સમાચાર મળવાની શક્યતા છે. પારિવારિક મામલે વધારે દખલ ન કરો.

  વૃષભ રાશિફળ (Taurus):ગણેશજી કહે છે, વ્યવસાયમાં તમારા વિરોધીઓ સાથે સાવધાન રહેવાની જરૂરિયાત છે. સ્વાસ્થ્ય સારું રહેશે. યુવા વર્ગ લક્ષ્ય પ્રાપ્ત કરવાથી સુકૂન અનુભવ કરશે. સંબંધો વધારે ખરાબ ન થાય તેનું ધ્યાન આજે રાખવું પડશે. તમારો સાદગીભર્યો વ્યવહાર લોકોને તમારા તરફ આકર્ષિત કરશે.

  મિથુન રાશિફળ (Gemini): ગણેશજી કહે છે, સ્વાસ્થ્ય સારું રહેશે. તમને થોડા એવા લોકો મળશે જે તમારી ઉન્નતિમાં મદદગાર સાબિત થશે. વ્યવસાયમાં અટવાયેલાં કાર્યો ફરી શરૂ થશે. કોઇ પાસેથી ધનની લેવડ-દેવડ કરતી સમયે સાવધાની જાળવવાની જરૂરિયાત છે. સમય અતિ ઉત્તમ ફળદાયી છે. આ સમયે તમે જે પણ કામ કરવાનું ઇચ્છો છો, તેમાં સફળતા પ્રાપ્ત થશે.

  કર્ક રાશિફળ (Cancer):ગણેશજી કહે છે, નવો વેપાર શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. તમે ગમે તેટલી સાવધાની જાળવશો, પરંતુ કોઇને કોઇ નુકસાન તો થશે જ. પેટમાં દુખાવાની પરેશાની રહી શકે છે. મહેમાનોની આગતા-સ્વાગતામાં તમે કોઇ ખામી રાખશો નહીં. જેથી તમારા સંબંધોમાં મધુરતા વધશે. લગ્નજીવન સુખદ રહેશે.

  સિંહ રાશિફળ (Leo):ગણેશજી કહે છે, તમારી કોઇ ગુપ્ત યોજના જાહેર થવાથી કોઇ અન્ય વ્યક્તિ તેનો ફાયદો ઉઠાવી શકે છે. કોઇ વાતને લઇને જીવનસાથી સાથે મનમુટાવ થઇ શકે છે. આજે તમારી કોઇ કલ્પના સાકાર થશે. વધારે તણાવની નકારાત્મક અસર તમારા સ્વાસ્થ્ય ઉપર પડી શકે છે. કોઇ મહત્ત્વપૂર્ણ વ્યક્તિ સાથે મુલાકાત થઇ શકે છે.

  કન્યા રાશિફળ (Virgo):ગણેશજી કહે છે, વાતચીત કરતી સમયે યોગ્ય શબ્દોનો ઉપયોગ કરો. આજે તમારી ગમતી જગ્યાએ જઇને સમય પસાર કરવાથી તણાવમુક્ત અને સુખમય અનુભવ કરશો. શારીરિક રૂપથી ફિટ અને તંદુરસ્ત રહેશે.કપડાના વેપારીઓ માટે સમય અને ગ્રહ સ્થિતિ અનુકૂળ છે.

  તુલા રાશિફળ (Libra):ગણેશજી કહે છે, આ સમયે ભાવુકતા અને ઉદારતા તમારી નબળાઇ રહેશે. સોશિયલ મીડિયા અને પ્રેમ પ્રસંગોથી અંતર જાળવી રાખવું પડશે. પારિવારિક સુખ-શાંતિની દૃષ્ટિએ સમય ઉત્તમ છે. કારોબારમાં કોઇ નવી સફળતા તમારી રાહ જોઇ રહી છે. રાજનૈતિક તથા મહત્ત્વપૂર્ણ લોકો સાથે સંપર્ક બનાવવા લાભદાયક સાબિત થશે.

  વૃશ્ચિક રાશિફળ (Scorpio):ગણેશજી કહે છે, યુવાઓએ પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે વધારે મહેનત કરવી પડશે. કોઇ મહત્ત્વપૂર્ણ કાર્ય પૂર્ણ થવાથી આત્મવિશ્વાસ અને સ્વયોગ્યતાનો અહેસાસ થશે. ઘરની વ્યવસ્થા ઉત્તમ અને અનુશાસિત જળવાયેલી રહેશે. પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરતાં લોકો યોજનાઓને પૂર્ણ કરવા માટે ભરપૂર મહેનત કરશે.

  ધન રાશિફળ (Sagittarius):ગણેશજી કહે છે, કારોબારમાં સુધાર આવશે. કામનો ભાર વધારે રહેવાથી સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી કરશો. બધા કામ સમયે પૂર્ણ થવાથી મનમાં સંતોષ જળવાયેલો રહેશે. વિવાદિત મામલે કોઇની દખલથી ઉકેલ લાવવાની કોશિશ કરો. પ્રતિષ્ઠિત લોકો સાથે મુલાકાત થશે તથા સહયોગ પણ પ્રાપ્ત થશે.

  મકર રાશિફળ (Capricorn):ગણેશજી કહે છે, વધારે ભાગદોડના કારણે થાક અને માથાનો દુખાવો પરેશાન કરી શકે છે. મિત્રો તથા સંબંધીઓ પાસેથી સહયોગ મળશે. સંબંધોના મામલે ખૂબ જ વધારે સહજ તથા વિનમ્રતાથી કામ લેવું પડશે. પારિવારિક વાતાવરણ મધુર જળવાયેલું રહેશે. કાર્યસ્થળમાં માનહાનિ જેવી કોઇ સ્થિતિ બની શકે છે.

  કુંભ રાશિફળ (Aquarius):ગણેશજી કહે છે, જો વ્યવસાયમાં સ્ટાફ અને વ્યવસ્થામાં થોડો ફેરફાર ઇચ્છો છો તો સમય યોગ્ય છે. લગ્ન, સગાઈ જેવા કાર્યક્રમોની તૈયારીમાં તમે વ્યસ્ત રહી શકો છો. તમારા અંગત સપના અને મહત્ત્વકાંક્ષાઓ માટે કોશિશ કરવાનો સમય છે. વધારે કામના કારણે તમે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે ધ્યાન આપી શકશો નહીં. દિવસ શાંતિથી પસાર થશે.

  મીન રાશિફળ (Pisces):ગણેશજી કહે છે, દિવસની શરૂઆતમાં વધારે વ્યસ્તતાના કારણે મન થોડું વિચલિત રહી શકે છે. તમારા કર્મચારીઓનો તમને પૂર્ણ સહયોગ મળશે. લગ્નજીવન સુખદ રહેશે. લોકો સાથે મુલાકાતમાં સારો સમય પસાર થશે તથા સંબંધોમાં નવી તાજગી અનુભવ કરશો. કોઇ જૂના રોગથી રાહત મળી શકે છે. (By Chirag Daruwalla – Son of Astrologer Bejan Daruwalla)
  Published by:kuldipsinh barot
  First published:

  Tags: Daily Horoscope, Rashi bhavishya, Rashi Bhavishya in Gujarati, Today Rashifal, Zodiac sign

  આગામી સમાચાર