Home /News /dharm-bhakti /

Aaj Nu Panchang: 22 જુલાઇ 2022, લક્ષ્મીજીની કૃપા મેળવવાં કરો શ્રી કનકધારા સ્તોત્રનો પાઠ, જાણો રાહુકાળ અને શુભ સમય

Aaj Nu Panchang: 22 જુલાઇ 2022, લક્ષ્મીજીની કૃપા મેળવવાં કરો શ્રી કનકધારા સ્તોત્રનો પાઠ, જાણો રાહુકાળ અને શુભ સમય

22 જુલાઇ 2022, આજનું રાશિફળ

Laxmi Mata Puja: શુક્રવારે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે લાલ ગુલાબ અથવા કમળનું ફૂલ, કમલગટ્ટા, બતાશા, મખાનાની ખીર, સફેદ બરફી, અખંડ, ધૂપ, દીવો, સુગંધ, કુમકુમ, સિંદૂર વગેરે અર્પણ કરવું જોઈએ. પૂજા સમયે શ્રી લક્ષ્મી ચાલીસા, શ્રી સૂક્ત, કનકધારા સ્તોત્ર વગેરેનો પાઠ કરવો શ્રેષ્ઠ માનવામાં આવે છે. કનકધારા સ્તોત્રનો પાઠ કરવાથી અપાર ધનની પ્રાપ્તિ થાય છે. આવી ધાર્મિક માન્યતા

વધુ જુઓ ...
  ધર્મભક્તિ ડેસ્ક: 22 જુલાઈ 2022 ને ગુરુવારનો (Todays Panchang) દિવસ કેવો રહેશે, કેવું છે આજનું પંચાગ (Aaj Nu panchang) તે અંગે જ્યોતિષાચાર્ય અમિત ત્રિવેદી (jyotishacharya Amit Trivedi)જણાવે છે. આજે શુક્રવાર છે. માતા લક્ષ્મીનો દિવસ. તમારે ધન, વૈભવ અને ઐશ્વર્યની દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવી જોઈએ. માતા લક્ષ્મીની કૃપાથી ગરીબી દૂર થાય છે, આર્થિક સંકટ સમાપ્ત થાય છે, ધન, સંપત્તિ, સુખ વગેરેમાં વધારો થાય છે. શુક્રવારે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે લાલ ગુલાબ અથવા કમળનું ફૂલ, કમલગટ્ટા, બતાશા, મખાનાની ખીર, સફેદ બરફી, અખંડ, ધૂપ, દીવો, સુગંધ, કુમકુમ, સિંદૂર વગેરે અર્પણ કરવું જોઈએ. પૂજા સમયે શ્રી લક્ષ્મી ચાલીસા, શ્રી સૂક્ત, કનકધારા સ્તોત્ર વગેરેનો પાઠ કરવો શ્રેષ્ઠ માનવામાં આવે છે. કનકધારા સ્તોત્રનો પાઠ કરવાથી અપાર ધનની પ્રાપ્તિ થાય છે. આવી ધાર્મિક માન્યતા

  શુક્રવારે માતા લક્ષ્મીજી સાથે ગણેશજીની પૂજા કરવાથી સ્થિર લક્ષ્મી મળે છે. ગણેશજી તેમના પુત્ર સમાન છે. તેમને માતા લક્ષ્મીએ વરદાન આપ્યું હતું કે જે ઘરમાં ગણપતિની સાથે લક્ષ્મીની પૂજા કરવામાં આવશે, ત્યાં તેઓ વાસ કરશે અને નિવાસ કરશે. શુક્રવારના દિવસે શુક્ર ગ્રહ સંબંધિત વસ્તુઓનું દાન કરવાથી આ ગ્રહ સાથે જોડાયેલા દોષો અને પીડાઓ દૂર થાય છે. આ દિવસે તમારે કોઈ ગરીબ બ્રાહ્મણને સફેદ વસ્ત્ર, ચોખા, દૂધ, અત્તર, મોતી વગેરેનું દાન કરવું જોઈએ. આ સિવાય જો તમે ઈચ્છો તો શુક્રવારે વ્રત રાખી શકો છો અને શુક્રના બીજ મંત્રનો જાપ પણ કરી શકો છો. તમને આનાથી ચોક્કસ ફાયદો થશે. આવો પંચાંગથી જાણીએ આજનો શુભ અને અશુભ સમય અને જાણીએ કે આજે ગ્રહોની ચાલ કેવી રહેશે.

  આ પણ વાંચો-Mangal Gochar 2022: 3 રાશિઓની બદલાશે કિસ્મત, કોથળાભરીને ઘરમાં આવશે ધન

  માતાને પ્રસન્ન કરવાં માટે કેટલાંક નિયમોનું પાલન કરવું. તેમાં પણ જો દરરોજ નિયમિત ઘરની સ્ત્રી દ્વારા ઊંબરાનું પૂજન કરવામાં આવે તો ઘરમાં આજીવન માતા લક્ષ્મીની કૃપા રહે છે. આપણે જેને ઇચ્છીએ તે સગું-વ્હાલું ઘરમાં આવે તો કેટલો આનંદ થાય છે અને જો અણગમતું વ્યક્તિ ઘરમાં પ્રવેશે તો કેટલી અકળામણ થાય છે ! આજ પ્રમાણે આપણા ઘરમાં મન ગમતા સમાચાર આવે, આપણા ઘરેથી નોકરી-ધંધા માટે ઘરના સ્ત્રી-પુરુષો બહાર નીકળે ત્યારે પ્રસન્નતાથી જાય અને આવે ત્યારે પણ પ્રસન્નતાથી આવે.

  આ પણ વાંચો-Rakshbandhan 2022: આપને પણ રક્ષાબંધનની તારીખ અંગે છે કોઇ કંફ્યૂઝન? જાણો 11 કે 12 ઓગસ્ટ કયારે બાંધવી રાખડી

  કોઈ અશુભ સમાચાર ન આવે, કોઈ નકારાત્મક પ્રભાવ ઘરમાં દાખલ ન થાય તે માટે ઊંબરાનું પૂજન અવશ્ય કરવું. નિત્ય સવારે સ્નાનાદિક ક્રિયાથી પરવારી કંકુ, હળદર, અબીલથી ઊંબરાનું પૂજન અવશ્ય કરવું. જો નિત્ય ઊંબરાનું પૂજન ન કરી શકો તો એક સ્વચ્છ કપડાથી ઊંબરો ચોખ્ખો અવશ્ય કરવો. ઊંબરાનું ડાબી બાજુ અને જમણી બાજુ ધૂપ આપવો અને પુષ્પ પધરાવવા. બારણાની બારસાખ ઉપર દર પૂનમના દિવસે આસોપાલવનું તોરણ બાંધવું અને ઊંબરા સમક્ષ બેસીને પ્રત્યેક બુધવારે વિષ્ણુસહસ્રનામ જપ અવશ્ય કરવા. ઊંબરાનું પૂજન, આસોપાલવનું તોરણ વગેરેથી સુખ-શાંતિ અને સમૃદ્ધિ આકર્ષાય છે, તેમને આવકાર મળે છે.

  ઊંબરાના પૂજન વખતે છીંક આવે તો અવળા ફરી જજો. વળી, ઊંબરા ઉપર અડદના દાણા ન વેરાય તેનું ધ્યાન રાખવું. ઘરની બહાર કે અંદર આવતી વખતે ઊંબરા ઉપર પગ ન મૂકવો. ક્યારેય ઊંબરા ઉપર ઊભા રહી અથવા પગ મૂકી કોઈની સાથે વાતચિત ન કરવી. આટલું ધ્યાન નહીં રાખો તો આસુરી તત્ત્વો ઘરમાં પ્રવેશ કરી જશે, માટે સાવધાન.

  આજનું પંચાંગ -
  ચંદ્રમાસ – અષાઢ વદ નોમ
  ચંદ્રરાશિ – મેષ (અ,લ,ઈ), રાત્રે 11.02થી વૃષભ (બ,વ,ઉ)
  નક્ષત્ર – ભરણી (સાંજે 4.24થી કૃત્તિકા)
  યોગ – ગંડ (બપોરે 1.07થી વૃદ્ધિ)
  કરણ – ગર (સવારે 9.33થી વણિજ, રાત્રે 10.26થી વિષ્ટી)
  બ્રહ્મમુહૂર્ત - સવારે 4.37 થી 5.20(પ્રાણાયામ તેમજ ધ્યાન માટે શ્રેષ્ઠ સમય)
  સૂર્યોદય - સવારે 6.13
  સૂર્યાસ્ત- સાંજે 7.18
  ગોધૂલી – સાંજે 7.06થી 7.30
  ગુલીક – સવારે 7.52થી 9.30, રાત્રે 2.08થી 3.30
  યમઘંટક – સાંજે 4.51થી 5.40
  રાહુકાળ – સવારે 10.30થી 12.00
  વિજય મુહૂર્ત - બપોરે 12.34થી 12.58  આજના દિવસનું વિશેષ -
  1. શુભ ચોઘડીયા – સવારે 6.14થી 11.08, બપોરે 12.46થી 2.24, સાંજે 5.40થી 7.18
  2. શુક્રવારે શુભ પરિણામ મેળવવા આટલું કરો – શ્રી કનકધારા સ્તોત્રનો પાઠ કરવો, કુંવારીકાને દૂધ પીવડાવવું, સુગંધીત જળથી સ્નાન કરવું, સફેદ વસ્ત્રનું દાન કરવું
  Published by:Margi Pandya
  First published:

  Tags: Aaj nu panchang, Bhakti news, Daily Horoscope

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन