Home /News /dharm-bhakti /

આજનું પંચાગ, 2 જુલાઇ 2022: આજે કરો શનિ મહારાજની પૂજા, જાણો શુભ અશુભ કાળ અને રાહુકાળ

આજનું પંચાગ, 2 જુલાઇ 2022: આજે કરો શનિ મહારાજની પૂજા, જાણો શુભ અશુભ કાળ અને રાહુકાળ

આજે 2 જુલાઇ 2022નું પંચાંગ

Aaj Nu Panchang: આજે બુધ ગ્રહ વૃષભ રાશિમાંથી મિથુન રાશિમાં (Budh Gochar 2022) પરિવર્તન કરશે. બુધ ગ્રહ માટે મિથુન રાશિ સ્વગૃહી રાશિ છે માટે અહીં બુધ ગ્રહ પ્રત્યેક શુભ ફળ આપશે. હનુમાનજીની (Hanumanji)ઉપાસના કરજો, બજરંગબલીને (Bajrangbali) સિંદૂર અર્પણ કરજો અને મંત્રજાપ કરજો જેથી, અનિષ્ટ તત્ત્વ નાબૂદ થાય અને શુભફળ પ્રાપ્ત થાય.

વધુ જુઓ ...
    ધર્મ ભક્તિ ડેસ્ક: જ્યોતિષ મહારાજ અમિત ત્રિવેદી જણાવે છે આજનું પંચાગ (Aaj Nu Panchang) તારીખ 2 જુલાઈ 2022, શનિવાર. (2 July 2022 Shanivar) શનિવારને કેટલાક ચીકણોવાર અથવા અશુભ વાર સમજે છે પણ આ શનિવાર કંઈક વિશેષ શુભ છે. આ શનિવારે સ્થિરયોગ અને રવિયોગ છે. ( બપોરે 3.18 થી રવિવારના સૂર્યોદય સુધી) આ યોગ દરમિયાન આપને જે શુભકાર્ય કરવું હોય તેનો પ્રારંભ કરજો, બેંકમાં ખાતું ખોલવવું હોય, સોનું ખરીદવું હોય, દસ્તાવેજ કરવા હોય, ક્યાંક લગ્નનું કહેણ મોકલવું હોય વગેરે પ્રત્યેક વિષયો માટે આજનો શનિવાર શુભફળ આપશે. આજે બુધ ગ્રહ વૃષભ રાશિમાંથી મિથુન રાશિમાં (Budh Gochar 2022) પરિવર્તન કરશે. બુધ ગ્રહ માટે મિથુન રાશિ સ્વગૃહી રાશિ છે માટે અહીં બુધ ગ્રહ પ્રત્યેક શુભ ફળ આપશે. હનુમાનજીની (Hanumanji)ઉપાસના કરજો, બજરંગબલીને (Bajrangbali) સિંદૂર અર્પણ કરજો અને મંત્રજાપ કરજો જેથી, અનિષ્ટ તત્ત્વ નાબૂદ થાય અને શુભફળ પ્રાપ્ત થાય.

    આ પણ વાંચો-તમારા નીરસ-જીવનમાં ખુશીઓ લાવી દેશે 'ચોખા'નો આ અચૂક ઉપાય

    ચંદ્રમાસ અષાઢ સુદ ત્રીજ, સંવત 2078
    ચંદ્રરાશિ કર્ક (ડ,હ)
    નક્ષત્ર આશ્લેષા
    યોગ હર્ષણ, સવારે 11.32થી વજ્ર
    કરણ ગર, બપોરે 3.18થી વણિજ
    બ્રહ્મમુહૂર્ત સવારે 4.39 થી 5.52 (પ્રાણાયામ તેમજ ધ્યાન માટે શ્રેષ્ઠ સમય)
    સૂર્યોદય સવારે 5.59
    સૂર્યાસ્ત સાંજે 7.29
    ચંદ્રોદય સવારે 8.33
    ચંદ્રાસ્ત સાંજે 8.02
    ગુલીક સવારે 5.59 થી 7.40
    રાત્રે 0.41 થી 1.59
    યમઘંટક બપોરે 3.09 થી 3.59
    રાહુકાળ સવારે 9.21 થી બપોરે 11.02
    વિજય મુહૂર્ત બપોરે 12.31 થી 12.55

    આ પણ વાંચો-Shanidev: શનિવારે જો દેખાય આ 3 વસ્તુ, તો સમજો તમારું નસીબ ઊઘડી ગયું

    આજનાં દિવસે ખાસ
    • સ્થિરયોગ બપોરે 3.18 થી રવિવારના સૂર્યોદય સુધી
    • રવિયોગ પૂર્ણદિવસ અને પૂર્ણરાત્રિ
    • બુધ ગ્રહ સવારે 9.44 મિથુનમાં પ્રવેશ કરશે
    • શનિદેવને તલનું તેલ અને અડદ ચઢાવવા
    • હનુમાનજીને સિંદૂર અને ચમેલીનું તેલ ચઢાવવું
    • હનુમાનજીને ગલગોટાના પુષ્પ અને આકડાના પુષ્પ અર્પણ કરવા

    Published by:Margi Pandya
    First published:

    Tags: Aaj nu panchang, Hanuman Ji, Rahukal, Shani dev, Shanivar, Shubh muhurat

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन