Home /News /dharm-bhakti /Aaj Nu Panchang: 4 ઓગસ્ટ આજે ગુરુવાર, કરો વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકળ

Aaj Nu Panchang: 4 ઓગસ્ટ આજે ગુરુવાર, કરો વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકળ

આજનું પંચાંગ

Guruvar Na Upay: જેમની કુંડળીમાં (Kundali) ગુરુનો દોષ (Gurudosh)હોય તેમણે આ દિવસે ભગવાન ગુરુ બૃહસ્પતિની પૂજા કરવી જોઈએ. ભગવાન બૃહસ્પતિની પૂજા પીળા ફૂલ, અક્ષત, હળદર, ચંદન વગેરે અર્પણ કરીને કરવી જોઈએ. બૃહસ્પતિ દેવને પ્રસન્ન કરવા માટે બૃહસ્પતિ ચાલીસા, બૃહસ્પતિ સ્તોત્ર વગેરેનો પાઠ પણ કરવો જોઈએ. ગુરુ ગ્રહના બીજ મંત્રનો જાપ કરવો પણ ખૂબ જ ફાયદાકારક છે. ગુરુ ગ્રહની પ્રબળતાના કારણે શુભ કાર્યોના યોગ બને છે. જેમના લગ્નમાં કોઈપણ રીતે વિલંબ થઈ રહ્યો છે, તેઓએ હળદર અથવા પીળી વસ્તુઓનું દાન કરવું જોઈએ. આવો પંચાંગથી જાણીએ આજનો શુભ અને અશુભ સમય અને જાણીએ કે આજનો દિવસ કેવો રહેશે ગ્રહો

વધુ જુઓ ...
  ધર્મભક્તિ ડેસ્ક: આજનું પંચાંગ (Aaj Nu Panchang): આજે 4 ઓગસ્ટ, ગુરુવાર છે. આજનું પંચાગ (Aaj Nu panchang) અંગે જ્યોતિષાચાર્ય અમિત ત્રિવેદી (jyotishacharya Amit Trivedi)જણાવે છે. આજે શ્રાવણ સુદ સાતમ છે. ગુરુવારે ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા કરો. આજે ગુરુવરને પીળા ફૂલ, અક્ષત, ચંદન, તુલસીના પાન, પંચામૃત, કેળા, ધૂપ, દીવો, નૈવેદ્ય, હળદર વગેરે અર્પણ કરીને ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. ભગવાન વિષ્ણુને ગોળ, ચણાની દાળ અથવા ચણાના લોટના લાડુનો એક ભાગ અર્પણ કરી શકાય છે. તેનાથી શ્રીહરિ પ્રસન્ન થાય છે. પૂજા સમયે વિષ્ણુ ચાલીસા, વિષ્ણુ સહસ્ત્રનામ, વિષ્ણુ આરતી વગેરે કરવું જરૂરી છે. જે લોકો ગુરુવારનું વ્રત રાખે છે, તેમણે વ્રતની કથા પણ વાંચવી કે સાંભળવી જોઈએ. તેનાથી તમને વ્રતનું સંપૂર્ણ ફળ મળે છે અને વ્રતનું મહત્વ પણ જાણી શકાય છે.

  જેમની કુંડળીમાં (Kundali) ગુરુનો દોષ (Gurudosh) હોય તેમણે આ દિવસે ભગવાન ગુરુ બૃહસ્પતિની પૂજા કરવી જોઈએ. ભગવાન બૃહસ્પતિની (Guruvar Na Upay) પૂજા પીળા ફૂલ, અક્ષત, હળદર, ચંદન વગેરે અર્પણ કરીને કરવી જોઈએ. બૃહસ્પતિ દેવને પ્રસન્ન કરવા માટે બૃહસ્પતિ ચાલીસા, બૃહસ્પતિ સ્તોત્ર વગેરેનો પાઠ પણ કરવો જોઈએ. ગુરુ ગ્રહના બીજ મંત્રનો જાપ કરવો પણ ખૂબ જ ફાયદાકારક છે. ગુરુ ગ્રહની પ્રબળતાના કારણે શુભ કાર્યોના યોગ બને છે. જેમના લગ્નમાં કોઈપણ રીતે વિલંબ થઈ રહ્યો છે, તેઓએ હળદર અથવા પીળી વસ્તુઓનું દાન કરવું જોઈએ. આવો પંચાંગથી જાણીએ આજનો શુભ અને અશુભ સમય અને જાણીએ કે આજનો દિવસ કેવો રહેશે ગ્રહો

  બગડેલા સંબંધો સુધારવા શું કરવું ?
  કેટલાક લોકોના સંબંધો એક યા બીજા કારણથી લોકો સાથે બગડી જતા હોય છે. પોતાનો વાંક હોય કે ન હોય પણ સંબંધો જળવાતા નથી. સંબંધ બાબતે કેટલાક લોકો ખૂબ જ ઉદાસ રહેતા હોય છે કારણ કે, સમાજમાં જો સુખેથી જીવવું હોય તો સંબંધો મધુર રાખવા પડે. જો સંબંધ મધુર ન રહે તો નોકરી, વેપાર, સામાજિક સ્તરે પ્રત્યેક જગ્યાએ નિષ્ફળતા મળી જાય. આજે હું તમને આ જ બાબતે એક સાત્ત્વિક ઉપાય જણાવી રહ્યો છું. સ્નાન કરતી વખતે જળમાં ચપટી ચંદન થવા ગુલાબજળ નાંખવું. પોતાના હાથ રૂમાલ ઉપર ગુલાબના અત્તરનું એક ટીપું નાંખવું. રોજ સવારે કનકધારા સ્તોત્રનો પાઠ કરવો અને માતાજીને ખીર ધરાવવી. વૃદ્ધ અને નિઃસહાય બહેનોને વસ્ત્રદાન કરવું પણ વસ્ત્ર ખરાબ કે પહેરેલા હોય તે વસ્ત્રો ન આપવા. બજારમાંથી નવાં ખરીદીને વસ્ત્રદાન કરવું. શક્ય હોય ત્યાં સુધી કાળા કલરના વસ્ત્ર ન પહેરવા. ગુલાબી કલરના વસ્ત્રો વધુ યોગ્ય રહેશે.આ પ્રમાણે અનુસરવાથી નોંધપાત્ર સુધારા જોવા મળશે.  આજનું પંચાંગ -
  ચંદ્રમાસ – શ્રાવણ સુદ સપ્તમી
  ચંદ્રરાશિ –સવારે 6.40થી તુલા (ર,ત)
  નક્ષત્ર – ચિત્રા (સાંજે 6.48થી સ્વાતિ)
  યોગ – સાધ્ય (સાંજે 4.34થી શુભ)
  કરણ – ગર (સાંજે 5.28થી વણીજ)
  બ્રહ્મમુહૂર્ત - સવારે 4.45 થી 5.29(પ્રાણાયામ તેમજ ધ્યાન માટે શ્રેષ્ઠ સમય)
  સૂર્યોદય - સવારે 6.18
  સૂર્યાસ્ત- સાંજે 7.12
  ચંદ્રોદય – સવારે 11.40
  ચંદ્રાસ્ત – રાત્રે 11.39
  ગોધૂલી – સાંજે 7.00 થી 7.24
  ગુલીક – સવારે 11.06થી બપોરે 12.42, રાત્રે 3.30થી 4.53
  યમઘંટક – સવારે 7.06થી 7.54
  રાહુકાળ – બપોરે 1.30થી 3.00
  વિજય મુહૂર્ત – બપોરે 12.33થી 12.57

  આજના દિવસનું વિશેષ -
  1. રવિયોગ સવારે 6.48થી સમાપ્ત
  2. શુભ ચોઘડીયા – સવારે 6.18થી 7.55, સવારે 11.08થી બપોરે 3.59
  Published by:Margi Pandya
  First published:

  Tags: Aaj nu panchang, Gurudev, Guruvar na upay

  विज्ञापन
  विज्ञापन