Home /News /dharm-bhakti /Aaj nu Rashifal, 02 March 2022: આ રાશિના જાતકોને વર્ષોથી ચાલતી પરેશાનીઓથી મળશે મુક્તિ, જાણો આપનું રાશિફળ

Aaj nu Rashifal, 02 March 2022: આ રાશિના જાતકોને વર્ષોથી ચાલતી પરેશાનીઓથી મળશે મુક્તિ, જાણો આપનું રાશિફળ

આજનું રાશિફળ

Daily Horoscope, Aaj nu RashiBhavishya, Rashifal for 02 March 2022: તમામ રાશિના જાતકો (zodiac sings) માટે આજનો દિવસ કેવો રહેશે એ આજે 02 March 2022 દૈનિક રાશિફળમાં (Aaj nu Rashifal) જાણવા મળશે. કયા રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ રહે કે કયા રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલી ભર્યો રહેશે?

વધુ જુઓ ...
Daily Horoscope, Aaj nu RashiBhavishya, Rashifal for 02 March 2022: તમામ રાશિના જાતકો (zodiac sings) માટે આજનો દિવસ કેવો રહેશે એ આજે 02 March 2022 દૈનિક રાશિફળમાં (Aaj nu Rashifal) જાણવા મળશે. કયા રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ રહે કે કયા રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલી ભર્યો રહેશે? (Aaj nu RashiBhavishya).

મેષ રાશિફળ (Aries):ગણેશજી કહે છે, પોતાના નજીકના લોકો સાથે મળવાનો અવસર મળી શકે છે. સમય અનુકૂળ છે. થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓ દૂર થશે. આ સમયે કોઇ પ્રકારની યાત્રા ટાળો તો સારું. વ્યવસાયિક કાર્ય યોજના સફળ થશે. પરિવાર સાથે સુખમય અને મનોરંજનથી પૂર્ણ સમય પસાર થશે. સ્વાસ્થ્ય થોડું નરમ રહી શકે છે.

વૃષભ રાશિફળ (Taurus):ગણેશજી કહે છે, તમારું સાદગીપૂર્ણ જીવન ઘર તથા બહાર બંને જગ્યાએ વ્યવસ્થા જાળવી રાખશે. રૂપિયા-પૈસાના મામલે સારું બજેટ જાળવી રાખશો. આ સમયે વ્યવસાયને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણય લેશો નહીં. પતિ-પત્ની વચ્ચે તાલમેલ સારું રહેશે અને ઘરનું વાતાવણ સુખ-શાંતિપૂર્ણ રહેશે. સ્વાસ્થ્યને લગતી નાની-મોટી પરેશાનીઓ રહેશે.

મિથુન રાશિફળ (Gemini):ગણેશજી કહે છે, તમારી ક્ષમતાને પોઝિટિવ તથા મહત્ત્વપૂર્ણ ગતિવિધિઓમાં લગાવો. તમને સફળતા મળશે. વ્યવસાયમાં દૈનિક કાર્ય સરળતાથી પૂર્ણ કરશો. ઘર-પરિવારની જરૂરિયાતનું પણ તમે ધ્યાન રાખશો તથા સુખમય વાતાવરણ જળવાયેલું રહેશે. સ્વાસ્થ્ય સારું રહેશે.

આ પણ વાંચો: શા માટે મનાવવામાં આવે છે મહાશિવરાત્રિ? આ દિવસે થઈ હતી ત્રણ મોટી ઘટનાઓ

કર્ક રાશિફળ (Cancer):ગણેશજી કહે છે, આજે કોઇ અનુભવી તથા પ્રભાવશાળી વ્યક્તિ સાથે તમારી મુલાકાત થશે જે ઉન્નતિનો નવો માર્ગ પણ ખોલશે. પાર્ટનરશિપને લગતા વ્યવસાય પ્રગતિ કરશે. જીવનસાથી તથા પરિવારના લોકો સાથે આનંદ અને ઉલ્લાસપૂર્ણ સમય પસાર થશે. વાતાવરણમાં ફેરફારની અસર સ્વાસ્થ્ય ઉપર પડી શકે છે.

સિંહ રાશિફળ (Leo):ગણેશજી કહે છે, આજે કોઇ મુશ્કેલ કામમાં સફળતા મળવાથી મન પ્રસન્ન રહેશે. યોજનાબદ્ધ રીતે તમારા કાર્યોને ક્રમબદ્ધ કરતા રહો. વ્યવસાયિક ગતિવિધિઓમાં બધા કાર્યો ચોક્કસ સમયે પૂર્ણ થઇ જશે. પતિ-પત્ની એકબીજાના તાલમેલ દ્વારા ઘરની વ્યવસ્થાને યોગ્ય જાળવી રાખશે. ઘૂટણ અને સાંધાનો દુખાવો પરેશાન કરી શકે છે.

કન્યા રાશિફળ (Virgo):ગણેશજી કહે છે, ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. વ્યવસાયમાં થોડા વિઘ્ન આવશે, પરંતુ તમે બુદ્ધિબળ તથા ચતુરાઈથી સમસ્યાનો ઉકેલ શોધી લેશો. ઘરમા સુખ-શાંતિપૂર્ણ વાતાવરણ રહેશે. સ્વાસ્થ્યને લગતી કોઇપણ પરેશાનીને બેદરકારીમા ન લેશો.

આ પણ વાંચો:  ભારતીય ઋષિઓએ બીલીપત્રને ભગવાન શિવજીની પૂજામાં સ્થાન આપી તેનું મહત્ત્વ વધાર્યું છે

તુલા રાશિફળ (Libra):ગણેશજી કહે છે, આજે તમારું પૂર્ણ ફોકસ તમારા ઘર-પરિવાર ઉપર રહેશે. કોઇ અટવાયેલું કામ પૂર્ણ થશે. નાણાકીય સંબંધો મામલે લીધેલું જોખમ ફાયદાકારક સાબિત થશે. વ્યવસાયિક પ્રતિસ્પર્ધામાં તમારે આકરી મહેનત કરવાની જરૂરિયાત છે. પતિ-પત્ની વચ્ચે વિવાદ થઇ શકે છે. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

વૃશ્ચિક રાશિફળ (Scorpio):ગણેશજી કહે છે, ધાર્મિક તથા સામાજિક કાર્યોમાં વ્યસ્તતા રહેશે. તમે તમારા વ્યક્તિત્વને નિખારવા માટે તમારી દિનચર્યાને વ્યવસ્થિત રાખશો. પતિ-પત્ની વચ્ચે ઘરની કોઇ સમસ્યાના કારણે તણાવ રહી શકે છે. સ્વાસ્થ્ય પ્રત્યે કોઇપણ પ્રકારની બેદરકારી ન કરો.

ધન રાશિફળ (Sagittarius):ગણેશજી કહે છે, તમારી છેલ્લી ભૂલને સુધારીને તમે સુંદર ભવિષ્ય તરફ આગળ વધશો. તમારું ધ્યાન માત્ર તમારા લક્ષ્ય ઉપર કેન્દ્રિત રહેશે. કોઇ વ્યવસાયિક યાત્રાને લગતો પ્રોગ્રામ બનશે જે લાભદાયી રહેશે. મુશ્કેલ સમયમાં જીવનસાથી તથા પરિવારના લોકોનો પૂર્ણ સહયોગ રહેશે.

આ પણ વાંચો: મહાશિવરાત્રીએ પ્રજ્વલિત કરાઈ દેશની સૌથી મોટી જ્યોત, કોરોના મહામારીને દૂર કરવાની પ્રાર્થના

મકર રાશિફળ (Capricorn):ગણેશજી કહે છે, આજે તમે રોજિંદા કાર્યોથી અલગ પોતાના રસના કાર્યોમાં સમય પસાર કરશો. સંબંધોને વધારે મધુર બનાવવાની કોશિશ તમે કરશો. આજે વ્યવસાયમાં તમને કોઇ મહત્ત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત થવાની છે. વ્યસ્તતાના કારણે ઘર-પરિવારમાં વધારે સમય આપી શકશો નહીં. સ્વાસ્થ્ય સારું રહેશે.

કુંભ રાશિફળ (Aquarius):ગણેશજી કહે છે, ફાયનાન્સને લગતા કાર્યો વ્યવસ્થિત રીતે પૂર્ણ થઇ જશે. મહેમાનોના સત્કારમાં પણ યોગ્ય સમય પસાર થશે. વ્યાપારિક નવી યોજનાઓને શરૂ કરવાનો યોગ્ય સમય છે. મિત્રો સાથે પારિવારિક ગેટ-ટુ-ગેધર બધાને સુખ રાખશે. સ્વાસ્થ્યને લઇને કોઇપણ પ્રકારની બેદરકારી ન કરો.

મીન રાશિફળ (Pisces):ગણેશજી કહે છે, તમે તમારા પરિવાર તથા વ્યક્તિગત કાર્યોને પહેલી પ્રાથમિકતા આપો. સુખદ અને આનંદદાયક યાત્રાનો પ્રોગ્રામ બનશે. વ્યવસાયમાં બધા કાર્યો ચોક્કસ સમયે પૂર્ણ થઇ જશે. ઘરનું વાતાવરણ સુખદ અને સુખમય રહેશે. સ્વાસ્થ્ય બાબતે  કોઇપણ પ્રકારનું રિસ્ક લેવાનું ટાળો.
First published:

Tags: Daily Horoscope, Rashi bhavishya, Rashi Bhavishya in Gujarati, Today Rashifal, Zodiac signs