Home /News /dharm-bhakti /Aaj Nu Panchang: 20 ઓગસ્ટ જાણો, આજે શનિ રોહિણી નક્ષત્ર, અડદનાં દાણાનો પ્રયોગ કોર્ટ-કચેરીથી રાખશે દૂર

Aaj Nu Panchang: 20 ઓગસ્ટ જાણો, આજે શનિ રોહિણી નક્ષત્ર, અડદનાં દાણાનો પ્રયોગ કોર્ટ-કચેરીથી રાખશે દૂર

આજનું પંચાંગ

Todays Day: આશનિ રોહિણી નક્ષત્ર અને અમૃતસિદ્ધિયોગ સૂર્યોદયથી રાત્રે 3.40 સુધી રહેશે. આજે કાનજીને પારણા કરાવવાં. શ્રીકૃષ્ણને પંચજીરી ધરાવવી અને બત્રીસ પકવાન ધરાવવા.

  ધર્મભક્તિ ડેસ્ક: આજનું પંચાંગ (Aaj Nu Panchang): આજે 20 ઓગસ્ટ શનિવાર છે. આજનું પંચાગ (Aaj Nu panchang) અંગે જ્યોતિષાચાર્ય અમિત ત્રિવેદી (jyotishacharya Amit Trivedi)જણાવે છે. આજે શ્રાવણ વદ નોમ છે. આજે અડદના દાણાનો શુભ પ્રયોગ કરવાનો છે જેથી, જીવનમાં ક્યારેય કોર્ટ-કચેરી આવે જ નહીં અને આપણે મુશ્કેલીઓથી સો ગાઉ છેટા રહીએ. તમારી જન્મ તારીખ દા.ત. 28 હોય તો 2 + 8 = 10 એટલે અડદના 10 દાણા લેવા અને 10 હનુમાન ચાલીસા બોલવી. પણ માની લો કે, જન્મતારીખ 30 હોય તો, 3 + 0 = 3 એટલે કે 3 વખત હનુમાન ચાલીસાના પાઠ કરવા. એક દાણો ડીશમાં મૂકવો અને તેની સામું જોઈને હનુમાન ચાલીસાનો પાઠ કરવો પછી બીજો દાણો મૂકવો અને હનુમાન ચાલીસાનો પાઠ કરવો અંતે, ત્રીજો દાણો મૂકવો અને હનુમાન ચાલીસાનો પાઠ કરવો. ત્યારબાદ આ દાણા હનુમાનજીના ચરણોમાં અર્પણ કરવા અને પ્રાર્થના કરવી કે, હે મારા પ્રભુ, મારા જીવનમાં ક્યારેય કોર્ટ-કચેરીની પીડા આવે નહીં... અજમાવી જોજો... હનુમાનજીનો પાડ માનતા તમે નહીં થાકો...

  આજનું પંચાંગ -
  ચંદ્રમાસ – શ્રાવણ વદ નોમ
  ચંદ્રરાશિ – વૃષભ (બ,વ,ઉ)
  નક્ષત્ર – રોહિણી
  યોગ – વ્યાઘ્રાત (સાંજે 7.41થી હર્ષણ)
  કરણ – તૈતિલ (બપોરે 12.01થી ગર)
  બ્રહ્મમુહૂર્ત - સવારે 4.48 થી 5.33 (પ્રાણાયામ તેમજ ધ્યાન માટે શ્રેષ્ઠ સમય)
  સૂર્યોદય - સવારે 6.23
  સૂર્યાસ્ત- સાંજે 7.02
  ચંદ્રોદય – રાત્રે 12.16
  ચંદ્રાસ્ત – બપોરે 1.54
  ગોધૂલી – સાંજે 6.50થી 7.14
  ગુલીક –રાત્રે 12.42થી 2.07 - સવારે 6.23થી 7.57
  યમઘંટક – બપોરે 3.00થી 3.47
  રાહુકાળ – સવારે 9.00થી 10.30
  વિજય મુહૂર્ત – બપોરે 12.30થી 12.54  આજના દિવસનું વિશેષ -
  1. નંદ મહોત્સવ
  2. શ્રીકૃષ્ણને પંચજીરી ધરાવવી
  3. બત્રીસ પકવાન ધરાવવા
  4. બુધ રાત્રે 2.26 કન્યા રાશિમાં પ્રવેશ કરશે
  5. શુભ ચોઘડીયા – સવારે 7.58થી 9.33, બપોરે 12.43થી સાંજે 5.27, સાંજે 7.02થી 8.28
  6. શનિ રોહિણી નક્ષત્ર અને અમૃતસિદ્ધિયોગ સૂર્યોદયથી રાત્રે 3.40 (આ સમય દરમિયાન પ્રવેશ વર્જ્ય છે)
  7. આજે જમણમાં પતરાળીનું શાક બનાવવું.
  Published by:Margi Pandya
  First published:

  Tags: Aaj nu panchang, Bhakti news, Dharm Bhakti, Shanivar na upay

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन