Home /News /dharm-bhakti /Aaj Nu Panchang: આજે વિશ્વકર્મા જયંતિ, જાણો શુભ-અશુભ સમય અને રાહુકાળ

Aaj Nu Panchang: આજે વિશ્વકર્મા જયંતિ, જાણો શુભ-અશુભ સમય અને રાહુકાળ

આજનું પંચાગ

Shubh Ashubh Muhurat: આજનું પંચાંગ આજે 17 સપ્ટેમ્બરને શનિવારનો દિવસ છે. આજે વિશ્વકર્મા જયંતિ છે. આજનાં દિવસે દેવોનાં શિલ્પી અને સંસારનાં પહેલાં એન્જીનિયર ભગવાન વિશ્વકર્માની વિધિપૂર્વક પૂજા કરવામાં આવે છે.

  આજે ભાદરવા પક્ષની સપત્મી તિથિ છે.
  આજે સૂર્યનું કન્યા રાશિમાં ગોચર છે.
  આજે સૂર્ય દેવ સિંહ રાશિમાંથી નિકળીને કન્યા રાશિમાં પ્રવેશ કરશે.

  આજનું પંચાંગ (Aaj Nu Panchang): આજે 17 સપ્ટેમ્બરને શનિવારનો દિવસ છે. આજે ભાદરવા મહિનાની કૃષ્ણ પક્ષની સપ્તમી તિથિ છે. આજે વિશ્વકર્મા પૂજા છે. આજનાં દિવસે દેવતાઓનાં શિલ્પી અને સંસારનાં પહેલાં એન્જીનિયર ભગવાન વિશ્વકર્માની વિધિપૂર્વક પૂજા કરવામાં આવે છે. એવી માન્યતા છે કે, સંસારમાં જે કંઇપણ નિર્મિત છે તે ભગવાન વિશ્વકર્માનું જ મૂળ છે. ભગવાન વિશ્વકર્મા શિલ્પી કળા અને વાસ્તુશાસ્ત્રનાં જ્ઞાતા છે. આજનાં દિવસે મશીન, વાહન, ઓજાર, કલમ, દવાજ આદીની પૂજા કરવામાં આવે છે. અને તેમને પ્રાર્થના કરવામાં આવે છે કે, ધંધામાં ઉન્નતિ અને પ્રગતિ મળે. જીવનમાં સુખ અને શાંતિ રહે. વિશ્વકર્મા પૂજાનાં દિવસે ઘણાં સ્થાનો પર અવકાશ હોય છે. મશીન, ઉપકરણ અને ઓજારથી જોડાયેલાં લોકો આજનાં દિવસે કામ નથી કરતાં.

  આજે સૂર્યની રાશિમાં પણ પરિવર્તન જોવા મળી રહ્યું છે. આજે સૂર્ય દેવ સિંહ રાશિ છોડીને કન્યા રાશિમાં પ્રવેશ કરશે. જેના કારણે આજે સૂર્યની કન્યા સંક્રાંતિ છે. ગ્રહોના રાજા સૂર્યનું રાશિચક્ર બદલવાથી તમામ રાશિઓ પર અસર થાય છે. સૌર કેલેન્ડરનો નવો મહિનો, કન્યા રાશિનો પણ આજથી પ્રારંભ થાય છે. આ દિવસે સૂર્યદેવનું સ્નાન, દાન અને પૂજન કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે.

  શનિવારે ન્યાયના દેવતા શનિદેવ અને વીર હનુમાનજીની પૂજા કરવી જોઈએ. આ બંનેની પૂજા કરવાથી સાડે સતી, ધૈયા અને શનિ દોષથી રાહત મળે છે. શનિવારના દિવસે તમે શમીના પાન, વાદળી ફૂલ, કાળા તલ, સરસવના તેલ વગેરેથી શનિદેવની પૂજા કરો, તેમની કૃપાથી તમારી બધી પરેશાનીઓ દૂર થઈ જશે. આજે શનિ ચાલીસા, શનિ કવચ અને શનિ સ્તોત્રનો પાઠ કરવાથી લાભ થાય છે. આવો પંચાંગથી જાણીએ આજનો શુભ અને અશુભ સમય અને જાણીએ કે આજે ગ્રહોની સ્થિતિ કેવી રહેશે.

  આ સમયમાં કરી શકો છો વિશ્વકર્માની પૂજા

  દ્વિપુષ્કર યોગ: બપોરે 12.21 થી 02.14 સુધી

  રવિ યોગ: સવારે 06:07 થી બપોરે 12:21 સુધી

  સિદ્ધિ યોગઃ સવારથી આખી રાત

  અમૃત સિદ્ધિ યોગ: સવારે 06:07 થી બપોરે 12.21 સુધી

  17 સપ્ટેમ્બર 2022 ના પંચાંગ
  આજની તિથિ - અશ્વિન કૃષ્ણ પક્ષ સપ્તમી
  આજનું કરણ - બવ
  આજનું નક્ષત્ર - રોહિણી
  આજનો યોગ - વ્રજ
  આજનો પક્ષ - કૃષ્ણ
  આજનું યુદ્ધ - શનિવાર  સૂર્યોદય-સૂર્યાસ્ત અને ચંદ્રોદય-ચંદ્રસ્ત સમય
  સૂર્યોદય - 06:26:00 AM
  સૂર્યાસ્ત - 06:41:00 PM
  ચંદ્રોદય - 23:00:00
  મૂનસેટ – 12:41:59
  ચંદ્ર ચિહ્ન - વૃષભ

  હિન્દુ મહિનો અને વર્ષ
  શક સંવત - 1944 શુભ
  વિક્રમ સંવત – 2079
  કાલી સંવત – 5123
  દિવસનો સમય – 12:17:45
  અમંત માસ – ભાદ્રપદ
  માસ પૂર્ણિમંત – અશ્વિન
  શુભ સમય - 11:50:56 થી 12:40:07

  અશુભ સમય (અશુભ મુહૂર્ત)
  દુષ્ટ મુહૂર્ત - 06:06:39 થી 06:55:50, 06:55:50 થી 07:45:02 સુધી
  કુલિક – 06:55:50 થી 07:45:02
  કંટક – 11:50:56 થી 12:40:07
  રાહુ કાલ - 09:30 થી 11:02
  કાલવેલા / અર્ધ્યમ - 13:29:18 થી 14:18:29 સુધી
  સમય - 15:07:40 થી 15:56:51 સુધી
  યમગંડ - 13:47:45 થી 15:19:58 સુધી
  ગુલિક સમયગાળો - 06:26 થી 07:58
  Published by:Margi Pandya
  First published:

  Tags: Aaj ka panchang, Panchang

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन