Home /News /dharm-bhakti /

આજનું પંચાંગ : આજે બે મહત્ત્વપૂર્ણ યોગ છે, જાણો શુભ-અશુભ મુહૂર્ત અને રાહુકાળ

આજનું પંચાંગ : આજે બે મહત્ત્વપૂર્ણ યોગ છે, જાણો શુભ-અશુભ મુહૂર્ત અને રાહુકાળ

આજનું પંચાંગ

Aaj Nu Panchang : 18 જુલાઈ 2022 ને સોમવારનો દિવસ કેવો રહેશે, કેવું છે આજનું પંચાંગ તે અંગે જ્યોતિષાચાર્ય અમિત ત્રિવેદી જણાવે છે

  ધર્મ ભક્તિ ડેસ્ક : 18 જુલાઈ 2022 ને સોમવારનો (Todays Panchang) દિવસ કેવો રહેશે, કેવું છે આજનું પંચાંગ (Aaj Nu panchang) તે અંગે જ્યોતિષાચાર્ય અમિત ત્રિવેદી (jyotishacharya Amit Trivedi)જણાવે છે. આજે બે મહત્ત્વપૂર્ણ યોગ છે- રવિયોગ અને સર્વાર્થસિદ્ધિ યોગ. આ બે યોગનો સમય દિનવિશેષમાં આપેલો છે. આપને ખાસ વિનંતી છે આપ આપનો સંકલ્પ આ સમયમાં આપના ઇષ્ટદેવને અર્પણ કરજો. આપણે લોકમાં ક્યાંય પણ આપણો વિનંતીપત્ર કે અરજી નોંધાવીએ છીએ તો લખીને આપીએ છીએ. આ જ પ્રમાણે આ શુભ સમય દરમિયાન તમે એક કાગળ ઉપર આપના ઇષ્ટદેવને આપની પ્રાર્થના લખજો અને તેમના ચરણે અર્પણ કરજો. જ્યાં સુધી આ સંકલ્પ સિદ્ધ ન થાય ત્યાં સુધી ઇષ્ટદેવને સતત પ્રાર્થના કરતા રહેજો અને ચરણે મૂકેલો પ્રાર્થનાપત્ર પણ ઉઠાવશો નહીં. ભગવાનની કૃપાની અનુભૂતિ કરજો... મન પ્રસન્ન થઈ જશે.

  ચંદ્રમાસ – અષાઢ વદ પાંચમ
  ચંદ્રરાશિ – મિન (દ,ચ,ઝ,થ)
  નક્ષત્ર –પૂર્વાભાદ્રાપદ (બપોરે 12.24થી ઉત્તરાભાદ્રાપદ)
  યોગ – શોભન (બપોરે 3.26થી અતિગંડ)
  કરણ – તૈતિલ (સવારે 8.56થી ગર, રાત્રે 8.17થી વણિજ)
  બ્રહ્મમુહૂર્ત - સવારે 4.38 થી 5.21(પ્રાણાયામ તેમજ ધ્યાન માટે શ્રેષ્ઠ સમય)
  સૂર્યોદય - સવારે 6.12
  સૂર્યાસ્ત- સાંજે 7.19
  ચંદ્રોદય – રાત્રે 11.12
  ચંદ્રાસ્ત – સવારે 11.44

  આ પણ વાંચો - આ રાશિઓની જોડી ગણાય છે 'પરફેક્ટ કપલ' , આજીવન તેમનાં વચ્ચે હોય છે મનમેળ

  ગોધૂલી - સાંજે 7.07થી 7.31 (શુભ)
  ગુલીક – સાંજે 4.00થી 5.38, રાત્રે 10.01થી 11.22
  યમઘંટક – સવારે 11.55થી 12.44
  રાહુકાળ – સાંજે 7.30થી 9.00
  વિજય મુહૂર્ત - બપોરે 12.33થી 12.57  આજના દિવસનું વિશેષ 

  1. પંચક
  2. રવિયોગ બપોરે 12.24થી બીજા દિવસના સૂર્યોદય સુધી
  3. સર્વાર્થસિદ્ધિ યોગ બપોરે 12.24થી બીજા દિવસના સવારે 6.13
  4. શુભ ચોઘડીયા – સવારે 6.12થી 7.51, સવારે 9.29થી 11.07
  Published by:Ashish Goyal
  First published:

  Tags: Dharm, Dharm Bhakti, Panchang, Todays Panchang

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन