પૂજા વિધિ – પીળા વસ્ત્ર ઉપર માતાજીને પધરાવવા ત્યારબાદ ઘીનો દિવો પ્રગટાવવો (પૂજા સંપૂર્ણ ન થાય ત્યાં સુધી દિવો પ્રગટ જ રાખવો). માતાજીને શ્રી મહાલક્ષ્મ્યૈ નમઃ આ મંત્રનો જાપ કરતા કરતા ત્રણ વખત માતાજીને સ્વચ્છ જળથી સ્નાન કરાવવું. ત્યારબાદ ગુલાબજળથી સ્નાન કરાવવું, ત્યારબાદ દૂધથી સ્નાન કરાવવું, ત્યારબાદ કેસર મિશ્રીત જળથી સ્નાન કરાવવું. સ્નાન બાદ માતાજીને કમળનું પુષ્પ અર્પણ કરવું અને મોગરાના પુષ્પ માતાજીની ફરતે ગોઠવવા ત્યારબાદ ધૂપ કરવું.
શ્રીસૂક્તમનો પાઠ - શ્રીસૂક્તમનો પાઠ કરવાનો છે, પણ શ્રીસૂક્તમની પ્રત્યેક ઋચા બોલ્યા બાદ માતાજીને હળદર મિશ્રીત ચોખા ચઢાવવાના છે. આ પ્રકારે ત્રણ વખત શ્રીસૂક્તમનો પાઠ બોલવાનો છે. જો સમય હોય તો 108 વખત પણ શ્રીસૂક્તમનો પાઠ કરી શકો છો. શ્રીસૂક્તમનો પાઠ સંપૂર્ણ થયા બાદ માતાજીની આરતી ઉતારવી અને પીળી બરફીનો પ્રસાદ ધરાવવો.
એક વિશેષ બાબત કરવાની છે - પૂજાનો પ્રારંભ કરતા પહેલા ઘરમાં મનીપ્લાન્ટનું કૂંડું ન હોય તો અગાઉથી જ લાવી દેવું. પૂજા બાદ જે જળ એકઠું થાય તેને મનીપ્લાન્ટના કૂંડામાં પધરાવી દેવાનું છે. વળી, પધરાવેલા ચોખાને લઈ ઘરના કબાટમાં મૂકી દેવા. બેંકના લોકરમાં પણ મૂકી દેવા. સ્ત્રીઓના ઘરેણાનું જે બોક્સ હોય તેમાં પણ પધરાવી દેવા.
આ પૂજા કર્યા બાદ તમને દિવ્ય ઊર્જાની અનુભૂતિ થશે અને શ્રી મહાલક્ષ્મીની દેવીના પૂર્ણ આશીર્વાદ મળશે.