Home /News /dharm-bhakti /Aaj Nu Panchang: આજેથી 'શારદીય નવરાત્રી'નો ચોથો દિવસ, જાણો શુભ-અશુભ મુહૂર્ત અને રાહુકાળ

Aaj Nu Panchang: આજેથી 'શારદીય નવરાત્રી'નો ચોથો દિવસ, જાણો શુભ-અશુભ મુહૂર્ત અને રાહુકાળ

આજનું પંચાંગ

Navratri 2022: આજથી શારદીય નવરાત્રીનો ચોથો દિવસ છે. શુભ મુહૂર્તની વાત કરીએ તો, શુભ ચોઘડીયા – સવારે 6.30થી 8.00, બપોરે 11.00થી 3.30, સાંજે 4.59થી રાત્રે 9.30 છે. આજે વિનાયક ચતૂર્થી પણ છે.

  ધર્મભક્તિ ડેસ્ક: આજે 29 સપ્ટેમબર, 2022 ગુરુવાર એટલે કે આસો સુદ ચોથ છે. આજના પંચાગ (Aaj Nu panchang) અંગે જ્યોતિષાચાર્ય અમિત ત્રિવેદી જણાવે છે. આદ્યશક્તિ માતા જગદંબાનું સામર્થ્ય શું છે ? માતાજીની કાંતિ શરદના ચંદ્રના કિરણો જેવી ઉજ્જવળ છે, પ્રકાશમાન છે. સુંદર રત્નવાળા કુંડળ તથા હારથી જે સુશોભિત છે. માતાજીએ દિવ્ય આયુધ ધારણ કર્યા છે અને તેમના હજાર હાથ ઘેરા નીલ વર્ણવાળા છે. માતાજીના ચરણ લાલ કમળ જેવા છે. ભગવતી પરમેશ્વરી મહિષાસુર, ચંડ, મુંડ, શુભાસુર આદિ મહા ભયંકર અસુરનો નાશ કરવામાં સમર્થ છે. માતાજીની લીલા બ્રહ્મા, ઇન્દ્ર, રુદ્ર તથા મુનિઓને પણ વિસ્મય પમાડનારી છે. માતાજી સર્વ દેવોની મૂર્તિમંત શક્તિ છે, અને અનેક રૂપ ધારણ કરી પોતાના ભક્તોનું રક્ષણ કરવામાં સમર્થ છે.

  તા. 29-9-2022, ગુરૂવાર
  તિથિ – આસો (આશ્વિન) સુદ ચોથ, સંવત 2078
  આજે ચોથું નોરતું
  આજે કુષ્માંડા દેવીનું પૂજન કરવું.
  સૂર્યોદય – 6.30
  સૂર્યાસ્ત – સાંજે 6.29
  રાશિ –તુલા (ર,ત)
  નક્ષત્ર – વિશાખા
  યોગ – વિષ્કુંભ
  કરણ – વણિજ, બપોરે 12.51થી વિષ્ટી
  ચંદ્રોદય – સવારે 9.23
  ચંદ્રાસ્ત – રાત્રે 9.00
  બ્રહ્મ મુહૂર્ત – સવારે 4.42 થી 5.29 (પ્રાણાયમ તેમજ ધ્યાન માટે શ્રેષ્ઠ સમય)
  અમત ઘટી – સવારે 3.42થી 5.18
  ગોધૂલી – સાંજે 6.17થી 6.41
  ગુલીક – સવારે 10.57થી 12.26, રાત્રે 3.29થી 4.59
  યમઘંટક – સવારે 10.10થી 10.54
  રાહુકાલ – બપોરે 1.30થી 3.00
  વિજય મુહૂર્ત – બપોરે 12.17થી 12.41   દિન વિશેષ –
  • વિનાયક ચતુર્થી
  • ભદ્રા બપોરે 12.51થી 12.10
  • શુભ ચોઘડીયા – સવારે 6.30થી 8.00, બપોરે 11.00થી 3.30, સાંજે 4.59થી રાત્રે 9.30
  Published by:Margi Pandya
  First published:

  Tags: Aaj nu panchang, Navratri 2022

  विज्ञापन
  विज्ञापन