Home /News /dharm-bhakti /

10th August Panchang : શ્રાવણ સુદ તેરસનું પંચાગ, ઘરમાં ઝઘડાં થતા હોય તો કરો આ બે સરળ ઉપાય

10th August Panchang : શ્રાવણ સુદ તેરસનું પંચાગ, ઘરમાં ઝઘડાં થતા હોય તો કરો આ બે સરળ ઉપાય

આજનું પંચાંગ

Aaj nu Panchang: દિવસ દરમિયાન સૌના મન ઊંચા રહેતા હોય છે અને ઘરનું વાતાવરણ કલૂષિત થાય છે. ઘરમાં ઝઘડાં ન થાય, શાંતિ જળવાય અને સૌનો મનમેળ વધે તે માટે આ ઉપાય કરો.

  અમદાવાદ : આજે 10મી ઓગસ્ટ 2022 અને બુધવાર. આજે શ્રાવણ સુદ તેરસ છે. 

  કેટલીક વખત ઘરમાં સાવ નક્કામી બાબતોમાં મોટા ઝઘડાં થઈ જતા હોય છે. દિવસ દરમિયાન સૌના મન ઊંચા રહેતા હોય છે અને ઘરનું વાતાવરણ કલૂષિત થાય છે. ઘરમાં ઝઘડાં ન થાય, શાંતિ જળવાય અને સૌનો મનમેળ વધે તે માટે ઘરની દક્ષિણ દિશા તરફ મોંઢું રાખીને નિત્ય હનુમાનચાલીસાનું ગાન કરવું. વળી, ઘરના પ્રત્યેક ખૂણામાં આખા મીઠાંના ગાંગડા મૂકી દેવા. અમાસની રાત્રે ઘરમાં ગૂગળનું ધૂપ કરવું. સાથે સાથે ગુરૂવારે પુરુષ વર્ગે દાઢી ન કરવી અને કાળા કપડાં ન પહેરવા. આ પ્રમાણે કરવાથી ઘરમાં સૌના મનમાં પ્રસન્નતા જળવાશે. દક્ષિણ દિશા અને નૈઋત્ય દિશામાંથી જો નકારાત્મક તરંગો આવતા હશે તો તેનું શમન થશે.

  આજનું પંચાંગ


  ચંદ્રમાસ – શ્રાવણ સુદ તેરસ
  ચંદ્રરાશિ –ધન (ભ,ધ,ફ,ઢ), બપોરે 2.59થી મકર (ખ,જ)
  નક્ષત્ર – પૂર્વાષાઢા (સવારે 9.40થી ઉત્તરાષાઢા)
  યોગ – પ્રીતિ (સાંજે 7.36થી આયુષ્માન)
  કરણ – તૈતિલ (બપોરે 2.17થી ગર)
  બ્રહ્મમુહૂર્ત - સવારે 4.42 થી 5.26(પ્રાણાયામ તેમજ ધ્યાન માટે શ્રેષ્ઠ સમય)
  સૂર્યોદય - સવારે 6.20
  સૂર્યાસ્ત- સાંજે 7.10
  ચંદ્રોદય – સાંજે 4.54
  ચંદ્રાસ્ત – રાત્રે 4.05
  ગોધૂલી – સાંજે 6.57થી 7.21
  ગુલીક – બપોરે 12.44થી 2.20, રાત્રે 4.50થી 6.13
  યમઘંટક – સવારે 8.44થી 9.32
  રાહુકાળ – બપોરે 12.00થી 1.30
  વિજય મુહૂર્ત – બપોરે 12.32થી 12.56


  આજના દિવસનું વિશેષ 


  1. મંગળ ગ્રહ વૃષભ રાશિમાં રાત્રે 9.12 પ્રવેશ કરશે
  2. શુભ ચોઘડીયા – સવારે 6.20થી 9.32, સવારે 11.08થી 12.45, બપોરે 3.57થી સાંજે 7.09
  3. આજે શંખનાદ કરવો
  4. શ્રી નારાયણને તુલસીપત્ર અર્પણ કરવું
  5. નારાયણ કવચનો પાઠ કરવો

  ( જ્યોતિષાચાર્ય અમિત ત્રિવેદી (મો) 98255 22235)
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: Aaj nu panchang, આજનું પંચાંગ, ધર્મ ભક્તિ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन