Home /News /dharm-bhakti /

આજનું પંચાંગ, 5 જુલાઇ 2022: આજે છે ત્રિપુષ્કરયોગ, શુભ કાર્યનું મળશે ત્રણ ગણું ફળ

આજનું પંચાંગ, 5 જુલાઇ 2022: આજે છે ત્રિપુષ્કરયોગ, શુભ કાર્યનું મળશે ત્રણ ગણું ફળ

આજનું પંચાગ

Aaj Nu Panchang: આ સમયે તમે જે શુભ કાર્ય કરશો તેનું ત્રણ ગણું ફળ પ્રાપ્ત થશે. આ સમય ચૂકવા જેવો નથી. કોઈ વિશેષ કાર્ય ન હોય તો તમે ગણેશઅથર્વશિર્ષનો પાઠ કરી શકો, તમારા ઇષ્ટદેવની પૂજા ઉપાસના કરી શકો છો જેથી, તમને તેનું ત્રણ ગણું ફળ પ્રાપ્ત થાય છે.

વધુ જુઓ ...
  ધર્મ ભક્તિ ડેસ્ક: 5 જુલાઈ 2022, મંગળવારનો (Todays Panchang) દિવસ કેવો રહેશે કેવું છે આજનું પંચાગ (Aaj Nu panchang) તે અંગે જ્યોતિષાચાર્ય અમિત ત્રિવેદી જણાવે છે. મંગળવારની ગણના અશુભ દિવસમાં થતી હોય છે. મંગળવાર ઘણો આકરો વાર કહ્યો છે. મંગળવારે કોઈ મનદુઃખ થાય, કોઈની સાથે તકરાર થાય તો સંયમ રાખવો કારણ કે, મંગળવારના ઝઘડાના પરિણામો ઘણા ખરાબ આવતા હોય છે. પણ આજનો મંગળવાર એક ખાસ સમય ખૂબ શુભ છે. આ સમયે તમે જે શુભ કાર્ય કરશો તેનું ત્રણ ગણું ફળ પ્રાપ્ત થશે. આ સમય ચૂકવા જેવો નથી. કોઈ વિશેષ કાર્ય ન હોય તો તમે ગણેશઅથર્વશિર્ષનો પાઠ કરી શકો, તમારા ઇષ્ટદેવની પૂજા ઉપાસના કરી શકો છો જેથી, તમને તેનું ત્રણ ગણું ફળ પ્રાપ્ત થાય છે. આ યોગનું નામ છે- ત્રિપુષ્કર યોગ. ત્રિપુષ્કરયોગનો સમય નીચે દર્શાવ્યો છે.

  ચંદ્રમાસ  અષાઢ સુદ છઠ, સંવત 2078 સાંજે 7.29થી સાતમ
  ચંદ્રરાશિ  સિંહ (મ,ટ), સાંજે 4.52થી કન્યા (પ,ઠ,ણ)
  નક્ષત્ર પૂર્વા ફાલ્ગુની, સવારે 10.30થી ઉત્તરાફાલ્ગુની
  યોગ વ્યતિપાત, બપોરે 12.15થી વરિયાન
  કરણ કૌલવ, સવારે 7.05 તૈતીલ, સાંજે 7.29થી ગર
  બ્રહ્મમુહૂર્ત સવારે 4.35 થી 5.17 (પ્રાણાયામ તેમજ ધ્યાન માટે શ્રેષ્ઠ સમય)
  સૂર્યોદય સવારે 6.00
  સૂર્યાસ્ત સાંજે 7.29
  ચંદ્રોદય સવારે 10.17
  ચંદ્રાસ્ત રાત્રે 11.16
  ગોધૂલી સાંજે 7.08થી 7.32 (શુભ સમય)
  બપોરે 2.23 થી 4.02 રાત્રે 08.41થી 10.02
  યમઘંટક સવારે 10.13થી 11.02
  રાહુકાળ સાંજે 4.02 થી 5.41
  વિજય મુહૂર્ત બપોરે 12.32 થી 12.56

  આ રાશિના જાતકોએ કોઈ મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટને લઈને સાવધાન રહેવું

  આજના દિવસનું વિશેષ -

  • બપોરે 12.15 સુધી વ્યતિપાત યોગ છે માટે, શુભ કાર્ય ટાળવા
  • સાંજે 7.29થી ત્રિપુષ્કર યોગ જે, તા.6-7-2022ના સવારે 11.44 સુધી રહેશે (શુભયોગ)
  • શુભ સમય – સવારે 11.05થી બપોરે 2.43, સાંજે 4.02થી 5.43
  • ગણેશજીને દુર્વા અર્પણ કરવી
  • ઘઉંનું દાન કરવું
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: Aaj nu panchag, Dharam bhakti, Shubh muhurat

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन