Aaj Nu Panchang: 30 જુલાઇ, શનિદેવનાં દંડથી બચવાં શું કરશો? જાણો આજનું શુભ મુહૂર્ત અને રાહુકાળ
Aaj Nu Panchang: 30 જુલાઇ, શનિદેવનાં દંડથી બચવાં શું કરશો? જાણો આજનું શુભ મુહૂર્ત અને રાહુકાળ
આજનું પંચાંગ
Shanidev Na Upay: શનિની પીડા (Shani Maharaj) અતિ કષ્ટદાયક હોય છે. એમ કહી શકાય કે, શનિદેવ (Shanidev)ગણી ગણીને આપણો હિસાબ કરતા હોય છે. મૂળ તો શનિદેવ કોઈ નવું દુઃખ નથી આપતા પણ પૂર્વે આપણે જે ખોટા કર્મ કર્યા હોય તેનો જ ભોગવટો આપે છે. પણ, મનુષ્યની તાકાત એ પીડા ભોગવવાની નથી માટે શનિદેવને રીઝવવા પડે. શનિદેવને રીઝવીએ તો શૂળીના ઘા સોયે ટળી જાય.
ધર્મભક્તિ ડેસ્ક: આજનું પંચાંગ (Aaj Nu Panchang): આજે 29 જુલાઈ, શુક્રવાર છે. આજનું પંચાગ (Aaj Nu panchang) અંગે જ્યોતિષાચાર્ય અમિત ત્રિવેદી (jyotishacharya Amit Trivedi)જણાવે છે. હજુ પવિત્ર શ્રાવણ માસનો (Sawan 2022) પ્રારંભ થયે એક દિવસ થયો છે. આજે શ્રાવણ (Shravan Month) સુદ બીજ છે. અને શનિવારનો દિવસ છે. શનિવારનો દિવસ એટલે શનિદેવની આરાધનાનો દિવસ. શનિદેવનાં પ્રકોપથી બચવા માટે આપે શું કરવું જોઇએ તે અંગે અમે કેટલાંક ઉપાય લઇને આવ્યાં છીએ.
શનિદેવની દંડથી બચવા શું કરશો ?
શનિની પીડા અતિ કષ્ટદાયક હોય છે. એમ કહી શકાય કે, શનિદેવ ગણી ગણીને આપણો હિસાબ કરતા હોય છે. મૂળ તો શનિદેવ કોઈ નવું દુઃખ નથી આપતા પણ પૂર્વે આપણે જે ખોટા કર્મ કર્યા હોય તેનો જ ભોગવટો આપે છે. પણ, મનુષ્યની તાકાત એ પીડા ભોગવવાની નથી માટે શનિદેવને રીઝવવા પડે. શનિદેવને રીઝવીએ તો શૂળીના ઘા સોયે ટળી જાય.
સંધ્યાકાળે લોખંડના પાત્રમાં સરસવનું તેલ અથવા કોપરેલ ભરવું અને એ પાત્રમાં તેલ લગભગ દોઢ કલાક રહેવા દેવું. ત્યારબાદ એ તેલ પોતાના આખા શરીરે ચોળવું. તેલ મર્દન કર્યા બાદ એક આસન ઉપર એકાગ્રચિત્તે બેસીને હનુમાન ચાલીસાના 5 અથવા 11 પાઠ કરવા. હનુમાનચાલીસાના પાઠ થયા પછી સ્નાન કરી લેવું અને સ્વચ્છ વસ્ત્ર પહેર્યા પછી હનુમાનજીના મંદિરે જઈ શ્રીફળ વધેરવું અને સિંદૂરનું તિલક કરવું. મંદિરની બહાર જો કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ બેઠા હોય તો તેમને યથાશક્તિ દાન-દક્ષિણા અચૂક આપવી.
આ પ્રમાણે 7 શનિવારે કરવાથી શનિદેવની પીડામાંથી ઘણી રાહત મળશે અને શૂળીનો ઘા સોયે ટળી જશે.