Aaj nu panchang: આજે 27 જુલાઇ, બુધવારે કરો, 'પુરુષસૂક્તનો પાઠ', જાણો શુભ-અશુભ મુહૂર્ત અને રાહુકાળ
Aaj nu panchang: આજે 27 જુલાઇ, બુધવારે કરો, 'પુરુષસૂક્તનો પાઠ', જાણો શુભ-અશુભ મુહૂર્ત અને રાહુકાળ
આજનું પાંચાંગ
Aaj Nu Panchang: આપણા શાસ્ત્રમાં પોતાની પર્સનાલીટી વધારવાનો પણ ઉપાય આપવામાં આવ્યો છે. પ્રત્યેક શનિવારે સંધ્યાકાળે રામરક્ષા સ્તોત્રનો પાઠ કરવો અને દર શુક્રવારે સવારે કેસરનું ઝીણું તિલક કરવું અને જમણાં અને ડાબા હાથની પ્રથમ આંગળીની શરૂઆતમાં (હથેળી તરફ) કેસરનું બીજું તિલક કરવું. શનિવાર અને શુક્રવારના આ બે સાત્ત્વિક ઉપાય આપની ઓરામાં ઉમેરો કરશે. ક્યાંય અપમાન નહીં થાય, આપની ભાષાનો રણકો બીજાના હૃદયને સ્પર્શી જશે. જો તમે કોઈ પદ અથવા પ્રમોશન મેળવવાની ઇચ્છા રાખતા હશો તો તેમાં પણ સફળતા મળી શકે છે.
ધર્મભક્તિ ડેસ્ક: આજે 27મી જુલાઈ બુધવાર છે. આજે અષાઢ માસના કૃષ્ણ પક્ષની ચૌદશ (Todays Panchang) તિથિ છે. આજનું પંચાગ (Aaj Nu panchang) તે અંગે જ્યોતિષાચાર્ય અમિત ત્રિવેદી (jyotishacharya Amit Trivedi)જણાવે છે. દરેક મનુષ્ય ઇચ્છે છે કે પોતાનો પ્રભાવ વધે, પોતાની વાત બીજા સાંભળે અને પોતે રૂપવાન દેખાય. આ હેતૂ સિદ્ધ કરવા માટે મનુષ્યો ઘણો ખર્ચો કરતા હોય છે. પણ છેવટે કોઈ પરિણામ પ્રાપ્ત થતું નથી. ગમે ત્યાં જઈએ તો મનુષ્યની પર્સનાલીટી પહેલા જ જોવામાં આવે છે. આપણા શાસ્ત્રમાં પોતાની પર્સનાલીટી વધારવાનો પણ ઉપાય આપવામાં આવ્યો છે. પ્રત્યેક શનિવારે સંધ્યાકાળે રામરક્ષા સ્તોત્રનો પાઠ કરવો અને દર શુક્રવારે સવારે કેસરનું ઝીણું તિલક કરવું અને જમણાં અને ડાબા હાથની પ્રથમ આંગળીની શરૂઆતમાં (હથેળી તરફ) કેસરનું બીજું તિલક કરવું. શનિવાર અને શુક્રવારના આ બે સાત્ત્વિક ઉપાય આપની ઓરામાં ઉમેરો કરશે. ક્યાંય અપમાન નહીં થાય, આપની ભાષાનો રણકો બીજાના હૃદયને સ્પર્શી જશે. જો તમે કોઈ પદ અથવા પ્રમોશન મેળવવાની ઇચ્છા રાખતા હશો તો તેમાં પણ સફળતા મળી શકે છે.