ધર્મભક્તિ ડેસ્ક: આજનું પંચાંગ (Aaj Nu Panchang): આજે 29 જુલાઈ, શુક્રવાર છે. આજનું પંચાગ (Aaj Nu panchang) અંગે જ્યોતિષાચાર્ય અમિત ત્રિવેદી (jyotishacharya Amit Trivedi)જણાવે છે. આજથી પવિત્ર શ્રાવણ માસનો (Sawan 2022) પ્રારંભ થાય છે. આજે શ્રાવણ (Shravan Month) સુદ એકમ છે. શિવ મહિમા (Shiv Mahima) મારે બહુ વિશેષ સમજાવવાનો નથી કારણ કે યુગયુગાંતરથી દેવાધીદેવ મહાદેવનું માહાત્મ્ય લખાતું આવ્યું છે, વંચાતું આવ્યું છે અને ગવાતું આવ્યું છે. આજે હું આપને બીજી અગત્યની માહિતી આપવા જઈ રહ્યો છું.
શિવજીને શું અર્પણ થાય અને શું ન થાય ?
શિવજીને જળનો અભિષેક કરી શકાય, ચંદનની અર્ચા કરી શકાય, ગાયના દૂધનો અભિષેક કરી શકાય, ગલગોટા, ગુલાબ, ધતૂરો, બિલ્વફળ, બિલિપત્ર અર્પણ થઈ શખે, ગાયના ઘીનો અભિષેક થઈ શકે, જુદા જુદા ફળોના રસ દ્વારા અભિષેક થઈ શકે. ફળમાં કેળું અર્પણ થઈ શકે પણ, તુલસી ન અર્પણ થાય તેનું ખાસ ધ્યાન રાખજો.
શિવાષ્ટકં, દ્વાદશ જ્યોતિર્લીંગ સ્તોત્ર, શિવ મહિમ્ન સ્તોત્ર, શિવ પંચાક્ષર સ્તોત્ર, શિવ તાંડવ સ્તોત્ર, રુદ્રાષ્ટકં, બિલ્વાષ્ટકં વગેરે સ્તુતિ સ્તોત્રનો પાઠ થઈ શકે. આપ આપના ઘરમાં પાર્થેશ્વરની (પાર્થિવ શિવલીંગ) સ્થાપના શ્રાવણ માસના પૂજન નિમિત્તે કરી શકો પછી તેને નદી, સરોવરના જળમાં વિસર્જીત કરી શકો છો. શ્રાવણ માસમાં તમે પારદનું શિવલીંગ પણ તમારા ઘરમંદિરમાં પધરાવી શકો છો અને આજીવન તેની સેવા-પૂજા-અર્ચના કરી શકો છો. ઘરમાંથી નકારાત્મકતા, જીવનમાં સુખશાંતિ, ઉત્તમ આરોગ્ય, ધન, વૈભવ, સંપત્તિ વગેરે સઘળું કંઈ શિવજી પાસે માંગી શકાય છે. શિવજી ભોળાનાથ છે, ભક્ત ઉપર ખૂબ ઝડપથી પ્રસન્ન થાય છે. પણ આપણું છેવટનું લક્ષ્ય સુખી જીવન અને મોક્ષ હોવો જોઈએ. આપણે સુખી જીવન અને મોક્ષ માટે મહાદેવજીના ચરણોમાં પ્રાર્થના કરવાની છે.