ધર્મ ભક્તિ ડેસ્ક: 4 જુલાઈ 2022, સોમવારનો દિવસ કેવો રહેશે કેવું છે આજનું પંચાગ (Aaj Nu panchang) તે અંગે જ્યોતિષાચાર્ય અમિત ત્રિવેદી જણાવે છે, તેઓ કહે છે અંકશાસ્ત્ર પ્રમાણે તા.4 રાહુનું પ્રતિપાદન કરે છે પણ આજે સોમવાર છે. સોમવારની શુભવારમાં ગણના થાય છે. વળી, રાહુની પીડાનું શમન શિવઉપાસનાથી જ શક્ય છે. જેથી, તા.4 અને સોમવારનું સંકલન રાહુની નિવારવા માટે અવશ્ય થઈ શકે છે. શિવમંદિરમાં બેસીને ઓમ નમઃ શિવાય- મંત્રજાપ કરવો, શિવલીંગને ચંદનની અર્ચા કરવી, શિવજીને કાળા તલનો અભિષેક કરવો. સફાઈ કર્મચારીને શક્ય તેટલી મદદ કરવી. વળી, એક સરળ અને હાથવગો ઉપાય છે કે- તમારે ઘરમાં સફાઈ કરવી અને ત્યારબાદ હાથ-પગ ધોઈને સંપૂર્ણ ઘરમાં ધૂપ કરવી.