Home /News /dharm-bhakti /Aaj Nu Panchang: આજે ત્રીજુ નોરતું, કરો ચંદ્રઘંટા દેવીનું પૂજન, જાણો શુભ-અશુભ મુહૂર્ત અને રાહુકાળ

Aaj Nu Panchang: આજે ત્રીજુ નોરતું, કરો ચંદ્રઘંટા દેવીનું પૂજન, જાણો શુભ-અશુભ મુહૂર્ત અને રાહુકાળ

કેવો રહેશે આજનો દિવસ વાંચો આજનાં શુભ ચોઘડિયા

Navratri 2022: આજથી શારદીય નવરાત્રીનો ત્રીજો દિવસ છે. આજનાં શુભ ચોઘડીયા – સવારે 6.30થી 9.30, સવારે 11.00થી 12.30, બપોરે 3.30થી સાંજે 6.29 . આજે બુધનો પૂર્વોદય છે.

  ધર્મભક્તિ ડેસ્ક: આજે 28 સપ્ટેમબર, 2022 બુધવારનો દિવસ છે એટલે કે આસો સુદ ત્રીજ છે. આજના પંચાગ (Aaj Nu panchang) અંગે જ્યોતિષાચાર્ય અમિત ત્રિવેદી જણાવે છે. ઘરમાં ધૂપ કરવાથી શું લાભ થાય ? આપણે જાણીએ છીએ કે પવન દ્વારા ધ્વનિના તરંગો વહન પામતા હોય છે. જો વાતાવરણમાં પવન ન હોય તો ધ્વનીના તરંગો વહન ન પામે. આ પવનની ગતિ દ્વારા જુદા જુદા અનેક વાક્યો, સારા-ખરાબ શબ્દો આપણા ઘરમાંથી પણ પસાર થતાં હશે. કદાચ બધું આપણે સાંભળી નહીં શકતા હોઈએ પણ પવનમાં એ ધ્વનિના મોજા અવશ્ય ભળેલા હોય છે. આપણે આપણા ઘરની ફર્શ તો સાફ કરીએ છીએ પણ વાયુનું શું ? નવરાત્રિ દરમિયાન જો આપણે ઘરમાં લોબાન અને કર્પૂરનું ધૂપ કરીશું તો વાયુમાંથી અનિષ્ટ તરંગો નાશ પામશે અને પવિત્રતા ઉમેરાશે. ધૂપથી પરીપૂર્ણ વાયુ જ્યારે આપણા ઘરના પ્રત્યેક ખૂણામાં જશે ત્યારે પવિત્રતાની સ્થાપના થશે. આપણા ઘરનું વાતાવરણ પવિત્ર બનશે અને દેવીકૃપા માટે આપણે સુપાત્ર કહેવાઈશું.

  તા. 28-9-2022, બુધવાર
  તિથિ – આસો (આશ્વિન) સુદ ત્રીજ, સંવત 2078
  આજે ત્રીજું નોરતું
  આજે ચંદ્રઘંટા દેવીનું પૂજન કરવું
  સૂર્યોદય – 6.30
  સૂર્યાસ્ત – સાંજે 6.29
  રાશિ – તુલા (ર,ત)
  નક્ષત્ર – સ્વાતિ
  યોગ – વૈધૃતિ
  કરણ – તૈતિલ, બપોરે 2.01થી ગર
  ચંદ્રોદય – સવારે 8.26
  ચંદ્રાસ્ત – રાત્રે 8.18
  બ્રહ્મ મુહૂર્ત – સવારે 4.43 થી 5.30 (પ્રાણાયમ તેમજ ધ્યાન માટે શ્રેષ્ઠ સમય)
  અમૃત ઘટી – સવારે 2.30 થી 4.06
  ગોધૂલી – સાંજે 6.17થી 6.41
  ગુલીક – બપોરે 12.26થી 1.56, રાત્રે 4.59થી 6.59
  યમઘંટક – સવારે 8.42થી 9.26
  રાહુકાલ – બપોરે 12.00થી 1.30
  વિજય મુહૂર્ત – બપોરે 12.17થી 12.41  દિન વિશેષ – 
  • બુધનો પૂર્વોદય
  • શુભ ચોઘડીયા – સવારે 6.30થી 9.30, સવારે 11.00થી 12.30, બપોરે 3.30થી સાંજે 6.29
  Published by:Margi Pandya
  First published:

  Tags: Aaj nu panchang, Navratri 2022

  विज्ञापन
  विज्ञापन