Home /News /dharm-bhakti /

Aaj Nu Panchang: આજે 15 જુલાઇ 2022, કુવાંરીકાઓને ભેટ આપશો, જાણો આજનાં શુભ મુહૂર્ત અને રાહુકાળ

Aaj Nu Panchang: આજે 15 જુલાઇ 2022, કુવાંરીકાઓને ભેટ આપશો, જાણો આજનાં શુભ મુહૂર્ત અને રાહુકાળ

આજનું પંચાંગ 15 જુલાઇ 2022

Todays Panchang: આ શુક્રવારે ધન, સુખ અને કીર્તિની દેવી દેવી લક્ષ્મીની પૂજા કરવી જોઈએ. તેમને પૂજામાં કમળનું ફૂલ, લાલ ગુલાબ, કમલગટ્ટા, શંખ, બાતાશા, સફેદ બરફી, મખાનાની ખીર વગેરે અર્પણ કરવા જોઈએ. આ દિવસે તમે શ્રી યંત્રની પૂજા કરી શકો છો. લક્ષ્મી ચાલીસા, શ્રીસૂક્ત, કનકધારા સ્તોત્ર વગેરેનો પાઠ કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. દેવી લક્ષ્મીની વિશેષ કૃપા મેળવવા માટે તમારે લક્ષ્મી મંત્રનો જાપ કરવો જોઈએ. મંત્રના જાપમાં સાચા ઉચ્ચારનું ધ્યાન રાખો. જો ઉચ્ચારણ અશુદ્ધ હોય તો તેનું પરિણામ મળતું નથી.

વધુ જુઓ ...
    ધર્મ ભક્તિ ડેસ્ક: તારીખ - 15 જુલાઈ 2022, શુક્રવાર આજનાં પંચાંગ (Todays Panchang) વિશે જ્યોતિષાચાર્ય અમિત ત્રિવેદી (Jyotishacharya Amit Trivedi) કહે છે કે, સૂર્ય ચંદ્રના સંકલનથી કોઈ વિશેષ શુભ-અશુભ (Aaj Nu Panchang) યોગ નથી બનતો. એક પ્રકારે સામાન્ય દિવસ કહી શકાય પણ આ દિવસ સામાન્ય નથી. આજની તારીખ અને વારનું ધ્યાનથી નિરીક્ષણ કરતા એક બાબત ખૂબ સુંદર ચરિતાર્થ થાય છે. આજે તા.15 છે આ દ્વિઅંકી નંબર છે. અહીં 1 અને 5 એમ બે અંક છે. આ દ્વિઅંકને એક અંકને ફેરવીએ તો 1 અને 5નો સરવાળો 6 થાય છે. અહીં, 6 શુક્રનું પ્રતિપાદન કરે છે અને આજે દિવસ પણ શુક્રવાર છે. એક પ્રકારે આજે શુક્રનું બળ વધુ મજબૂત થયું કહેવાશે. શુક્ર આનંદ, વૈભવ, સુખ-સમૃદ્ધિ અને સંબંધોનું પ્રતિનિધિત્વ કરે છે. આજે 7 વર્ષથી નીચેની દિકરીઓનું પૂજન કરશો, ભેટ આપશો, ભોજન કરાવશો, ચાંદીની પાયલ ભેટ આપશો તો શુક્રદેવનું બળ વધુ મજબૂતાઈથી પ્રાપ્ત થશે. જો આપને ધનની સમસ્યા સતાવતી હોય તો કનકધારા સ્તોત્રનો પાઠ 6 વખત કરજો અને શ્રીમહાલક્ષ્મીદેવીને પ્રાર્થના કરજો. સામાન્યમાંથી અસામાન્ય શુભ શોધી કાઢવું અને જીવન સુખી બનાવવું. આપને નિયમિત પંચાંગની માહિતી આપવામાં આવે છે તેની પાછળ આ જ મુખ્ય આશય છે કે – પ્રત્યેક મનુષ્ય શુભ સમયનો સદઉપયોગ કરી પ્રગતિમય જીવન જીવે.

    આ પણ વાંચો- ચાણક્ય નીતિ: ઘરનાં વડિલમાં હોવા જોઇએ આ 5 ગૂણ, નહીં તો નથી થતી ઘરની બઢતી

    આ શુક્રવારે ધન, સુખ અને કીર્તિની દેવી દેવી લક્ષ્મીની પૂજા કરવી જોઈએ. તેમને પૂજામાં કમળનું ફૂલ, લાલ ગુલાબ, કમલગટ્ટા, શંખ, બાતાશા, સફેદ બરફી, મખાનાની ખીર વગેરે અર્પણ કરવા જોઈએ. આ દિવસે તમે શ્રી યંત્રની પૂજા કરી શકો છો. લક્ષ્મી ચાલીસા, શ્રીસૂક્ત, કનકધારા સ્તોત્ર વગેરેનો પાઠ કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. દેવી લક્ષ્મીની વિશેષ કૃપા મેળવવા માટે તમારે લક્ષ્મી મંત્રનો જાપ કરવો જોઈએ. મંત્રના જાપમાં સાચા ઉચ્ચારનું ધ્યાન રાખો. જો ઉચ્ચારણ અશુદ્ધ હોય તો તેનું પરિણામ મળતું નથી.

    આ પણ વાંચો- Astrology: ખૂબ જ 'જિદ્દી' અને 'ઝનૂની' હોય છે આ 4 રાશિનાં લોકો, એક વખત જે નક્કી કરી લે તે મેળવીને જ રહે છે

    ચંદ્રમાસ – અષાઢ વદ બીજ
    ચંદ્રરાશિ – મકર (ખ,જ)
    નક્ષત્ર – શ્રવણ, સાંજે 5.33 ધનિષ્ઠા
    યોગ – પ્રીતિ
    કરણ – ગર, સાંજે 4.41થી વણિજ
    બ્રહ્મમુહૂર્ત - સવારે 4.38 થી 5.21(પ્રાણાયામ તેમજ ધ્યાન માટે શ્રેષ્ઠ સમય)
    સૂર્યોદય - સવારે 6.11
    સૂર્યાસ્ત- સાંજે 7.19
    ચંદ્રોદય – રાત્રે 8.12
    ચંદ્રાસ્ત – વહેલી સવારે 6.29
    ગોધૂલી - સાંજે 7.07થી 7.31 (શુભ)
    ગુલીક – સવારે 7.49થી 9.27, રાત્રે 2.04થી 3.25
    યમઘંટક – સાંજે 4.48થી 5.37
    રાહુકાળ – સવારે 10.30થી 12.00
    વિજય મુહૂર્ત - બપોરે 12.33થી 12.57



    આજના દિવસનું વિશેષ -
    • શુભ ચોઘડીયા – સવારે 6.11થી 11.07, બપોરે 12.45થી 2.24
    Published by:Margi Pandya
    First published:

    Tags: Aaj nu panchang, Dharm Bhakti

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन