Home /News /dharm-bhakti /

Aaj Nu Panchang: 3 ઓગસ્ટ આજે બુધવાર, કરો 'વસ્ત્ર દાન', જાણો શુભ મુહૂર્ત અને રાહુકાળ

Aaj Nu Panchang: 3 ઓગસ્ટ આજે બુધવાર, કરો 'વસ્ત્ર દાન', જાણો શુભ મુહૂર્ત અને રાહુકાળ

જ્યોતિષાચાર્ય અમિત ત્રિવેદી જણાવે છે કેવો રહેશે આજનો દિવસ

Budhvar Na Upay: કોઈ જરૂરીયાતમંદ વ્યક્તિને વસ્ત્રનું દાન કરજો. પણ કેવા વસ્ત્રનું દાન કરવું તે પણ જાણી લો. આછા લીલા અથવા ઘાટ્ટા લીલા રંગના વસ્ત્રોનું દાન કરવું. આ વસ્ત્ર સીવેલા હોય તો પણ વાંધો નથી અને કપડું હોય તો પણ વાંધો નથી. આ વસ્ત્રો અથવા કાપડ કોટનના હોય તે ખાસ ધ્યાન રાખવું. વળી, જૂના, કલર ઝાંખા થઈ ગયેલા, પહેરેલા વસ્ત્રો નહીં પણ શક્તિ પ્રમાણે ખર્ચ કરીને નવા વસ્ત્રોનું દાન કરવું.

વધુ જુઓ ...
    ધર્મભક્તિ ડેસ્ક: આજનું પંચાંગ (Aaj Nu Panchang): આજે 3ઓગસ્ટ, બુધવાર છે. આજનું પંચાગ (Aaj Nu panchang) અંગે જ્યોતિષાચાર્ય અમિત ત્રિવેદી (jyotishacharya Amit Trivedi)જણાવે છે. આજે શ્રાવણ સુદ છઠ છે. આજે બુધવારે બુધ ગ્રહનું અતિ મહત્ત્વ હોય છે. બુધ ગ્રહ ધન, પ્રમોશન, વેપાર, ભાષા વગેરેનો કારક છે એટલે કે પ્રતિનિધિત્વ કરે છે. બુધ ગ્રહને પન્નાનું નંગ પહેરીને પણ બળવાન બનાવી શકાય પણ આજે હું તમને એક અતિ સરળ કર્મનું માર્ગદર્શન આપી રહ્યો છું.

    કોઈ જરૂરીયાતમંદ વ્યક્તિને વસ્ત્રનું દાન કરજો. પણ કેવા વસ્ત્રનું દાન કરવું તે પણ જાણી લો. આછા લીલા અથવા ઘાટ્ટા લીલા રંગના વસ્ત્રોનું દાન કરવું. આ વસ્ત્ર સીવેલા હોય તો પણ વાંધો નથી અને કપડું હોય તો પણ વાંધો નથી. આ વસ્ત્રો અથવા કાપડ કોટનના હોય તે ખાસ ધ્યાન રાખવું. વળી, જૂના, કલર ઝાંખા થઈ ગયેલા, પહેરેલા વસ્ત્રો નહીં પણ શક્તિ પ્રમાણે ખર્ચ કરીને નવા વસ્ત્રોનું દાન કરવું.

    જેથી બુધ ગ્રહની કૃપા પ્રાપ્ત થશે અને ધનની તંગી હશે તો તે દૂર થશે, નોકરીમાં પ્રમોશન અટક્યું હશે તો વાત આગળ ધપશે અને જો વેપારમાં ચડતી-પડતી અવારનવાર રહેતી હશે તો આ ઉપાય તમને વધુ સુંદર ફળ આપી શકે છે.

    આજનું પંચાંગ -
    ચંદ્રમાસ – શ્રાવણ સુદ છઠ
    ચંદ્રરાશિ –કન્યા (પ,ઠ,ણ)
    નક્ષત્ર – હસ્ત (સાંજે 6.24 પછી ચિત્રા)
    યોગ – સિદ્ધ (સાંજે 5.48થી સાધ્ય)
    કરણ – કૌલવ (સાંજે 5.46થી તૈતિલ)
    બ્રહ્મમુહૂર્ત - સવારે 4.46 થી 5.30(પ્રાણાયામ તેમજ ધ્યાન માટે શ્રેષ્ઠ સમય)
    સૂર્યોદય - સવારે 6.18
    સૂર્યાસ્ત- સાંજે 7.13
    ચંદ્રોદય – સવારે 10.47
    ચંદ્રાસ્ત – રાત્રે 11.02
    ગોધૂલી – સાંજે 7.01થી 7.25
    ગુલીક – બપોરે 12.42થી 2.18, રાત્રે 4.54થી સાંજે 6.17
    યમઘંટક – સવારે 8.42થી 9.30
    રાહુકાળ – બપોરે 12.00 થી 1.30
    વિજય મુહૂર્ત – બપોરે 12.33થી 12.57



    આજના દિવસનું વિશેષ -
    1. સવારે 9.39થી સૂર્યદેવ આશ્લેષા નક્ષત્રમાં ભ્રમણ કરશે. વાહન મોર રહેશે.
    2. શુભ ચોઘડીયા – સવારે 6.18થી 9.32, સવારે 11.08થી 12.45, બપોરે 3.59થી સાંજે7.13
    3. રવિયોગ સવારે 9.39 પૂર્ણ
    4. કુમારયોગ સાંજે 6.24 પૂર્ણ
    Published by:Margi Pandya
    First published:

    Tags: Aaj nu panchang, Budh dev, Budh Gochar, Budhvar na upay

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन