Home /News /dharm-bhakti /Aaj Nu Panchang: આજે 'સર્વપિતૃ અમાસ' જાણો શુભ-અશુભ મુહૂર્ત અને રાહુકાળ

Aaj Nu Panchang: આજે 'સર્વપિતૃ અમાસ' જાણો શુભ-અશુભ મુહૂર્ત અને રાહુકાળ

કેવો રહેશે આજનો દિવસ વાંચો આજનાં શુભ ચોઘડિયા

આજનું પંચાંગ (Aaj Nu Panchang): આજે 25 સપ્ટેમ્બરનો દિવસ રવિવાર છે. આજનાં શુભ ચોઘડિયા – સવારે 9.30થી 12.31, બપોરે 2.01થી 3.31, સાંજે 6.32થી 8.02

    ધર્મભક્તિ ડેસ્ક: આજે 25 સપ્ટેમબર, 2022 એટલે કે ભાદરવા વદ ચૌદસ છે. આજના પંચાગ (Aaj Nu panchang) અંગે જ્યોતિષાચાર્ય અમિત ત્રિવેદી જણાવે છે. આજે શ્રાદ્ધ પક્ષની અમાસ દિવસ છે. હૃદયનાં અનિયમિત ધબકારા રહેતા હોય તો એ બાબત હૃદયના આરોગ્ય ઉપર અસર પહોંચાડતી હોય છે. અવાર-નવાર આ પ્રમાણે થાય ત્યારે આરોગ્ય માટે મોટું જોખમ ઊભું થાય છે. આ મુશ્કેલી નિવારવા જ્યારે સવારે જાગ્રત થાવ ત્યારે નાકના જે નસકોરામાંથી શ્વાસ બહાર આવતો હોય તે તરફનો પગ જમીન ઉપર ચાર વખત ધીમે ધીમે ઠોકવો. પગ ઠોકતી વખતે તમારા કુળદેવીનું સ્મરણ કરવું. ધીમે ધીમે આ સમસ્યા સંયમીત થશે.

    આજે રવિવાર સૂર્યદેવનો દિવસ

    આજે રવિવાર પણ સૂર્યદેવની પૂજા-અર્ચના માટે છે. આજના દિવસે વ્રત રાખવાથી અને સૂર્યદેવની પૂજા કરવાથી ધન, ધાન્ય, સુખ-સમૃદ્ધિ, સંતાન વગેરેની વૃદ્ધિ થાય છે. જે લોકો ચામડીના રોગોથી પીડિત છે, તેમણે આજના દિવસે વ્રતની સાથે સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ. તે લાભ આપે છે. તાંબાના વાસણમાં પાણી ભરીને તેમાં લાલ ચંદન, લાલ ફૂલ, અક્ષત અને ખાંડ ઉમેરીને સૂર્યદેવને અર્પણ કરવું જોઈએ. આ દરમિયાન સૂર્ય મંત્રનો જાપ કરતા રહેવું જોઈએ. જળ અર્પણ કર્યા પછી, તમે સૂર્ય ચાલીસા, આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરી શકો છો અને સૂર્ય ભગવાનની આરતી કરી શકો છો. રવિવારે સવારે ગાયત્રી મંત્રનો જાપ કરવાથી પણ ફાયદો થાય છે. આવો પંચાંગથી જાણીએ આજનો શુભ અને અશુભ સમય અને જાણીએ કે આજે ગ્રહોની સ્થિતિ કેવી રહે

    મનોરથ સિદ્ધિ – અવાર-નવાર હૃદયની ધડકનોની ગતિમાં ફેરફાર થતો હોય તો શું ઉપાય ?
    તા. 25-9-2022, રવિવાર
    તિથિ – ભાદરવા વદ અમાસ, સંવત 2078
    સૂર્યોદય – 6.30
    સૂર્યાસ્ત – સાંજે 6.32
    રાશિ – સિંહ (મ,ટ), સવારે 11.22 થી કન્યા (પ,ઠ,ણ)
    નક્ષત્ર – ઉત્તરાફાલ્ગુની
    યોગ – શુભ, સવારે 9.05થી શુકલ
    કરણ – ચતુષ્પાદ, બપોરે 3.23થી નાગ
    ચંદ્રોદય – સવારે 5.45
    ચંદ્રાસ્ત – સાંજે 6.28
    બ્રહ્મ મુહૂર્ત – સવારે 4.43 થી 5.31 (પ્રાણાયમ તેમજ ધ્યાન માટે શ્રેષ્ઠ સમય)
    અમત ઘટી – રાત્રે 10.30થી 12.06
    ગોધૂલી – સાંજે 6.20થી 6.44
    ગુલીક – સાંજે 5.00થી 6.30, રાત્રે 10.59થી 12.28
    યમઘંટક – બપોરે 1.15થી 2.00
    રાહુકાલ – બપોરે 4.30થી 6.00
    વિજય મુહૂર્ત – બપોરે 12.19થી 12.43



    દિન વિશેષ – 
    • સર્વપિતૃ શ્રાદ્ધ
    • પૂનમ-અમાસનું શ્રાદ્ધ
    • શ્રાદ્ધપક્ષ પૂર્ણ
    • શુભ ચોઘડિયા – સવારે 9.30થી 12.31, બપોરે 2.01થી 3.31, સાંજે 6.32થી 8.02
    Published by:Margi Pandya
    First published:

    Tags: Aaj nu panchang

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन