Home /News /dharm-bhakti /Aaj Nu Panchang: 16 જુલાઇ 2022, આજે રાત્રે સૂર્યદેવ કર્ક રાશિમાં ભ્રમણ શરૂ કરશે, જાણો શુભ-અશુભ મુહૂર્ત અને રાહુકાળ

Aaj Nu Panchang: 16 જુલાઇ 2022, આજે રાત્રે સૂર્યદેવ કર્ક રાશિમાં ભ્રમણ શરૂ કરશે, જાણો શુભ-અશુભ મુહૂર્ત અને રાહુકાળ

આજનું પંચાંગ

Aaj Nu Panchang : 16 જુલાઈ 2022નો દિવસ કેવો રહેશે, કેવું છે આજનું પંચાગ તે અંગે જ્યોતિષાચાર્ય અમિત ત્રિવેદી (jyotishacharya Amit Trivedi) જણાવે છે

ધર્મ ભક્તિ ડેસ્ક : 16 જુલાઈ 2022 ને શનિવારનો (Todays Panchang) દિવસ કેવો રહેશે, કેવું છે આજનું પંચાગ (Aaj Nu panchang) તે અંગે જ્યોતિષાચાર્ય અમિત ત્રિવેદી (jyotishacharya Amit Trivedi)જણાવે છે. આજે રાત્રે (સમય દિનવિશેષમાં જણાવ્યો છે) સૂર્યદેવ કર્ક રાશિમાં ભ્રમણ શરૂ કરશે. કર્ક રાશિ એટલે ચંદ્રની સ્વગૃહી રાશિ એટલે કે, સૂર્ય પોતાના મિત્ર ગ્રહની રાશિમાં ભ્રમણનો પ્રારંભ કરશે. આ એક સુખદ ભ્રમણ કહી શકાય. સૂર્ય જ્યારે રાશિ પરિર્તન કરે ત્યારે સંક્રાંતિ પુણ્યકાળ (સમય દિનવિશેષમાં જણાવ્યો છે) દરમિયાન દાન-પુણ્ય કરવાનું વિધાન છે. આ સમય દરમિયાન આદિત્યહૃદયનો પાઠ થાય તો ઉત્તમ. ધીમે ધીમે કોરોના ફરી માથુ ઊંચકવા લાગ્યો છે માટે રોગપ્રતિકારક શક્તિ વધારવી પડશે. રોગપ્રતિકારક શક્તિના દાતા કેવળ સૂર્યદેવ છે માટે, સંક્રાંતિપુણ્યકાળ દરમિયાન આદિત્યહૃદયનો પાઠ કરીશું તો સૂર્યદેવ આપણું આત્મબળ અને આત્મબુદ્ધિ વધારશે જેનાથી, આપણે આરોગ્ય પ્રત્યે ગાફેલ નહીં રહીએ.

ચંદ્રમાસ – અષાઢ વદ ત્રીજ (સંકટચતુર્થી)

ચંદ્રરાશિ – કુંભ (ગ,સ,ષ,શ)

નક્ષત્ર – ધનિષ્ઠા, બપોરે 3.11થી શતતારા

યોગ – આયુષ્યમાન, રાત્રે 8.50થી સૌભાગ્ય

કરણ – વિષ્ટી, બપોરે 1.28થી બવ

બ્રહ્મમુહૂર્ત - સવારે 4.38 થી 5.21(પ્રાણાયામ તેમજ ધ્યાન માટે શ્રેષ્ઠ સમય)

સૂર્યોદય - સવારે 6.12

સૂર્યાસ્ત- સાંજે 7.19

ચંદ્રોદય – સાંજે 7.53

ચંદ્રાસ્ત – સવારે 8.44 (તા.17-7-2022)

આ પણ વાંચો - ઘરનાં મંદિરમાં ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીની મૂર્તિ રાખવાનો સાચો નિયમ શું છે? જાણી લો

ગોધૂલી - સાંજે 7.07થી 7.31 (શુભ)

ગુલીક – સવારે 6.12થી 7.50, રાત્રે 12.43થી 2.04

યમઘંટક – બપોરે 3.11થી 4.00

રાહુકાળ – સવારે 9.28થી 11.06

વિજય મુહૂર્ત - બપોરે 12.33થી 12.57



આજના દિવસનું વિશેષ

- સંકટચતુર્થીનો ચંદ્રોદય – અમદાવાદમાં રાત્રે 10.02, સુરત રાત્રે 9.58, રાજકોટ રાત્રે 10.08, મહેસાણા રાત્રે 10.03
- શુભ ચોઘડીયા – સવારે 7.50થી 9.28, બપોરે 12.45થી સાંજે 5.41
- રાત્રે 10.28 સૂર્યદેવ કર્ક રાશિમાં ભ્રમણ શરૂ કરશે
- સંક્રાંતિ પુણ્યકાળ સૂર્યોદયથી સૂર્યાસ્ત
First published:

Tags: Aaj nu panchang, Dharm, Dharm Bhakti, Panchang, Todays Panchang

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો