Home /News /dharm-bhakti /Aaj Nu Panchang 8 August: આજે શ્રાવણીયો સોમવાર અને પવિત્રા એકાદશીની ખાસ પૂજા, જાણો આજનું પંચાગ

Aaj Nu Panchang 8 August: આજે શ્રાવણીયો સોમવાર અને પવિત્રા એકાદશીની ખાસ પૂજા, જાણો આજનું પંચાગ

આજનું પંચાગ

Aaj Nu Panchang 8 August : આજે 8 ઓગસ્ટને સોમવાર છે. આજના પંચાગ અંગે જ્યોતિષાચાર્ય અમિત ત્રિવેદી (jyotishacharya Amit Trivedi) જણાવે છે

અમદાવાદ : આજનું પંચાંગ (Aaj Nu Panchang): આજે 8 ઓગસ્ટને સોમવાર છે. આજના પંચાગ (Aaj Nu panchang) અંગે જ્યોતિષાચાર્ય અમિત ત્રિવેદી (jyotishacharya Amit Trivedi) જણાવે છે. આજે બે ખૂબ અદભૂત સંયોગ રચાયા છે. આજે પવિત્રા એકાદશી (પુત્રદા એકાદશી) અને શ્રાવણ માસનો સોમવાર પણ છે. આજે સવારે 10.30 પહેલા શ્રીહરિને પવિત્રા ધરાવવા અને સંધ્યાકાળે ગાયના ઘીનો દિવો કરીને વિષ્ણુસહસ્રનામનો જાપ કરવો તેમજ બ્રાહ્મણોને દાન-દક્ષિણા અર્પણ કરવી તેમજ રાત્રિના 12.00 સુધી શ્રીમદ્ ભાગવત પુરાણનું વાંચન કરવું.

આજે શ્રાવણ મહિનાનો સોમવાર પણ છે એટલે એક પ્રકારે હરિ અને હર બેઉની પૂજાનો અવસર આપણને મળ્યો છે. શિવજીને ધતુરાનું પુષ્પ તેમજ ચંદનની અર્ચા કરવી. સાથે સાથે શિવજી સન્મુખ બેસીને શિવતાંડવ સ્તોત્રનો પાઠ કરવો. શિવ તાંડવ સ્તોત્રનો પાઠ થઈ ગયા પછી શિવજીને જળનો અભિષેક કરવો.
આજે આટલું કરવાથી સર્વ પ્રકારના દોષથી મુક્તિ મળશે અને અટક્યા કાર્યો પૂર્ણ થશે.

આ પણ વાંચો - 12 ઓગસ્ટે રાખડી બાંધવાનું વિચારી રહ્યા છો, તો રાખો આ બાબતનું ખાસ ધ્યાન

આજનું પંચાંગ


ચંદ્રમાસ – શ્રાવણ સુદ એકાદશી
ચંદ્રરાશિ – વૃશ્ચિક (ન,ય) (બપોરે 2.38થી ધન (ભ,ધ,ફ,ઢ))
નક્ષત્ર – જ્યેષ્ઠા (બપોરે 2.38થી મૂળ)
યોગ – ઐન્દ્ર (સવારે 6.55થી વૈધૃતિ – વૈધૃતિયોગ અશુભ છે)
કરણ – વણિજ (સવારે 10.30થી વિષ્ટી, રાત્રે 9.02થી બવ)
બ્રહ્મમુહૂર્ત - સવારે 4.44 થી 5.28(પ્રાણાયામ તેમજ ધ્યાન માટે શ્રેષ્ઠ સમય)
સૂર્યોદય - સવારે 6.19
સૂર્યાસ્ત- સાંજે 7.10
ચંદ્રોદય – બપોરે 3.45
ચંદ્રાસ્ત – રાત્રે 1.59
ગોધૂલી – સાંજે 6.58થી 7.22
ગુલીક – બપોરે 3.56થી 5.31, રાત્રે 9.56થી 11.19
યમઘંટક – બપોરે 11.55થી 12.43
રાહુકાળ – સવારે 7.30થી 9.00
વિજય મુહૂર્ત – બપોરે 12.32થી 12.56


આજના દિવસનું વિશેષ


1. શુભ ચોઘડીયા – સવારે 6.19થી 7.56, સવારે 9.32થી 11.08, બપોરે 3.58થી સાંજે 7.10
2. પવિત્રા એકાદશી (સવારે 10.30 પહેલા ભગવાનને પવિત્રા ધરાવવા)
3. વિંછુડો બપોરે 2.38 સમાપ્ત
4. કુમારયોગ બપોરે 2.38થી રાત્રે 9.02 (શુભયોગ) દસ્તાવેજી કાર્યો માટે શુભ.
First published:

Tags: Aaj nu panchang, Daily panchang, Panchang, Todays Panchang

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો