Home /News /dharm-bhakti /Aaj Nu Panchang: આજથી 'શારદીય નવરાત્રી'નો પ્રારંભ, જાણો ધટ સ્થાપના મુહૂર્ત અને રાહુકાળ

Aaj Nu Panchang: આજથી 'શારદીય નવરાત્રી'નો પ્રારંભ, જાણો ધટ સ્થાપના મુહૂર્ત અને રાહુકાળ

કેવો રહેશે આજનો દિવસ વાંચો આજનાં શુભ ચોઘડિયા

Navratri 2022: આજથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. સવારે 8.40 પછી જ ઘટસ્થાપન કરવું. સવારે 9.30થી 11.00 દરમિયાન શુભ ચોઘડીયું છે અને કુમારયોગ પણ પ્રવર્તે છે આ સમય ઘટસ્થાપન માટે ખૂબ જ શુભ છે

    ધર્મભક્તિ ડેસ્ક: આજે 26 સપ્ટેમબર, 2022 એટલે કે આસો સુદ એકમ છે. આજના પંચાગ (Aaj Nu panchang) અંગે જ્યોતિષાચાર્ય અમિત ત્રિવેદી જણાવે છે. ઘટ સ્થાપનના મૂહૂર્ત શારદીયન નવરાત્રિમાં ઘરમાં માટીની એક ઢગલીમાં જ્વારા ભેળવીને તેની ઉપર માટીનો એક ઘડો મૂકવો. માટીના ઘડામાં સવા રૂપિયો, સોપારી પધરાવવા અને તેમાં પવિત્ર નદીઓના સંકલ્પ કરીને સ્વચ્છ જળ ભરવું. ઘડાની ઉપર એક માટીનું કોડીયું ઢાંકવું અને ઘડાની સમક્ષ એક ઘીનો અખંડ દિવો પ્રગટાવવો.

    ઘટસ્થાપનના શુભ મુહૂર્ત આ પ્રમાણે છે – સવારે 8.40 સુધી વૈધૃતિ અને મહાપાત યોગ છે. શાસ્ત્રની અંદર વૈધૃતિ-મહાપાત યોગને સદંતર અવગણવાનું વિધાન લખ્યું છે. માટે, સવારે 8.40 પછી જ ઘટસ્થાપન કરવું.
    સવારે 9.30થી 11.00 દરમિયાન શુભ ચોઘડીયું છે અને કુમારયોગ પણ પ્રવર્તે છે આ સમય ઘટસ્થાપન માટે ખૂબ જ શુભ છે માટે આ સમય દરમિયાન ઘટસ્થાપન કરી માતાજીને પ્રાર્થના કરજો અને આપની આરાધનાનો પ્રારંભ કરજો.

    તા. 26-9-2022, સોમવાર
    તિથિ – આસો (આશ્વિન) સુદ એકમ, સંવત 2078
    શારદીય નવરાત્રિનો શુભારંભ
    આજે શૈલપુત્રીની આરાધના કરવી
    સૂર્યોદય – 6.30
    સૂર્યાસ્ત – સાંજે 6.31
    રાશિ – કન્યા (પ,ઠ,ણ)
    નક્ષત્ર – હસ્ત
    યોગ – શુકલ, સવારે 8.05થી બ્રહ્મા
    કરણ – કિસ્તુઘ્ન, બપોરે 3.20થી બવ
    ચંદ્રોદય – સવારે 6.38
    ચંદ્રાસ્ત – સાંજે 7.03
    બ્રહ્મ મુહૂર્ત – સવારે 4.43 થી 5.30 (પ્રાણાયમ તેમજ ધ્યાન માટે શ્રેષ્ઠ સમય)
    અમૃત ઘટી – સવારે 4.54થી 6.30
    ગોધૂલી – સાંજે 6.19થી 6.43
    ગુલીક – બપોરે 3.30થી સાંજે 7.00, રાત્રે 9.29થી 10.58
    યમઘંટક – સવારે 11.45થી 12.30
    રાહુકાલ – સવારે 7.30થી 9.00
    વિજય મુહૂર્ત – બપોરે 12.18થી 12.42


    દિન વિશેષ – 
    • આજથી શારદીય નવરાત્રિ પ્રારંભ
    • શક્તિની આરાધના માટેના પવિત્ર દિવસો
    •રાહુકાલ – સવારે 7.30થી 9.00
    • શુભ ચોઘડીયા – સવારે 9.30થી 11.00, બપોરે 2.01થી સાંજે 6.31
    Published by:Margi Pandya
    First published:

    Tags: Aaj nu panchang, Navratri 2022

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन