Aaj nu Rashifal, 05 November 2021: નવા વર્ષના પ્રથમ દિને આ રાશિના જાતકોને થશે મસમોટો ફાયદો

આજનું રાશિભવિષ્ય

Aaj nu Rashifal, 05November 2021: આજે તમારા ભાગ્યમાં શું છે? જુઓ તમારી રાશિ પ્રમાણે તમારા સ્વાસ્થ્ય, ધન, પ્રેમ-વિવાહ, નોકરી વગેરેની ભવિષ્યવાણી અંગેની તમામ માહિતી વિશે.

  • Share this:
     Daily Horoscope, Aaj nu Rashi Bhavishya, Rashifal for 05-11-2021: તમામ રાશિના જાતકો (zodiac sings) માટે દિવાળીનો દિવસ કેવો રહેશે એ આજે  05-11-2021 (Rashifal for 05-11-2021) દૈનિક રાશિફળમાં (Aaj nu Rashifal) જાણવા મળશે. કયા રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ રહે કે કયા રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલી ભર્યો રહેશે? ચાલો જાણીએ તમાર રાશિના જાતકોનું આજનું રાશિભવિષ્ય (Aaj nu RashiBhavishya).

    મેષ રાશિફળ (Aries): ગણેશજી કહે છે, ઘરે માંગલિક કાર્યોનું આયોજન થઈ શકે છે. ધાર્મિક કાર્યોમાં રૂચિ વધશે. મિત્રો સાથે નજીકના ભવિષ્યમાં કોઈ યાત્રા પર જવાની સંભાવના દેખાઈ રહી છે. પારિવારિક સંપતિ મળવાના યોગ દેખાઈ રહ્યાં છે, પરંતુ ધન લાભ માટે તમારે વધારે મહેનત કરવાની જરૂર પડશે. જીવનસાથીનો સહયોગ મળશે.

    વૃષભ રાશિફળ (Taurus): ગણેશજી કહે છે, આજનો દિવસ આનંદમાં પસાર થશે. વિદેશ જઈને અભ્યાસ કરતા ઈચ્છતા વિદ્યાર્થીઓને શુભ સમાચાર મળી શકે છે. બિઝનેસને વધારવાની દિશામાં કરવામાં આવેલા પ્રયાસો સાર્થક સાબિત થશે. પરિવારમાં શાંતિનો માહોલ રહેશે અને તમામ સભ્યો વચ્ચે પરસ્પરના સંબંધો મજૂબત બનશે.

    મિથુન રાશિફળ (Gemini) :ગણેશજી કહે છે, આજનો દિવસ કોઈ ખાસ પ્રકારની વ્યવસ્થા કરવામાં પસાર થઈ જશે. કાર્ય ક્ષેત્રમાં કોઈ પરિચિત દ્વારા લાભની સ્થિતિ નિર્માણ થશે. તમારો ભૌતિક અને સાંસારિક દ્રષ્ટિકોણ કંઈક બદલી શકે છે. નોકરી કરતા જાતકો સાવધાનીપૂર્વક કામ કરવાનું રાખજો, જેનાથી તમારૂ આત્મ સન્માન વધશે.

    કર્ક રાશિફળ (Cancer) :ગણેશજી કહે છે, આજનો દિવસ કામકાજને સુધારવામાં ખાસ યોગદાન આપી રહ્યો છે. લવ લાઈફમાં બોલવા પર કાબૂ રાખજો નહી તો સંબંધોમાં તિરાડ પડી શકે છે. કાર્ય ક્ષેત્રમાં યોજનાબદ્ધ રીતે કરવામાં આવેલા કાર્યોમાં સફળતા મળશે અને કામનું ભારણ પણ ઘટશે.

    સિંહ રાશિફળ (Leo) :ગણેશજી કહે છે, જમીન અને વાહનો સાથે સંકળાયેલા વેપારીઓને નવી તકો મળી રહેશે. લવ લાઈફમાં સમાધાન સ્થાપવાનો પ્રયાસ સફળ સાબિત થશે. વ્યવસાય ક્ષેત્રમાં નવા સહયોગી મળશે, જેનાથી માન પ્રતિષ્ઠામાં વધારો થશે. માતા સાથે કેટલાંક વૈચારિક મેતભેદ થઈ શકે છે, જેનાથી માનસિક તણાવ ઉભો થઈ શકે છે.

    કન્યા રાશિફળ (Virgo) :ગણેશજી કહે છે, છેલ્લાં કેટલાય દિવસોથી વેપારમાં ચાલી આવતી સમસ્યાઓનું સમાધાન મળી શકે છે. મોટી સંખ્યામાં ધનની પ્રાપ્ત થવાથી ભંડોળમાં વધારો થઈ શકે છે. રોજગાર ક્ષેત્રમાં યોગ્યતા વધારવા માટે તમારે તમારી કાર્યશૈલીમાં સુધારો કરવાની જરૂરીયાત ઊભી થશે.

    તુલા રાશિફળ (Libra) :ગણેશજી કહે છે, આજનો દિવસ દોડધામ અને ખાસ ચિંતામાં પસાર થઈ શકે છે. જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને સાવધાન રહેજો. કોઈ મહેમાનના અચાનક આગમનથી મન પ્રસન્ન થશે. લવ મેરેજ કરવા ઈચ્છતા જાતકો માટે સમય અનુકૂળ છે, પરિવારનો આશીર્વાદ મળશે.

    વૃશ્ચિક રાશિફળ (Scorpio) :ગણેશજી કહે છે, કાર્ય ક્ષેત્રમાં સકારાત્મક પરિવર્તન થવાથી તમારી ખ્યાતિમાં વધારો થશે. સાથે જ દુશ્મનોથી પણ છૂટકારો મળશે. વેપારમાં વિરોધીઓને હરાવી શકશો. પરિવારના કોઈ સભ્ય સાથે યાત્રા પર જવાની યોજના બનાવી શકો છો. સગા સંબંધીઓ સાથે પૈસાની લેવડ દેવડ કરવાથી બચજો નહીં તો પૈસા ફસાઈ શકે છે.

    ધન રાશિફળ (Sagittarius) : ગણેશજી કહે છે, કાયદાકીય વિવાદ સંબંધિત નિર્ણય તમારા પક્ષમાં આવવાની સંભાવના દેખાઈ રહી છે. નાના ભાઈ-બહેનો અને સંતાનોનું સંપૂર્ણ ધ્યાન રાખી શકશો અને તેઓની જરૂરીયાતોને પૂરી કરવાના પ્રયાસ કરી શકશો. કોઈ સંપતિ સાથે સંકળાયેલો સોદો પૂરો થાય એવા યોગ બની રહ્યાં છે.

    મકર રાશિફળ (Capricorn) :ગણેશજી કહે છે, વેપાર કે વ્યવસાય તરફ ધ્યાન આપવું એ તમારી પ્રાથમિકતા હોવી જોઈએ. લાભ મેળવવા માટે કોઈ પણ પ્રકારની અનૈતિક ગતિવિધિઓથી દૂર રહેજો અને પોતાની સામાજિક પ્રતિષ્ઠાનુ ખાસ ધ્યાન રાખજો. પિતાના સહયોગથી પ્રગતિનો માર્ગ મોકળો બનશે.

    કુંભ રાશિફળ (Aquarius) :ગણેશજી કહે છે, સામાજિક ક્ષેત્રમાં તમારી ખ્યાતિ વધશે અને તમને તમારા અનુભવોમાંથી મદદ મળશે. વ્યવસાયના સ્થળે પરિવર્તન તમારા માટે સારો વળાંક સાબિત થઈ શકે છે. વેપારમાં નજીકના સહયોગીઓ પ્રત્યે સાચી નિષ્ઠા અને મધુર વાણી રાખવાથી તમે લોકોનું દિલ જીતી શકશો.

    મીન રાશિફળ (Pisces) :ગણેશજી કહે છે, રોજગારીના ક્ષેત્રમાં નવી તકો મળી શકશે અને કાર્યભારમાં નવી જવાબદારીઓ મળવાની સંભાવના છે. જીવનસાથીની સલાહ મદદગાર સાબિત થશે, જેનાથી આર્થિક ફાયદો પણ થશે. નોકરી કે કામના વ્યવસાય ક્ષેત્રમાં મૌન રહેવું જ આજે લાભકારક રહેશે, ચર્ચા અને વિવાદથી દૂર રહેજો.

    (By Astro Friend Chirag – Son of Astrologer Bejan Daruwalla)
    Published by:kuldipsinh barot
    First published: