ધર્મ ભક્તિ ડેસ્ક : 12 જુલાઈ 2022 ને મંગળવારનો (Todays Panchang) દિવસ કેવો રહેશે, કેવું છે આજનું પંચાગ (Aaj Nu panchang) તે અંગે જ્યોતિષાચાર્ય અમિત ત્રિવેદી (jyotishacharya Amit Trivedi)જણાવે છે. આજનો દિવસ અતિ શુભ ન કહી શકાય પણ વ્યવહારમાં એવા કાર્યો હોય છે જે ના છૂટકે કરવા જ પડે છે. આ મુદ્દાને ધ્યાનમાં રાખીને દિન વિશેષના વિભાગમાં મેં કેટલાક શુભ સમય આપેલા છે જેને તમે અનુસરી શકો છો. મંગળવાર હોય અને કોઈ અશુભયોગ હોય ત્યારે દિવસ થોડો કઠીન બની જાય છે. માર્ગ ઉપર દલીલબાજી અને ઝઘડાને ટાળજો અને વાહન ધ્યાનથી ચલાવજો.
આજના દિવસને સરળ અને નિર્વિઘ્ન બનાવવા માટે હનુમાન ચાલીસાનો પાઠ, બજરંગબાણની સ્તુતિ, સુંદરકાંડનો પાઠ, શ્રીગણેશ અથર્વશિર્ષની સ્તુતિ કરવી વધુ ફળદાયી રહેશે. પ્રત્યેક મનુષ્યને જીવનમાં સુખી જીવન જીવવાનો અધિકાર છે અને માટે જ, ઋષિમુનિઓએ જ્યોતિષશાસ્ત્રની રચના કરી છે, આયુર્વેદની રચના કરી છે, યોગશાસ્ત્રની ભેટ આપી છે. આપણે જ્ઞાનના ખજાનાની વારસાઈ ભોગવવાની છે અને સુખી જીવન જીવવાનું છે.
ચંદ્રમાસ – અષાઢ સુદ તેરશ, સવારે 7.47થી રાત્રિના 12.00 સુધી ચૌદશ
ચંદ્રરાશિ – ધન (ભ,ધ,ફ,ઢ)
નક્ષત્ર – મૂળ
યોગ – બ્રહ્મ, સાંજે 5.00થી ઇન્દ્ર
કરણ – તૈતિલ, સાંજે 7.47થી ગર, 5.57થી વણિજ
બ્રહ્મમુહૂર્ત - સવારે 4.39 થી 5.22 (પ્રાણાયામ તેમજ ધ્યાન માટે શ્રેષ્ઠ સમય)