ધર્મ ભક્તિ ડેસ્ક : 6 જુલાઈ 2022, બુધવારનો (Todays Panchang) દિવસ કેવો રહેશે, કેવું છે આજનું પંચાગ (Aaj Nu panchang) તે અંગે જ્યોતિષાચાર્ય અમિત ત્રિવેદી (jyotishacharya Amit Trivedi)જણાવે છે. બુધવારનો સ્વભાવ બેવડાવાનો ખરો પણ જો આ બાબત શુભ અને અશુભ એમ બેઉ મુદ્દે સરખી લાગુ પડે છે. આજે થોડીક મિનિટો માટે રવિયોગ છે. રવિયોગ ખૂબ જ શુભ છે કારણ કે, રવિયોગમાં તેર પ્રકારના કુયોગને નાશ કરવાનું સામર્થ્ય છે (રવિયોગનો સમય નીચે દર્શાવવામાં આવ્યો છે). સોનામાં સુગંધ ભળે તેવો ઘાટ સર્જાયો છે કારણ કે આજે સૂર્યદેવ પુનર્વસુ નક્ષત્રમાં પ્રવેશ કરશે. આ સંયોગનો લાભ લેશો તો માન-સન્માનમાં ઉમેરો થશે, નોકરીમાં પ્રમોશનની તકો વધશે. તમારા શરીરના નાના-મોટા રોગ મટવાની સંભાવના વધી જશે. આ યોગમાં સૂર્યદેવને પ્રાર્થના કરશો તો તમને સર્વપ્રકારે સિદ્ધિ અર્પણ કરશે.
ચંદ્રમાસ : અષાઢ સુદ સાતમ, સંવત 2078 સાંજે 7.49થી આઠમ
ચંદ્રરાશિ : કન્યા (પ,ઠ,ણ)
નક્ષત્ર : પૂર્વાફાલ્ગુની, સવારે 11.44થી હસ્ત
યોગ : વરિયાન, સવારે 11.42થી પરીઘ
કરણ કૌલવ : સવારે 7.44થી વણિજ, સાંજે 7.49થી વિષ્ટી
બ્રહ્મમુહૂર્ત : સવારે 4.39 થી 5.52 (પ્રાણાયામ તેમજ ધ્યાન માટે શ્રેષ્ઠ સમય)