Home /News /dharm-bhakti /Aaj Nu Panchang: આજે 'ચતુર્દશીનું શ્રાદ્ધ' જાણો શુભ-અશુભ મુહૂર્ત અને રાહુકાળ

Aaj Nu Panchang: આજે 'ચતુર્દશીનું શ્રાદ્ધ' જાણો શુભ-અશુભ મુહૂર્ત અને રાહુકાળ

આજનું પંચાંગ

આજનું પંચાંગ (Aaj Nu Panchang): આજે 24 સપ્ટેમ્બરનો દિવસ શનિવાર છે. આ દિવસે ભગવાન શિવની પૂજા કરવી અને વ્રત રાખવાનું મહત્વ છે. રાત્રી પ્રહરની પૂજા વિશેષ માનવામાં આવે છે. શિવરાત્રી વ્રત દર મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ રાખવામાં આવે છે. ભગવાન શિવની કૃપાથી તમામ પરેશાનીઓ દૂર થાય છે. આજનાં શુભ ચોઘાડિયા – સવારે 8.00 થી 9.30, બપોરે 12.31થી સાંજે 5.03

વધુ જુઓ ...
  ધર્મભક્તિ ડેસ્ક: આજે 24 સપ્ટેમબર, 2022 એટલે કે ભાદરવા વદ ચૌદશ છે. આજના પંચાગ (Aaj Nu panchang) અંગે જ્યોતિષાચાર્ય અમિત ત્રિવેદી જણાવે છે. આજે શ્રાદ્ધ પક્ષની ચૌદશ દિવસ છે. મનોરથ સિદ્ધિ – તમારા કાર્ય થતાં થતાં અટકી જાય અને કોઈ વ્યક્તિ વિઘ્ન નાંખી દેતો હોય તો શું ઉપાય ? રાત્રે સૂતી વખતે તમારા ઓશીકા તરફ એક પાણીનો ગ્લાસ ભરીને મૂકી દેવો અને સવારે જ્યારે તમે જાગો ત્યારે એ ગ્લાસનું પાણી તમારે તુલસીના કૂંડામાં અથવા કોઈપણ પુષ્પના કુંડામાં અથવા ઝાડના થડમાં રેડી દેવું. આ ઉપય નિયમિત અજમાવવાથી જે તત્ત્વના કારણે પ્રેરાઈને તમારા કાર્યમાં વિઘ્ન નાંખવા એ વ્યક્તિ પ્રેરાતો હશે તે તત્વ જ નાશ પામશે અને તમારું કાર્ય નિર્વિઘ્ન થઈ જશે.

  માસિક શિવરાત્રી 2022: ભાદરવા મહિનાની શિવરાત્રી 24 સપ્ટેમ્બરે છે. આ દિવસે ભગવાન શિવની પૂજા કરવી અને વ્રત રાખવાનું મહત્વ છે. રાત્રી પ્રહરની પૂજા વિશેષ માનવામાં આવે છે. શિવરાત્રી વ્રત દર મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ રાખવામાં આવે છે. ભગવાન શિવની કૃપાથી તમામ પરેશાનીઓ દૂર થાય છે.

  24 સપ્ટેમ્બર 2022
  સૂર્યોદય – 6.29
  સૂર્યાસ્ત – સાંજે 6.33
  રાશિ – સિંહ (મ,ટ)
  નક્ષત્ર – પૂર્વાફાલ્ગુની
  યોગ – સાધ્ય, સવારે 9.42થી શુભ
  કરણ – વિષ્ટી, બપોરે 2.56થી શકુની
  ચંદ્રોદય – સવારે 4.53
  ચંદ્રાસ્ત – રાત્રે 5.53
  બ્રહ્મ મુહૂર્ત – સવારે 4.44 થી 5.31 (પ્રાણાયમ તેમજ ધ્યાન માટે શ્રેષ્ઠ સમય)
  અમૃત ઘટી – રાત્રે 8.29 થી 10.05
  ગોધૂલી – સાંજે 6.21થી 6.45
  ગુલીક – સવારે 6.29થી 7.59, રાત્રે 1.59થી 3.28
  યમઘંટક – બપોરે 2.44થી 3.29
  રાહુકાલ – સવારે 9.00થી 10.30
  વિજય મુહૂર્ત – બપોરે 12.19થી 12.43  દિન વિશેષ –
  • ચતુર્દશી શ્રાદ્ધ
  • શસ્ત્રોથી મૃત્યુ પામેલાનું શ્રાદ્ધ
  • ભદ્રા સમાપ્ત બપોરે 2.56
  • શુક્ર રાત્રે 9.04 વાગ્યે કન્યા રાશિમાં પ્રવેશ કરશે
  • શુભ ચોઘાડિયા – સવારે 8.00 થી 9.30, બપોરે 12.31થી સાંજે 5.03
  Published by:Margi Pandya
  First published:

  Tags: Aaj nu panchang

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन