Home /News /dharm-bhakti /

Aaj Nu Panchang: 14 જુલાઇ 2022, ઘીનો દિવો કરી શ્રીસૂક્તનો પાઠ કરો, જાણો શુભ-અશુભ સમય અને રાહુકાળ

Aaj Nu Panchang: 14 જુલાઇ 2022, ઘીનો દિવો કરી શ્રીસૂક્તનો પાઠ કરો, જાણો શુભ-અશુભ સમય અને રાહુકાળ

આજનું પંચાંગ 14 જુલાઇ 2022

Aaj Nu Panchang: શ્રી વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો. ઘરમાં પણ તમે ભગવાન વિષ્ણુની મૂર્તિ કે ફોટો રાખીને તેમની પૂજા કરી શકો છો. આ દિવસે જે લોકો ભગવાન વિષ્ણુની પૂજા કરે છે, પૂજા કરે છે, પૂર્ણ વિધિથી વ્રત કરે છે, તેમને પણ તેનું પુણ્ય મળે છે. પરિવારમાં સુખ-સમૃદ્ધિ આવે.

વધુ જુઓ ...
    ધર્મભક્તિ ડેસ્ક: આજે 14 જુલાઈ 2022, ગુરૂવારનો દિવસ (Todays Panchang) શુભ વાર છે અને શુભ તિથિ પણ છે. અલબત્ત, જ્યોતિષાચાર્ય અમિત ત્રિવેદી (Jyotishacharya Amit Trivedi) જણાવે છે કે, આજે (Aaj Nu panchang) યોગ શુભ નથી પણ આપણું શાસ્ત્ર આપણને આ જ માર્ગદર્શન આપે છે કે, શુભ અને અશુભ વચ્ચે પોતાના અગત્યના કાર્યો કેવી રીતે પાર પાડવા. ઘીના દિવા સમક્ષ બેસીને આજે પુરૂષસૂક્તનો પાઠ કરી શ્રીસૂક્તનો પાઠ કરવો. કેટલાક લોકો ક્યારેય આસન ઉપર બેસીને સ્તુતિ-પાઠ કે મંત્રોચ્ચાર કરતા જ નથી. કદાચ તેમને સમયનો અભાવ હશે પણ થોડા વહેલા ઊઠીને પણ આસન ઉપર બેસીને જ સ્તુતિ-પાઠ કે મંત્રોચ્ચાર કરવા. ભગવાન સમક્ષ બેસીને જ્યારે સ્તુતિ-પાઠ કે મંત્રોચ્ચાર કરીએ છીએ ત્યારે તેના આંદોલન બ્રહ્માંડમાં પ્રસરે છે. આપણી એ પ્રકારે ઓરા વિકસીત થાય છે. આપણી હકારાત્મક ઓરા આપણા માટે પ્રગતિના અનેક માર્ગ મોકળા કરે છે. ફક્ત એક મહિનો એકાગ્ર ચિત્તે આસન ઉપર બેસી સ્તુતિ-પાઠ કે મંત્રોચ્ચાર કરજો અને પછી આરીસામાં પોતાના ચહેરાનું નિરીક્ષણ કરજો.

    આજે ગુરૂવારનું ઉપવાસ પણ રાખવામાં આવેલ છે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને દેવ ગુરુ બૃહસ્પતિની પૂજા કરવામાં આવે છે. ભગવાન વિષ્ણુના દર્શન કરવા માટે મંદિરની મુલાકાત લો. વ્રત રાખો અને વિધિપૂર્વક પૂજા કરો. શ્રી વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો. ઘરમાં પણ તમે ભગવાન વિષ્ણુની મૂર્તિ કે ફોટો રાખીને તેમની પૂજા કરી શકો છો. આ દિવસે જે લોકો ભગવાન વિષ્ણુની પૂજા કરે છે, પૂજા કરે છે, પૂર્ણ વિધિથી વ્રત કરે છે, તેમને પણ તેનું પુણ્ય મળે છે. પરિવારમાં સુખ-સમૃદ્ધિ આવે.



    ચંદ્રમાસ – અષાઢ વદ એકમ
    ચંદ્રરાશિ – મકર (ખ,જ)
    નક્ષત્ર – ઉત્તરાષાઢા, રાત્રે 8.19થી શ્રવણ
    યોગ – વૈધૃતિ, સવારે 8.28થી વિષ્કુંભ
    કરણ – બાલવ, સવારે 10.12થી કૌલવ, રાત્રે 8.18થી તૈતિલ
    બ્રહ્મમુહૂર્ત - સવારે 4.39 થી 5.22 (પ્રાણાયામ તેમજ ધ્યાન માટે શ્રેષ્ઠ સમય)
    સૂર્યોદય - સવારે 6.11
    સૂર્યાસ્ત- સાંજે 7.19
    ચંદ્રોદય – રાત્રે 8.12
    ચંદ્રાસ્ત – વહેલી સવારે 6.29
    ગોધૂલી - સાંજે 7.07થી 7.31 (શુભ)
    ગુલીક – સવારે 11.05થી 12.43, રાત્રે 3.45થી 4.46
    યમઘંટક – સવારે 7.00 થી 7.49
    રાહુકાળ – બપોરે 1.30થી 3.00
    વિજય મુહૂર્ત - બપોરે 12.33થી 12.57

    આજના દિવસનું વિશેષ -
    • હિંડોળા પ્રારંભ
    • શુભ ચોઘડીયા – સવારે 6.11થી 7.49, સવારે 11.06થી સાંજે 4.02
    Published by:Margi Pandya
    First published:

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन