Home /News /dharm-bhakti /Aaj nu Rashifal, 01 January 2022: નવા વર્ષના પ્રથમ દિવસે જ આ રાશિના જાતકોને થશે નફો, જાણો આપનું રાશિફળ

Aaj nu Rashifal, 01 January 2022: નવા વર્ષના પ્રથમ દિવસે જ આ રાશિના જાતકોને થશે નફો, જાણો આપનું રાશિફળ

આજનું રાશિફળ

Daily Horoscope, Aaj nu RashiBhavishya, Rashifal for 01 January 2022: તમામ રાશિના જાતકો (zodiac sings) માટે આજનો દિવસ કેવો રહેશે એ આજે 01 January 2021 દૈનિક રાશિફળમાં (Aaj nu Rashifal) જાણવા મળશે. કયા રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ રહે કે કયા રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલી ભર્યો રહેશે? (Aaj nu RashiBhavishya).

વધુ જુઓ ...
Daily Horoscope, Aaj nu RashiBhavishya, Rashifal for 01 January 2022: તમામ રાશિના જાતકો (zodiac sings) માટે આજનો દિવસ કેવો રહેશે એ આજે 01 January 2022 દૈનિક રાશિફળમાં (Aaj nu Rashifal) જાણવા મળશે. કયા રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ રહે કે કયા રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલી ભર્યો રહેશે? (Aaj nu RashiBhavishya).

મેષ રાશિફળ (Aries):ગણેશજી કહે છે, આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેશે. જો તમે વેપાર કરો છો તો તેમાં નફો મળવાની સંભાવના છે. આ રાશિના કેટલાક લોકો આ દિવસે રોકાણ કરવાનો વિચાર પણ બનાવી શકે છે. આ રાશિના નાના વ્યાપારીઓ માટે પણ આજનો દિવસ ઘણો સારો હોઈ શકે છે.

વૃષભ રાશિફળ (Taurus):ગણેશજી કહે છે, આજે દિવસની શરૂઆત સારી થશે. આજે તમને કાર્યસ્થળમાં પણ ઈચ્છિત પરિણામ મળશે. વરિષ્ઠ લોકો સાથે વાતચીત કરીને તમને સારું લાગશે. જો તમે સંયુક્ત પરિવારમાં રહેતા હોવ તો સાંજે ઘરમાં પાર્ટીનો માહોલ બની શકે છે અને પરિવારના સભ્યો સાથે બહાર ફરવા જય શકો છો.

આ પણ વાંચો: Astrology: શા માટે શુભ કાર્ય કરતા પહેલા સ્વસ્તિક દોરવામાં આવે છે?

મિથુન રાશિફળ (Gemini):ગણેશજી કહે છે, આજે તમે તમારી માતાના પક્ષના લોકોને મળીને સારું અનુભવશો. જો તમે નોકરી કરતા હોવ તો આજે દિવાળી બોનસ મળવાની સંભાવના છે. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ થોડો પડકારજનક રહી શકે છે, આજે તમારામાં એકાગ્રતાનો અભાવ જોવા મળી શકે છે. આ રાશિના પ્રેમીઓ માટે દિવસ સારો રહેશે.

કર્ક રાશિફળ (Cancer):ગણેશજી કહે છે, કર્ક રાશિના કેટલાક લોકો આજે ઘરની સફાઈમાં પોતાની શક્તિ લગાવી શકે છે. આજે તમે જે પણ કામ હાથમાં લેશો તેમાં સફળતા મળવાની સારી તક છે. આજે તમારી અંદર હિંમત અને પરાક્રમમાં વધારો થશે. જે લોકો પોતાના ઘરથી દૂર રહે છે તેઓ આજે ઘરે જવા માટે નીકળી શકે છે.

સિંહ રાશિફળ (Leo):ગણેશજી કહે છે, આ દિવસે સિંહ રાશિના કેટલાક લોકો વાહન ખરીદવાનો વિચાર કરી શકે છે અને આ વિચાર પરિવારના સભ્યોની સામે પણ રાખી શકે છે. આ દિવસે આ રાશિના લોકોની માતાના સ્વાસ્થ્યમાં સારા ફેરફારો જોવા મળી શકે છે. આજે સાંજે તમારા પ્રેમી સાથે સારો સમય પસાર કરવાની તક મળી શકે છે.

આ પણ વાંચો: Saphala Ekadashi 2021: આજે કરો ભગવાન વિષ્ણુની આરાધના, જાણો પૂજા વિધિ અને મુહૂર્તનો સમય

કન્યા રાશિફળ (Virgo):ગણેશજી કહે છે, આ દિવસે સૂર્યની માલિકી ધરાવતી કન્યા રાશિના લોકોની વાણીમાં મધુરતા જોવા મળી શકે છે. આજે તમે તમારા અવાજથી તમારા વિરોધીઓનું દિલ જીતવામાં પણ સફળ રહેશો. આ રાશિના કેટલાક લોકો તેમના માતા-પિતા સાથે ઘરની સજાવટનું આયોજન પણ કરતા જોવા મળે છે.

તુલા રાશિફળ (Libra):ગણેશજી કહે છે, આજે નોકરિયાત લોકોને અચાનક જ થોડુ દુર જવું પડી શકે છે. આ યાત્રા જે પણ સંબંધિત હશે તેમાં તમને સફળતા મળવાની અપેક્ષા છે. આજે તમે પરિવારના સભ્યો સાથે પણ સારો સમય પસાર કરી શકશો અને જો ઘરના કોઈ સભ્ય સાથે તમારો વિવાદ છે તો તમે તેને દૂર કરવાનો પ્રયાસ પણ કરી શકો છો.

વૃશ્ચિક રાશિફળ (Scorpio):ગણેશજી કહે છે, આજે વૃશ્ચિક રાશિના લોકોનું ભાગ્ય સાથ આપશે, જેના કારણે જે કામો અત્યાર સુધી અટકેલા હતા તે પણ પૂરા થશે. જો તમે ભૂતકાળમાં ક્યાંક રોકાણ કર્યું હોય તો તેમાંથી તમને નફો પણ મળી શકે છે. જો તમે વિદેશ જવાનું વિચારી રહ્યા છો, તો આ દિવસે તમને આ કાર્યમાં સકારાત્મક પરિણામ મળી શકે છે.

આ પણ વાંચો: તો આ કારણે નારદ મુનિને કહેવાય છે પ્રથમ પત્રકાર!!

ધન રાશિફળ (Sagittarius):ગણેશજી કહે છે, આજે ધન રાશિના લોકોના વ્યવહારમાં સ્વતંત્રતા રહેશે. આજે વાત કર્યા વિના પણ તમને એવું લાગે છે કે જાણે કોઈ બોજ ઓછો થઈ ગયો હોય. આજે તમે નકારાત્મક વિચારોથી મુક્તિ મેળવી શકો છો. આ દિવસે કેટલાક લોકો તેમના જીવનના કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લઈ શકે છે.

મકર રાશિફળ (Capricorn):ગણેશજી કહે છે, મકર રાશિના લોકોને ભૌતિકતાવાદી માનવામાં આવે છે, પરંતુ આજે તેમના વર્તનથી વિપરીત, તેમનામાં આધ્યાત્મિક બાબતો તરફ રુચિ જોવા મળે છે. આ રાશિના લોકો આજે લોકો સાથે વાત કરવાને બદલે એકાંતમાં સમય પસાર કરવાનું પસંદ કરશે.

કુંભ રાશિફળ (Aquarius):ગણેશજી કહે છે, કુંભ રાશિના લોકો આજે પોતાના જીવનસાથી સાથે સારો સમય પસાર કરશે. જેમણે તાજેતરમાં લગ્ન કર્યા છે તેઓ તેમના જીવનસાથી સાથે રોમેન્ટિક સમય પસાર કરી શકે છે. આ રાશિના લોકો માટે પણ આજનો દિવસ સુખદ રહેશે જે ભાગીદારીમાં વેપાર કરે છે.

આ પણ વાંચો: Shani Prabhav Astrology 2022: નવાં વર્ષની શરૂઆતમાં જ આ 3 રાશિ પર રહેશે શનિદેવની કૃપા

મીન રાશિફળ (Pisces):ગણેશજી કહે છે, મીન રાશિના જાતકોએ આજે પોતાના ભોજન પર ધ્યાન આપવું પડશે, આજે બહારનો ખોરાક તમારી પાચન તંત્ર પર ખરાબ અસર કરી શકે છે. આજે કેટલાક લોકોને આજે અચાનક ધન લાભ થવાની સંભાવના છે. જો કે આજે લેવડ-દેવડના મામલામાં સાવધાની રાખવી પડશે. (By Astro Friend Chirag – Son of Astrologer Bejan Daruwalla)
First published:

Tags: Daily Horoscope, Gujarati Rashi, Gujarati Rashifal, Rashi bhavishya, Rashi Bhavishya in Gujarati