Home /News /dharm-bhakti /આજનું પંચાંગ : એક જ દિવસમાં બે તિથિ આવે તો શું કરવું, જાણો શુભ-અશુભ મુહૂર્ત અને રાહુકાળ

આજનું પંચાંગ : એક જ દિવસમાં બે તિથિ આવે તો શું કરવું, જાણો શુભ-અશુભ મુહૂર્ત અને રાહુકાળ

આજનું પંચાંગ

Todays Panchang - 19 જુલાઈ 2022 ને મંગળવારનો દિવસ કેવો રહેશે, કેવું છે આજનું પંચાંગ તે અંગે જ્યોતિષાચાર્ય અમિત ત્રિવેદી જણાવે છે

ધર્મ ભક્તિ ડેસ્ક : 19 જુલાઈ 2022 ને મંગળવારનો (Todays Panchang) દિવસ કેવો રહેશે, કેવું છે આજનું પંચાગ (Aaj Nu panchang) તે અંગે જ્યોતિષાચાર્ય અમિત ત્રિવેદી (jyotishacharya Amit Trivedi)જણાવે છે. આજે તિથિ વિશે થોડી ચર્ચા કરી લઈએ. કેટલીક વખત આપણે એવું જોતાં હોઈએ છીએ કે- એક જ દિવસમાં બે તિથિ આવે, એક તિથિનો ક્ષય થઈ જાય, એકની એક તિથિ બે વખત બેવડાય વગેરે શા માટે ઉદભવે છે ? પ્રત્યેક તિથિ અને યોગ સૂર્ય-ચંદ્રના અંતર અને સરવાળાથી અસ્તિત્વમાં આવે છે. દા.ત. સૂર્યોદયનો સમય સવારે 6.10નો હોય. આ સમયે અષાઢ વદ છઠની તિથિ હોય પણ આ તિથિ સવારે 7.13 મિનિટે પૂર્ણ થતી હોય અને સાતમની તિથિ બેસતી હોય તો પણ પંચાંગમાં અષાઢ વદ છઠ જ લખાય છે કારણ કે સૂર્યોદય સમયે જે તિથિ હોય તેને જ લક્ષમાં લેવામાં આવે છે, તેને જ ઉદિત તિથિ કહેવામાં આવે છે.

ટૂંકમાં અહીં સૂર્યદેવનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું છે કે, સૂર્યને જે તિથિ સ્પર્શે તે જ તિથિ લક્ષમાં લેવી. વળી સવારે 7.13 મિનિટે સાતમ બેસતી હોય અને આ તિથિ રાત્રે 9.00 કલાકે અસ્ત થતી હોય અને બીજી દિવસે સૂર્યોદય સમયે અષ્ટમી હોય તો સાતમનો ક્ષય થયો કહેવાય કારણ કે આ તિથિ સૂર્યદેવને સ્પર્શતી નથી.

આ પણ વાંચો - ઘર, ઓફિસ, સ્ટડી રૂમમાં રાખો ફેંગશુઈ ક્રિસ્ટલ બોલ, મળશે શુભ પરિણામ

ચંદ્રમાસ – અષાઢ વદ છઠ
ચંદ્રરાશિ – મિન (દ,ચ,ઝ,થ)
નક્ષત્ર – ઉત્તરાભાદ્રાપદ (બપોરે 12.12થી રેવતી)
યોગ – અતિગંડ (બપોરે 1.43થી સુકર્મા)
કરણ – વણિજ (સવારે 7.51થી વિષ્ટી, સાંજે 7.37થી બવ)
બ્રહ્મમુહૂર્ત - સવારે 4.38 થી 5.21(પ્રાણાયામ તેમજ ધ્યાન માટે શ્રેષ્ઠ સમય)
સૂર્યોદય - સવારે 6.13
સૂર્યાસ્ત- સાંજે 7.18
ચંદ્રોદય – રાત્રે 11.48
ચંદ્રાસ્ત – સવારે 11.38
ગોધૂલી – સાંજે 7.06થી 7.30
ગુલીક – બપોરે 2.23થી 4.01, સવારે 8.39થી 10.00
યમઘંટક – બપોરે 1.34થી 2.23
રાહુકાળ – બપોરે 3.00થી 4.30
વિજય મુહૂર્ત - બપોરે 12.33થી 12.57



આજના દિવસનું વિશેષ

1. પંચક
2. રવિયોગ સૂર્યોદયથી બપોરે 12.12 સુધી
3. શુભ ચોઘડીયા – સવારે 9.29થી બપોરે 2.24, સાંજે 4.02થી 5.40
First published:

Tags: Aaj ka panchang, Aaj nu panchang, Dharm Bhakti, Panchang, Todays Panchang

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો