Home /News /dharm-bhakti /Aaj Nu Panchang: આજે છે પંચક, કરો સોનાની ખરીદી, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાળ

Aaj Nu Panchang: આજે છે પંચક, કરો સોનાની ખરીદી, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાળ

17 જુલાઈ 2022, જાણો આજનું પંચાંગ

Today's Panchang: પંચકમાં ક્યા કાર્ય કરવા તેના કરતા ક્યા કાર્ય ન કરવા તેની શાસ્ત્રોક્ત માહિતી આપને આપી દઉં. પંચકમાં ધાબુ ના ભરાય, કોર્ટ કેસ ના થાય, દક્ષિણ દિશામાં ન જવાય, પરિવારમાં જો કોઈનું મૃત્યુ થાય તો તેની સાથે ચાર પૂળાને અગ્નિદાહ આપવો પડે, ટૂંકમાં કોઈ અશુભ કાર્ય ન થાય.

વધુ જુઓ ...
ધર્મભક્તિ ડેસ્ક: તારીખ - 17 જુલાઈ 2022, રવિવારનો દિવસ કેવો રહેશે. (Todays Panchang) કેવું છે આજનું પંચાંગ (Aaj Nu panchang) તે અંગે જ્યોતિષાચાર્ય અમિત ત્રિવેદી (jyotishacharya Amit Trivedi)જણાવે છે. કહેવાય છે કે- પંચકમાં જે થાય તે પાંચ ગણું થાય. હમણાં પંચક ચાલે છે એટલે આ વાત મને યાદ આવી ગઈ. જોકે પંચક ક્યારે પૂર્ણ થશે તેનો સમય દિનવિશેષમાં આપેલો છે.
પંચકમાં ક્યા કાર્ય કરવા તેના કરતા ક્યા કાર્ય ન કરવા તેની શાસ્ત્રોક્ત માહિતી આપને આપી દઉં. પંચકમાં ધાબુ ના ભરાય, કોર્ટ કેસ ના થાય, દક્ષિણ દિશામાં ન જવાય, પરિવારમાં જો કોઈનું મૃત્યુ થાય તો તેની સાથે ચાર પૂળાને અગ્નિદાહ આપવો પડે, ટૂંકમાં કોઈ અશુભ કાર્ય ન થાય. પણ, સોનું ખરીદી શકાય, બેંકમાં ડિપોઝીટ કરાવી શકાય, નવા મકાન-દુકાન માટે બુકીંગ કરાવી શકાય, ઘરમાં કથા-કીર્તન થઈ શકે વગેરે કાર્યો પંચક દરમિયાન થઈ શકે છે. આપણું શાસ્ત્ર કેટલું ઉપયોગી છે તે અહીં પુરવાર થાય છે. પ્રત્યેક મુદ્દે આપણને સાવધાન કરી આપણી પ્રગતિનો માર્ગ મોકળો કરે છે.

આ પણ વાંચો- આ 6 રાશિની છોકરીઓ હોય છે ખૂબ જ રોમેન્ટિક, પોતાના પાર્ટનરને રાખે છે હંમેશા ખુશ

આ પણ વાંચો- આ રાશિ વાળાએ ક્યારેય ન કરવાં જોઇએ લગ્ન, નહીં તો રોજ ઘરમાં થશે 'મહાભારત', આવશે ગરીબી

ચંદ્રમાસ – અષાઢ વદ ચોથ, સવારે 10.51થી પાંચમ
ચંદ્રરાશિ – કુંભ (ગ,સ,ષ,શ)
નક્ષત્ર – શતતારા, બપોરે 1.26થી પૂર્વાભાદ્રાપદ
યોગ – સૌભાગ્ય, સાંજે 5.49થી શોભન
કરણ – બાલવ, સવારે 10.51થી કૌલવ, સાંજે 7.48થી તૈતીલ
બ્રહ્મમુહૂર્ત - સવારે 4.38 થી 5.21(પ્રાણાયામ તેમજ ધ્યાન માટે શ્રેષ્ઠ સમય)
સૂર્યોદય - સવારે 6.12
સૂર્યાસ્ત- સાંજે 7.19
ચંદ્રોદય – રાત્રે 9.53
ચંદ્રાસ્ત – સવારે 8.44
ગોધૂલી - સાંજે 7.07થી 7.31 (શુભ)
ગુલીક – સાંજે 5.38થી 7.16, રાત્રે 11.22થી 12.43
યમઘંટક – બપોરે 1.33થી 2.22
રાહુકાળ – સાંજે 4.30થી 6.00
વિજય મુહૂર્ત - બપોરે 12.33થી 12.57



આજના દિવસનું વિશેષ -
• પંચક
•તા. 20-7-2022, બુધવારે 12.51 પંચક પૂર્ણ થશે
• શુભ ચોઘડીયા – સવારે 9.30થી 12.46, બપોરે 2.23થી સાંજે 4.01
First published:

Tags: Aaj nu panchang, Daily Horoscope, Todays Panchang