ધર્મભક્તિ ડેસ્ક: આજનું પંચાંગ (Aaj Nu Panchang): આજે 29 જુલાઈ, શુક્રવાર છે. આજનું પંચાગ (Aaj Nu panchang) અંગે જ્યોતિષાચાર્ય અમિત ત્રિવેદી (jyotishacharya Amit Trivedi)જણાવે છે. હજુ પવિત્ર શ્રાવણ માસનો (Sawan 2022) પ્રારંભ થયે એક દિવસ થયો છે. આજે શ્રાવણ (Shravan Month) સુદ ત્રીજ છે. અને રવિવારનો દિવસ છે આજે આદિત્યપૂજનનો પવિત્ર દિવસ છે. કેટલાક વ્યાધિ શરીરને પજવે અને કેટલીક ઉપાધી મનને પજવતી હોય છે. શરીર અને મનનો તાલમેલ બેસાડવાના પ્રયાસોમાં જ આખી જિંદગી પસાર થઈ જતી હોય છે. આજનો દિવસ વ્યાધિ અને ઉપાધીનું શમન કરવા માટે અગત્યનો છે, પવિત્ર છે. કેટલાક પવિત્ર પ્રયત્નો કરવાથી જીવન સુખી બનતું હોય તો આપણને શું વાંધો ? આજે પ્રાતઃ સમયે સૂર્યદેવના દર્શન કરતી વખતે સૂર્યદેવના દ્વાદશ નામજપ કરવા. સૂર્યદેવને જળની અંજલિ આપવી અને સૂર્યદેવની સમક્ષ ઊભા રહીને અથવા ઘરમાં મંદિર સમક્ષ બેસીને આદિત્યહૃદયનો પાઠ કરવો. બપોરે ભોજનનો પહેલો કોળીયો ભરતા પહેલા દાડમના દાણાં સૂર્યનારાયણ દેવને ધરાવવા અને પછી પ્રસાદ લઈ ભોજનનો પ્રારંભ કરવો. કાળા વસ્ત્ર પહેરવાથી આજે ચેતજો, શક્ય હોય તો સફેદ, આછા પીળા, આછા ગુલાબી, આછા લીલા રંગના વસ્ત્રો પહેરવાનું પસંદ કરજો. ઘરમાં સફેદ ચંદન હોય તો તેનું તિલક પણ કરજો. તમારો આત્મા મજબૂત થશે, દુઃખો સામે લડવાની તાકાત મળશે અને માર્ગ પણ મળશે. જે તમારી સફળતાનો માર્ગ મોકળો કરશે. આજના દિવસે ઉપર જણાવ્યા પ્રમાણે કર્મ કરી બીજા દિવસે અરીસામાં તમારો ચહેરો નિહાળજો... ફરક દેખાય તો મને જણાવજો ખરા...! આજનું પંચાંગ - ચંદ્રમાસ – શ્રાવણ સુદ ત્રીજ ચંદ્રરાશિ – સિંહ (મ,ટ) નક્ષત્ર – મઘા (બપોરે 2.20થી પૂર્વાફાલ્ગુની) યોગ – વરિયાન (સાંજે 7.11થી પરીઘ) કરણ – તૈતિલ (બપોરે 3.43થી ગર) બ્રહ્મમુહૂર્ત - સવારે 4.47 થી 5.31(પ્રાણાયામ તેમજ ધ્યાન માટે શ્રેષ્ઠ સમય) સૂર્યોદય - સવારે 6.17 સૂર્યાસ્ત- સાંજે 7.15 ચંદ્રોદય – સવારે 8.14 ચંદ્રાસ્ત – રાત્રે 9.18 ગોધૂલી – સાંજે 7.02થી 7.26 ગુલીક – સાંજે 5.36થી 7.13, રાત્રે 11.20થી 12.42 યમઘંટક – બપોરે 1.29થી 2.17 રાહુકાળ – સાંજે 4.30થી 6.00 વિજય મુહૂર્ત – બપોરે 12.33થી 12.57 આજના દિવસનું વિશેષ - 1. શુભ ચોઘડીયા – સવારે 7.54થી 12.46, બપોરે 2.23થી 4.00 2. રવિયોગ બપોરે 2.20થી સોમવારે સાંજે 4.07 સુધી 3. રાજયોગ બપોરે 2.20થી રાત્રે 11.60