Home /News /dharm-bhakti /Aaj Nu Panchang: 29 ઓગસ્ટ, આજે ભાદરવા સુદ બીજ, સાંજ સુધી બની રહ્યો છે 'ત્રીપુષ્કર યોગ'

Aaj Nu Panchang: 29 ઓગસ્ટ, આજે ભાદરવા સુદ બીજ, સાંજ સુધી બની રહ્યો છે 'ત્રીપુષ્કર યોગ'

આજનું પંચાગ

Todays Day: આજે ત્રિપુષ્કર યોગ છે જે સૂર્યોદયથી બપોરે 3.21 સુધીનો રહેશે.. આ ત્રિપુષ્કર યોગમાં જે કાર્ય કરશો તેનું ત્રણગણું ફળ મળશે. એ પછી ભલે, શુભ હોય કે અશુભ.

  Aaj Nu panchang: આજે 29 ઓગસ્ટ છે. આજનું પંચાગ  અંગે જ્યોતિષાચાર્ય અમિત ત્રિવેદી જણાવે છે. આજે ભાદરવા સુદ બીજ છે. આજે ત્રિપુષ્કરયોગ છે. સામાન્યતઃ મહેનત કરીને તૂટી જઈએ ત્યારે મહેનતના પ્રમાણમાં પણ ફળ નથી મળતું. ત્યારે હું અહીં ત્રણ ગણું ફળ મેળવવાની વાત કરું ત્યારે તમને કદાચ આ વાત ગળે ન પણ ઊતરે. પણ, નકારાત્મક ન થશો, કોઈપણ વાત કેમ કહેવામાં આવે છે ? તે પણ સમજવું અને એક બીજી વાત પણ મનમાં નક્કી રાખજો કે આ સંસારમાં કંઈ પણ શક્ય છે. આજે ત્રિપુષ્કર યોગ છે (સમય દિનવિશેષમાં દર્શાવ્યો છે). આ ત્રિપુષ્કર યોગમાં જે કાર્ય કરશો તેનું ત્રણગણું ફળ મળશે. એ પછી ભલે, શુભ હોય કે અશુભ.

  આપણે અશુભ ફળ નથી જોઈતું આપણે શુભ ફળ જ જોઈએ છે માટે આ સમયમાં તમે તમારી સંકલ્પ પૂર્તિ માટે તમારા કાર્યનો પ્રારંભ કરજો અથવા જો કાર્ય અગાઉથી પ્રારંભ થઈ ગયું હોય તો ભગવાન ચરણે અરજ કરજો અને તે કાર્યને સ્હેજ ફંફોસજો... સફળતાના સ્વાદ ચાખવા કોને ન ગમે !

  *ભાદરવા માસનું નામ પૂર્વાભાદ્રપદ નક્ષત્ર પરથી પડ્યું છે.


  તા. 29-8-2022, સોમવાર
  તિથિ – ભાદરવા સુદ બીજ
  તિથિ સ્વામી - બ્રહ્મા
  રાશિ – કન્યા (પ,ઠ,ણ)
  નક્ષત્ર – પૂર્વાફાલ્ગુની
  યોગ – સાધ્ય
  કરણ – કૌલવ (બપોરે 3.21 પછી તૈતિલ)
  સૂર્યોદય – 6.24
  સૂર્યાસ્ત – સાંજે 6.56
  ચંદ્રોદય – સવારે 7.52
  ચંદ્રાસ્ત – રાત્રે 8.28
  બ્રહ્મ મુહૂર્ત – સવારે 4.43 થી 5.28 (પ્રાણાયમ તેમજ ધ્યાન માટે શ્રેષ્ઠ સમય)
  અમૃત ઘટી – સવારે 4.29થી 6.25
  ગોધૂલી – સાંજે 6.45થી 7.09 (શુભ સમય)
  ગુલીક – બપોરે 3.43થી સાંજે 5.16, સાંજે 7.48થી રાત્રે 11.14
  યમઘંટક – બપોરે 11.47થી 12.33
  રાહુકાલ – સવારે 7.30થી 9.00
  વિજય મુહૂર્ત – બપોરે 12.28થી 12.52


  દિન વિશેષ


  • ત્રિપુષ્કર યોગ – સૂર્યોદયથી બપોરે 3.21
  • શુભ ચોઘાડિયા – સવારે 6.25થી 7.29, સવારે 9.32થી 11.06, બપોરે 2.14થી રાત્રે 8.22
  Published by:Margi Pandya
  First published:

  Tags: Aaj nu panchang, Somvar, Somvar na upay

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन