Home /News /dharm-bhakti /Aaj Nu Panchang: આજે 'અર્ગલા'સ્ત્રોતનો કરો પાઠ, સમસ્યાનું થશે સમાધાન, જાણો શુભ સમય અને રાહુકાળ

Aaj Nu Panchang: આજે 'અર્ગલા'સ્ત્રોતનો કરો પાઠ, સમસ્યાનું થશે સમાધાન, જાણો શુભ સમય અને રાહુકાળ

આજનું પંચાગ

Navratri 2022: આજથી શારદીય નવરાત્રીનો બીજો દિવસ છે. આજનાં શુભ ચોઘડીયા – સવારે 9.30થી બપોરે 2.00, બપોરે 3.30થી સાંજે 5.00

  ધર્મભક્તિ ડેસ્ક: આજે 27 સપ્ટેમબર, 2022 મંગળવારનો દિવસ એટલે કે આસો સુદ બીજ છે. આજના પંચાગ (Aaj Nu panchang) અંગે જ્યોતિષાચાર્ય અમિત ત્રિવેદી જણાવે છે. આજે ક્યા સ્તોત્રનો પાઠ કરશો જેથી, જીવનનાં પ્રતિબંધ દૂર થાય ? જીવનના પ્રતિબંધ અર્થાત્ મુશ્કેલી દૂર કરવા માટે આજે અર્ગલાસ્તોત્રનો પાઠ અવશ્ય કરવો. ‘અર્ગલ’ એટલે કે પ્રતિબંધનો નાશ કરનાવામાં સમર્થ છે તે સ્તોત્ર. દુર્ગાસપ્તશતીમાં દર્શાવેલું આ સ્તોત્ર અત્યંત સમર્થ અને પવિત્ર છે. આ સ્તોત્રમાં જયંતી, મંગલા, કાલી, ભદ્રકાલી, કપાલીની, દુર્ગા, ક્ષમા, શિવા, ધાત્રી, સ્વાહા, સ્વધા આદિ દેવીઓને પ્રાર્થના કરવામાં આવી છે કે, હે માતાજી ! આપ મારા જીવનની નબળાઈઓને દૂર કરવો અને મારું જીવન ધન-ધાન્ય અને સફળતાથી નવપલ્લવિત કરો. જો દેવીકવચનો પાઠ કર્યા પછી અર્ગલા સ્તોત્રનો પાઠ કરવામાં આવે તો આ સ્તોત્રનું ફળ અનેકગણું પ્રાપ્ત થાય છે તેમાં કોઈ શંકા નથી. આજનાં શુભ ચોઘડીયાની વાત કરીએ તો તે સવારે 9.30થી બપોરે 2.00, બપોરે 3.30થી સાંજે 5.00નાં છે.

  તા. 27-9-2022, મંગળવાર
  તિથિ – આસો (આશ્વિન) સુદ બીજ, સંવત 2078
  આજે બીજું નોરતું
  બ્રહ્મચારીણી માતાની આરાધના કરવી
  સૂર્યોદય – 6.30
  સૂર્યાસ્ત – સાંજે 6.30
  રાશિ – કન્યા (પ,ઠ,ણ), સાંજે 6.19થી તુલા (ર,ત)
  નક્ષત્ર – ચિત્રા
  યોગ – ઐન્દ્ર
  કરણ – બાલવ, બપોરે 2.52થી કૌલવ
  ચંદ્રોદય – સવારે 7.31
  ચંદ્રાસ્ત – સાંજે 7.39
  બ્રહ્મ મુહૂર્ત – સવારે 4.42 થી 5.29 (પ્રાણાયમ તેમજ ધ્યાન માટે શ્રેષ્ઠ સમય)
  અમત ઘટી – સવારે 1.42થી 3.18
  ગોધૂલી – સાંજે 6.18થી 6.42
  ગુલીક – બપોરે 2.00થી 3.30, રાત્રે 8.00થી 9.30
  યમઘંટક – સવારે 10.15થી 11.00
  રાહુકાલ – બપોરે 3.00થી 4.30
  વિજય મુહૂર્ત – બપોરે 12.18થી 12.42  દિન વિશેષ –
  • બપોરે 12.44થી સૂર્ય હસ્ત નક્ષત્રમાં ભ્રમણ કરશે
  • રાજયોગ સૂર્યોદયથી પૂર્ણ રાત્રિ સુધી
  • શુભ ચોઘડીયા – સવારે 9.30થી બપોરે 2.00, બપોરે 3.30થી સાંજે 5.00
  Published by:Margi Pandya
  First published:

  Tags: Aaj nu panchang, Navratri 2022

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन