Home /News /dharm-bhakti /Aaj Nu Panchang: 22 ઓગસ્ટ જાણો, આજે છે 'અજા અગ્યારસ', બની રહ્યો છે 'અમૃતસિદ્ધિ યોગ'

Aaj Nu Panchang: 22 ઓગસ્ટ જાણો, આજે છે 'અજા અગ્યારસ', બની રહ્યો છે 'અમૃતસિદ્ધિ યોગ'

આજનું પંચાંગ

Todays Day: તમે તમારું કાર્ય આ સમય દરમિયાન કરો અને સફળતા મેળવો. પણ અનેક લોકો પ્રશ્ન કરી રહ્યા છે કે, શુભ સમય જો અનુકૂળ ન હોય તો શું કરીએ ? દા.ત. આજે અમૃતસિદ્ધિ યોગ સૂર્યોદય (સવારે 6.23) થી સવારે 7.41 સુધી જ છે. આટલા ટૂંકા યોગમાં અને પાછા સવારે કોઈને મળવા પણ કેવી રીતે જવું ? માટે આ યોગનો ઉપયોગ નથી થઈ શકતો. આ યોગમાં ભલે તમે કોઈને મળવા ન જઈ શકો, કોઈને ફોન પણ ન કરી શકો કારણ કે આ યોગ વહેલી સવારે જ પૂરો થઈ જાય છે.

વધુ જુઓ ...
    ધર્મભક્તિ ડેસ્ક: આજનું પંચાંગ (Aaj Nu Panchang): આજે 22 ઓગસ્ટ છે. આજનું પંચાગ (Aaj Nu panchang) અંગે જ્યોતિષાચાર્ય અમિત ત્રિવેદી (jyotishacharya Amit Trivedi)જણાવે છે. આજે શ્રાવણ વદ એકાદશી છે આજની એકાદશીને અજા એકાદશી પણ કહેવાય છે. (Aja EKadashi) પંચાગમાં આપને શુભ-અશુભ સમયની જાણકારી આપવામાં આવે છે જેથી, તમે તમારું કાર્ય આ સમય દરમિયાન કરો અને સફળતા મેળવો. પણ અનેક લોકો પ્રશ્ન કરી રહ્યા છે કે, શુભ સમય જો અનુકૂળ ન હોય તો શું કરીએ ? દા.ત. આજે અમૃતસિદ્ધિ યોગ સૂર્યોદય (સવારે 6.23) થી સવારે 7.41 સુધી જ છે. આટલા ટૂંકા યોગમાં અને પાછા સવારે કોઈને મળવા પણ કેવી રીતે જવું ? માટે આ યોગનો ઉપયોગ નથી થઈ શકતો. આ યોગમાં ભલે તમે કોઈને મળવા ન જઈ શકો, કોઈને ફોન પણ ન કરી શકો કારણ કે આ યોગ વહેલી સવારે જ પૂરો થઈ જાય છે. આ સમયે કેટલાક લોકો ઊઠ્યા પણ નથી હોતા માટે, બીજી પ્રવૃત્તિ કરવી શક્ય નથી પણ તમે આ યોગ પહેલા સ્નાનાદિક ક્રિયાથી પરવારી દિવો પ્રગટાવી ભગવાન સમક્ષ બેસીને તમારા કાર્યસિદ્ધિ માટેનો સંકલ્પ અવશ્ય કરી શકો છો. શુભ સમયમાં કરેલા આ સંકલ્પનું બળ તમારા પુરુષાર્થને વેગ આપશે અને સફળતા મેળવશો.

    આજનું પંચાંગ
    ચંદ્રમાસ – શ્રાવણ વદ 11 (અજા એકાદશી)
    ચંદ્રરાશિ – મિથુન (ક,છ,ઘ)
    નક્ષત્ર – મૃગશીર્ષ (સવારે 7.41થી આદ્રા)
    યોગ – વજ્ર
    કરણ – બવ (સાંજે 4.52થી બાલવ)
    બ્રહ્મમુહૂર્ત - સવારે 4.47 થી 5.32 (પ્રાણાયામ તેમજ ધ્યાન માટે શ્રેષ્ઠ સમય)
    સૂર્યોદય - સવારે 6.23
    સૂર્યાસ્ત- સાંજે 7.01
    ચંદ્રોદય – રાત્રે 1.47
    ચંદ્રાસ્ત – બપોરે 3.40
    ગોધૂલી – સાંજે 6.49થી 7.13
    ગુલીક – બપોરે 3.47થી 5.21, રાત્રે 9.51થી 11.16
    યમઘંટક – સવારે 11.52થી 12.39
    રાહુકાળ – સવારે 7.30થી 9.00
    વિજય મુહૂર્ત – બપોરે 12.30થી 12.54 (શુભ)
    અમૃત ઘટી – સવારે 4.47થી 6.24 (શુભ)



    આજના દિવસનું વિશેષ -
    1. અમૃતસિદ્ધિ યોગ – સૂર્યોદયથી સવારે 7.41 (શુભ યોગ)
    2. શુભ ચોઘડીયા – સવારે 6.23થી 7.58, સવારે 9.33થી 11.07, બપોરે 2.17થી રાત્રે 8.26
    Published by:Margi Pandya
    First published:

    Tags: Aaj nu panchang, Bhakti news, Somvar na upay

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन