Home /News /dharm-bhakti /Aaj Nu Panchang: આજે દેવશયની એકાદશી આજથી ગૌરી વ્રતનો પ્રારંભ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાળ
Aaj Nu Panchang: આજે દેવશયની એકાદશી આજથી ગૌરી વ્રતનો પ્રારંભ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાળ
જ્યોતિષાચાર્ય અમિત ત્રિવેદી
Chaturmas 2022: આજે 10મી જુલાઈથી (Aaj Nu Panchang) ચાતુર્માસ શરૂ થઈ રહ્યો છે. આજથી ચાર મહિના સુધી લગ્ન, મુંડન, ગૃહપ્રવેશ વગેરે જેવા કોઈ શુભ કાર્ય થશે નહીં. દેવઉઠી એકાદશી પર ચાતુર્માસ સમાપ્ત થશે, તે દિવસથી શુભ કાર્યો પણ શરૂ થશે.
ધર્મ ભક્તિ ડેસ્ક: જ્યોતિષાચાર્ય અમિત ત્રિવેદી (jyotishacharya Amit Trivedi) જણાવે છે, તારીખ - 10 જુલાઈ 2022, રવિવાર, આજથી ગૌરીવ્રતનો (Gauri Vrat 2022) પ્રારંભ થશે (કુંવારીકાઓને સવારે પૂજન માટેનો સમય દિનવિશેષમાં દર્શાવ્યો છે) અને આજે દેવશયની પણ એકાદશી છે. (Devshayani Ekadashi 2022) એકાદશીને નંદા તિથિનો દરજ્જો આપવામાં આવ્યો છે, એટલે કે શુભ તિથિ. વળી, આ સુદ પક્ષની એકાદશી છે તેથી તેનું મહત્ત્વ થોડું વિશેષ છે. આજે દેવો પોઢી જશે. દેવતાગણ પોઢી જવાનો અર્થ એ નથી કે બધુ જ કાર્ય ઠપ્પ. દેવતાગણ પોઢવું એટલે હવે શુભકાર્યોમાં દેવતાનું આવાહન શક્ય નહીં બને પણ, જપ-તપમાં ચાતુર્માસનું (Chaturmas 2022) અનેકગણું મહત્ત્વ કહ્યું છે. એટલે એક પ્રકારે, ચાતુર્માસ ભોગનો સમય નથી પણ ભક્તિનો સમય છે. આજથી સ્વામિનારાયણ સંપ્રદાય, જૈન સંપ્રદાય, વૈષ્ણવ સંપ્રદાય વગેરે અનેક ધાર્મિક નાના-મોટા સંપ્રદાય-પંથોના ભક્તો વિવિધ નિયમો ધારણ કરશે. જેમ કે, ધારણા-પારણા, એકાસણા, એકટાણાં, મંત્રજાપ, શાસ્ત્રોક્ત પઠન-પાઠન, દાનધર્મ વગેરે જેવા જેને અનુકૂળ તેવા નિયમ ધારણ કરશે અને પુણ્યબળ એકઠું કરશે. હવે, દેવઊઠી એકાદશી સુધી લગ્નાદિ મુહૂર્તો નહીં મળે પણ તારીખ 4 ઓક્ટોબર 2022ના રોજ દેવઊઠી એકાદશીના દિવસથી વળી લગ્નાદિક કાર્યોના મુહૂર્ત પ્રાપ્ત થઈ શકશે.