Home /News /dharm-bhakti /Aaj nu Rashifal, 06 February 2022: આ રાશિના જાતકોને ગ્રહ સ્થિતિ મજબૂત થતા થશે મોટો ફાયદો, જાણો આપનું રાશિફળ

Aaj nu Rashifal, 06 February 2022: આ રાશિના જાતકોને ગ્રહ સ્થિતિ મજબૂત થતા થશે મોટો ફાયદો, જાણો આપનું રાશિફળ

જાણો શું છે તમારુ આજનું રાશિફળ

Daily Horoscope, Aaj nu RashiBhavishya, Rashifal for 06 February 2022: તમામ રાશિના જાતકો (zodiac sings) માટે આજનો દિવસ કેવો રહેશે એ આજે 06 February 2022 દૈનિક રાશિફળમાં (Aaj nu Rashifal) જાણવા મળશે. કયા રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ રહે કે કયા રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલી ભર્યો રહેશે?

વધુ જુઓ ...
    Daily Horoscope, Aaj nu RashiBhavishya, Rashifal for 06 February 2022: તમામ રાશિના જાતકો (zodiac sings) માટે આજનો દિવસ કેવો રહેશે એ આજે 06 february 2022 દૈનિક રાશિફળમાં (Aaj nu Rashifal) જાણવા મળશે. કયા રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ રહે કે કયા રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલી ભર્યો રહેશે? (Aaj nu RashiBhavishya).

    મેષ રાશિફળ (Aries): ગણેશજી કહે છે, સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. વ્યવસાયિક ગતિવિધિઓ સામાન્ય રહેશે. આવક સાથે-સાથે ખર્ચ વધારે રહેશે. પતિ-પત્નીના સંબંધ સુખમય જળવાયેલાં રહેશે. તમારા માન-સન્માન તથા આત્મિક ઉન્નતિમાં પણ વધારો થશે.

    વૃષભ રાશિફળ (Taurus): ગણેશજી કહે છે, આજે તમે કેટલીક આંતરિક સમસ્યાઓથી પીડાઈ શકો છો. આવી સ્થિતિમાં તમારા માટે તે સારું રહેશે કે તમે વિલંબ કર્યા વિના ડોક્ટરને મળો. તમારા માતા-પિતા સાથે તમારો સમય સારો રહેશે. આજે મિત્રો અને સહકાર્યકરોની સલાહથી રોકાણ સાથે સંબંધિત કોઈપણ કાર્યમાં તમારી રુચિ વધશે.

    મિથુન રાશિફળ (Gemini): ગણેશજી કહે છે, ભવિષ્યને લગતી યોજનાઓને ફળીભૂત કરવા માટે સમય અનુકૂળ છે. તાવ, ઉધરસ અને સિઝલન પરેશાની આવી શકે છે. આ સમયે ગ્રહ સ્થિતિ ખૂબ જ ઉત્તમ બની રહી છે. લગ્નજીવન મધુર રહેશે. વ્યવસાયમાં થોડા નવા ઓર્ડર મળવાથી મન પ્રસન્ન રહેશે.

    કર્ક રાશિફળ (Cancer): ગણેશજી કહે છે, સમયની કિંમતને ઓળખો. ઘર તથા વેપારમાં જીવનસાથીનો સહયોગ તમને તણાવમુક્ત રાખશે. આજે કાર્યક્ષેત્રમાં સારી વ્યવસાયિક યોજનાઓ બનશે. ક્યાંકથી પેમેન્ટ આવી જવાથી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે.

    સિંહ રાશિફળ (Leo): ગણેશજી કહે છે, કાર્યક્ષેત્રમાં કર્મચારીઓ સાથે કોઇ વાતને લઇને મતભેદ થઇ શકે છે. સામાજિક ગતિવિધિઓમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. વધારે તણાવ અને મહેનતની સ્વાસ્થ્ય ઉપર નકારાત્મક અસર પડી શકે છે. કાર્યક્ષેત્રમાં કર્મચારીઓ સાથે કોઇ વાતને લઇને મતભેદ થઇ શકે છે.

    કન્યા રાશિફળ (Virgo): ગણેશજી કહે છે, અજાણ્યા લોકોનો સંપર્ક ન રાખો. પરિવારમાં સુખ-શાંતિ જળવાયેલી રહેશે. વધારે કામ સાથે-સાથે યોગ્ય આરામ પણ લેવો જરૂરી છે. પ્રોફેશનલ સ્ટડી માટે કોશિશ કરી રહેલાં યુવાઓને કોઇ શુભ સૂચના મળી શકે છે.

    આ પણ વાંચો: ઘરના મંદિરમાં આ વસ્તુઓ રાખવી શુભ, લક્ષ્મીજીની સદાય રહેશે મહેર

    તુલા રાશિફળ (Libra): ગણેશજી કહે છે, હાલ વર્તમાન પરિસ્થિતિઓ વધારે અનુકૂળ નથી. પતિ-પત્ની વચ્ચે કોઇ નાની વાતને લઇને વિવાદ થઇ શકે છે. આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. વ્યવસાયમાં તમારી યોજનાઓને ફળીભૂત કરતાં પહેલાં તેના અંગે યોગ્ય રૂપરેખા બાંધી લો.

    વૃશ્ચિક રાશિફળ (Scorpio): ગણેશજી કહે છે, આ સમયે કામકાજ પ્રત્યે પૂર્ણ ગંભીરતાથી ધ્યાન આપવાની જરૂરિયાત છે. અચાનક જ થોડા બિનજરૂરી ખર્ચ સામે આવી શકે છે. ખરાબ આદતો તથા ખરાબ સંગતથી દૂર રહો. લગ્નજીવન સુખદ રહેશે. કોઇ અટવાયેલું કામ પૂર્ણ થઇ શકે છે.

    ધન રાશિફળ (Sagittarius): ગણેશજી કહે છે, કાર્યક્ષેત્રમાં કોઇ કામ અટકી શકે છે. મુશ્કેલીઓ તથા વિઘ્નો સિવાય તમે તમારા આત્મવિશ્વાસને જાળવી રાખશો. તમારા બજેટને તમારી જરૂરિયાતો પ્રમાણે સીમિત અને સંતુલિત રાખો. ભાગ્ય તમારા પક્ષમાં છે.

    આ પણ વાંચો: ગણેશ જયંતિ પર બની રહ્યા છે બે વિશેષ યોગ, આ રાશિના લોકોને થઈ શકે છે ધન લાભ

    મકર રાશિફળ (Capricorn): ગણેશજી કહે છે, કોઇ નવા વેપારને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. ખોટા કાર્યોમાં સમય ખરાબ ન કરો. પતિ-પત્ની વચ્ચે ઘરમાં જ કોઇ સમસ્યાને લઇને તણાવ રહેશે. આજે સફળતાદાયક સમય છે. બજેટનું ધ્યાન રાખીને ખર્ચ કરવો યોગ્ય રહેશે.

    કુંભ રાશિફળ (Aquarius): ગણેશજી કહે છે, તમારી જવાબદારીઓને અન્ય લોકો સાથે વહેંચતા શીખો. જીવનસાથી તથા પરિવારના લોકોનો સહયોગ તમારા મનોબળને વધારશે. આર્થિક ગતિવિધિઓમાં ખાસ તમારું ધ્યાન કેન્દ્રિત રાખો. કાર્યક્ષેત્રમાં સ્પર્ધીઓની ગતિવિધિઓને ઇગ્નોર ન કરશો.

    મીન રાશિફળ (Pisces): ગણેશજી કહે છે, વ્યવસાયમાં વિસ્તારને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. વાહન સાવધાનીપૂર્વક ચલાવો. માતા-પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું તથા તેમનો આદર કરવો તમને આત્મિક સુકૂન આપશે. પરિવારજનો સાથે સમય પસાર કરવો.(By Chirag Daruwalla – Son of Astrologer Bejan Daruwalla)
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Daily Horoscope, Gujarati Rashi, Gujarati Rashifal, Rashi bhavishya, Rashi Bhavishya in Gujarati

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन