Home /News /dharm-bhakti /

Aaj Nu Panchang: 24 જુલાઇ 2022, આજે છે કામિકા એકાદશી, જાણો શુભ-અશુભ મુહૂર્ત અને રાહુકાળ

Aaj Nu Panchang: 24 જુલાઇ 2022, આજે છે કામિકા એકાદશી, જાણો શુભ-અશુભ મુહૂર્ત અને રાહુકાળ

આજનું પંચાંગ

Kamika Ekadashi: કામિકા એકાદશીનું વ્રત કરવાથી બ્રહ્મા મારવાના પાપનો નાશ થાય છે અને પવિત્ર તીર્થોમાં સ્નાન કરવા સમાન પુણ્ય પ્રાપ્ત થાય છે. આ દિવસે પૂજા સમયે કામિકા એકાદશી વ્રતની કથા વાંચવી કે સાંભળવી પુણ્ય છે. ઉપવાસની કથા સાંભળવાથી જ પાપ નષ્ટ થાય છે. જે આ વ્રત કરે છે તેને મૃત્યુ પછી મોક્ષ મળે છે. એવું કહેવાય છે કે સાવન મહિનામાં એકાદશીનું વ્રત કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે અને ભગવાન શિવ પણ પ્રસન્ન થાય છે.

વધુ જુઓ ...
  ધર્મભક્તિ ડેસ્ક: આજે 24મી જુલાઈ રવિવાર છે. આજે શ્રાવણ માસની કૃષ્ણ પક્ષની (Todays Panchang) એકાદશી તિથિ છે. આજે કામિકા એકાદશી વ્રત છે. આજનું પંચાગ (Aaj Nu panchang) તે અંગે જ્યોતિષાચાર્ય અમિત ત્રિવેદી (jyotishacharya Amit Trivedi)જણાવે છે. આજનાં દિવસે દ્વિપુષ્કર યોગમાં કામિકા એકાદશી વ્રત રાખવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાનો અને વ્રત રાખવાનો નિયમ છે. કામિકા એકાદશીનું વ્રત કરવાથી બ્રહ્મા મારવાના પાપનો નાશ થાય છે અને પવિત્ર તીર્થોમાં સ્નાન કરવા સમાન પુણ્ય પ્રાપ્ત થાય છે. આ દિવસે પૂજા સમયે કામિકા એકાદશી વ્રતની કથા વાંચવી કે સાંભળવી પુણ્ય છે. ઉપવાસની કથા સાંભળવાથી જ પાપ નષ્ટ થાય છે. જે આ વ્રત કરે છે તેને મૃત્યુ પછી મોક્ષ મળે છે. એવું કહેવાય છે કે સાવન મહિનામાં એકાદશીનું વ્રત કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે અને ભગવાન શિવ પણ પ્રસન્ન થાય છે.

  ઘરની સ્ત્રીઓએ શું ધ્યાન રાખવું ?
  ઘર બને છે ઘરવાળીથી. ઘરની પ્રગતિમાં, સુખ-સમૃદ્ધિ વગેરેમાં ઘરની સ્ત્રીઓનો ખૂબ મોટો ફાળો હોય છે. પુરુષો કેવળ પૈસા કમાઈ જાણે પણ ઘરની રોનક તો સ્ત્રી થકી જ હોય છે. જોકે, આજકાલ તો કેટલીક સ્ત્રીઓ પણ આર્થિક દૃષ્ટિએ ખૂબ જ પગભર થઈ ગઈ છે. માટે, ઘર અને કાર્યક્ષેત્ર એમ બે મોરચે સ્ત્રીઓ સફળ થાય છે એનું કારણ મૂળ આ જ છે કે, સ્ત્રીઓમાં ભગવાને મૂકેલી વિશેષ શક્તિ.

  આજે કેટલીક અગત્યની બાબતો હું સ્ત્રીઓ માટે લખી રહ્યું જે અપનાવવાથી સ્ત્રીઓ થકી ઘર વધુ ઉજળું બનશે.
  (1) ઘરની સ્ત્રીઓએ ક્યારેય બે હાથે માથાના વાળ ખંજવાળવા નહીં
  (2) રસોઈ બનાવતી વખતે કોઈની નિંદા ન કરવી, ફોન ઉપર વાત ન કરવી
  (3) સંધ્યા સમયે સ્ત્રીઓએ માથું ઓળી, કપડાં બદલી એકદમ વ્યવસ્થિત થઈ જવું અને ત્યારબાદ ભગવાનનો દિવો પ્રગટાવવો
  (4) વ્યસનથી દૂર રહેવું (નિર્વ્યસની અને નીતિમય જીવન જીવવાનો સિદ્ધાંત મનુષ્ય માત્રએ અપનાવવો જોઈએ
  (5) ભગવાન સમક્ષ બેસી દર બુધવારે વિષ્ણુસહસ્રનામજપ અવશ્ય કરવા
  (6) સ્ત્રીઓએ ઝાંખા, ઘસાઈ ગયેલા કપડા ન પહેરવા જોઈએ કારણ કે સ્ત્રીઓ લક્ષ્મીનું સ્વરૂપ છે
  (7) સવારે સ્નાન કર્યા બાદ જ ઘરનું માટલું વિછળવું અથવા રસોઈ બનાવવાનો પ્રારંભ કરવો.
  (8) ઘરમાં જો નાની દિકરી હોય તો દર શુક્રવારે તેનું પૂજન અવશ્ય કરવું.
  (9) સ્ત્રીઓ પગમાં ચાંદીની ઝાંઝર પહેરી રાખે જેથી ઝાંઝરનો છમછમ રણકાર ઘરનો વાસ્તુદોષ નિર્મૂળ કરશે.

  આજનું પંચાંગ -
  ચંદ્રમાસ – અષાઢ વદ એકાદશી (કામિકા એકાદશી) આજે ભોજનમાં ગાયનું દૂધ અવશ્ય લેવું.
  ચંદ્રરાશિ –વૃષભ (બ,વ,ઉ)
  નક્ષત્ર –રોહિણી)
  યોગ – વૃદ્ધિ (બપોરે 2.00થી ધ્રુવ)
  કરણ – બાલવ (બપોરે 1.46થી કૌલવ)
  બ્રહ્મમુહૂર્ત - સવારે 4.36 થી 5.19(પ્રાણાયામ તેમજ ધ્યાન માટે શ્રેષ્ઠ સમય)
  સૂર્યોદય - સવારે 6.14
  સૂર્યાસ્ત- સાંજે 7.18
  ચંદ્રોદય – સાંજે 7.17
  ચંદ્રાસ્ત – રાત્રે 2.19
  ગોધૂલી – સાંજે 7.05થી 7.29
  ગુલીક – સાંજે 5.33થી 7.10, રાત્રે 11.23થી 12.45
  યમઘંટક – બપોરે 1.26થી 2.14
  રાહુકાળ – સવારે 4.30થી 6.00
  વિજય મુહૂર્ત - બપોરે 12.33થી 12.57


  આજના દિવસનું વિશેષ -
  1. સર્વ કામના પૂર્ણ કરનારી કામિકા એકાદશી છે.
  2. શુભ ચોઘડીયા – સવારે 9.30થી 12.46, બપોરે 2.23થી 4.01
  3. આજે કામિકા એકાદશી છે માટે, ભગવાન શ્રીવિષ્ણુને ગાયનું દૂધ ધરાવવું અને પ્રસાદ તરીકે લેવું.
  4. આદિત્ય હૃદયનો પાઠ કરવાથી આજે અટકેલા પ્રમોશનનું કાર્ય આગળ ધપશે
  5. સૂર્યદેવને પ્રાતઃ સમયે ચંદન મિશ્રિત જળની અંજલી આપવાથી આરોગ્યમાં સુધારો થશે.
  Published by:Margi Pandya
  First published:

  Tags: Aaj nu panchang, Bhakti news, Kamka Ekadashi, Ravivar na upay

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन