Home /News /dharm-bhakti /Aaj Nu Panchang: 28 ઓગસ્ટ, આજે કરો ભદરવા સુદ એકમ, સાંજ સુધી બની રહ્યો છે 'મૃત્યુ યોગ'

Aaj Nu Panchang: 28 ઓગસ્ટ, આજે કરો ભદરવા સુદ એકમ, સાંજ સુધી બની રહ્યો છે 'મૃત્યુ યોગ'

આજનું પંચાંગ

Todays Day: આજે સ્નાનાદિક ક્રિયાથી પરવારી હાથમાં એક અગરબત્તી લઈ તેને પ્રગટાવવી અને અગરબત્તી સન્મુખ રાખીને ચારેય દિશામાં અનુક્રમે 11 વખત ઓમ્ હ્રીમ્ દુર્ગાયૈ નમઃ આ મંત્રનો જાપ કરવો. આ પ્રમાણે કરવાથી દિશાબંધન થશે અને અશુભ આસુરી શક્તિનો પ્રવેશ અટકશે

વધુ જુઓ ...
  ધર્મભક્તિ ડેસ્ક: આજે 28 ઓગસ્ટ છે. આજનું પંચાગ (Aaj Nu panchang) અંગે જ્યોતિષાચાર્ય અમિત ત્રિવેદી જણાવે છે. આજે ભાદરવા સુદ એકમ છે. આજે મૃત્યુયોગ છે. આ સમય મરવા માટે નથી પણ શક્ય છે આપણા કાર્ય એળે જઈ શકે છે માટે આટલું અવશ્ય કરજો. એકના એક કાર્ય અનેક વખત કરીએ તો પણ સફળતા નથી મળતી. ક્યાંક કોઈ કાર્ય અટક્યું હોય તો ગમે તેટલા ધમપછાડા કરીએ તો પણ કાર્ય આગળ ધપતું જ નથી. એવો ગુંચવાડો થાય કે ખબર જ ન પડે કે આપણું કાર્ય કેમ નથી થતું. આપણે જ્યારે કોઈ અગત્યના કાર્ય માટે જતા હોઈએ ત્યારે ઘણાં બધા પરિબળ ભાગ ભજવતા હોય છે. જેમ કે, સામો પક્ષ મૂડમાં હોવો જોઈએ, આપણી વાત સમજી જાય, આપણને શાંતિથી સાંભળે, વચ્ચે બીજો કોઈ અંતરાય ન નાંખે વગેરે અનેક પરિબળ ભાગ ભજવતા હોય છે.
  કોઈપણ નકારાત્મક પરિબળ આપણા કાર્યની આડે ન આવે તે માટે ઘરની બહાર નીકળતા પહેલા મીઠા (નમક)થી હાથ ધોઈને ઘરની બહાર નીકળવું.
  બધી જ નકારાત્મકતા નીકળી જશે અને તમને મળનાર વ્યક્તિ પણ સકારાત્મક અભિગમથી તમારી સાથે વાત કરશે.

  તા. 28-8-2022, રવિવાર


  તિથિ – ભાદરવા સુદ એકમ
  રાશિ – સિંહ (મ,ટ)
  નક્ષત્ર – પૂર્વાફાલ્ગુની (સાંજે 7.57થી ઉત્તરાફાલ્ગુની)
  યોગ – સિદ્ધ
  કરણ – બવ (બપોરે 2.46થી બાલવ)
  સૂર્યોદય – 6.24
  સૂર્યાસ્ત – સાંજે 6.59
  ચંદ્રોદય – સવારે 5.16
  ચંદ્રાસ્ત – સાંજે 6.41
  બ્રહ્મ મુહૂર્ત – સવારે 4.44 થી 5.29 (પ્રાણાયમ તેમજ ધ્યાન માટે શ્રેષ્ઠ સમય)
  અમત ઘટી – રાત્રે 10.24થી 12.00
  ગોધૂલી – સાંજે 6.44.થી 7.08
  ગુલીક – સાંજે 5.22થી 6.56, રાત્રે 11.14થી 12.40
  યમઘંટક – સાંજે 4.35થી 5.22
  રાહુકાલ – સાંજે 4.30થી 6.00
  વિજય મુહૂર્ત – બપોરે 12.28થી 12.52

  દિન વિશેષ –


  • મૃત્યુયોગ – સૂર્યોદયથી સાંજે 6.33
  • શુભ ચોઘડિયા – સવારે 7.58થી બપોરે 12.40, બપોરે 2.14થી 3.48, સાંજે 6.56થી રાત્રે 11.14
  Published by:Margi Pandya
  First published:

  Tags: Aaj nu panchang, Ravivar na upay

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन