Home /News /dharm-bhakti /Aaj Nu Panchang: આજનું પંચાંગ, આજે બીજુ-ત્રીજુ શ્રાદ્ધ, જાણો રાહુકાળ વિશે

Aaj Nu Panchang: આજનું પંચાંગ, આજે બીજુ-ત્રીજુ શ્રાદ્ધ, જાણો રાહુકાળ વિશે

આજનું પંચાંગ

Somvar Na Upay: સોમવારે સફેદ વસ્ત્રો, મોતી, ખાંડ, દૂધ, ખીર, ચોખા વગેરે સફેદ વસ્તુઓનું દાન કરવાથી ચંદ્રને બળ મળે છે. આવો પંચાંગથી જાણીએ આજનો શુભ અને અશુભ સમય અને જાણીએ કે આજે ગ્રહોની સ્થિતિ કેવી રહેશે.

    ધર્મભક્તિ ડેસ્ક: આજે 12 સપ્ટેમબર, 2022 એટલે કે ભાદરવા વદ બીજ છે અને સવારે 11.35 બાદ ત્રીજ બેસી જાય છે. આજે સોમવારનો દિવસ છે. આજના પંચાગ (Aaj Nu panchang) અંગે જ્યોતિષાચાર્ય અમિત ત્રિવેદી જણાવે છે કોઇપણ કાર્ય કરતાં પહેલાં શુભ મુહૂર્ત, શુભ સમય, અશુભ સમયનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે. જેથી કાર્ય શુભ થાય. જો આપ પંચાંગ જોઇને શુભ કાર્ય કરો છો તો આપનું કાર્ય વગર કોઇ મુશ્કેલીએ સંપન્ન થશે. અને ફળશે. કાર્ય શુભ થશે. અને આપને સફળતા મળશે. આજે આખો દિવસ સર્વાર્થ સિદ્ધિ યોગ બની રહ્યો છે.

    સોમવાર ચંદ્રનો દિવસ પણ છે. સોમ એટલે ચંદ્ર. આ દિવસે ચંદ્રદેવની પૂજા કરવાથી જીવનમાં સુખ-સુવિધાઓ આવે છે. કુંડળીના ચંદ્ર દોષને દૂર કરવા માટે સોમવારની પૂજા શુભ માનવામાં આવે છે. પૂજા સમયે ચંદ્રદેવના બીજ મંત્રનો જાપ કરવો જોઈએ.

    શિવની પૂજા કરવાથી ચંદ્ર દોષ પણ દૂર થાય છે કારણ કે ભગવાન શિવ ચંદ્રશેખર છે. જેનો અર્થ છે કે જેની ટોચ પર ચંદ્ર છે, એટલે કે ભગવાન શિવ ચંદ્રને કપાળ પર ધારણ કરે છે. શિવની કૃપાથી ચંદ્રદેવનો ક્ષય રોગ મટી ગયો. આ કારણથી શિવની ઉપાસના કરવી એ તમામ મનોકામનાઓ પૂર્ણ કરવા માટે શ્રેષ્ઠ સાધન માનવામાં આવે છે.

    સોમવારે સફેદ વસ્ત્રો, મોતી, ખાંડ, દૂધ, ખીર, ચોખા વગેરે સફેદ વસ્તુઓનું દાન કરવાથી ચંદ્રને બળ મળે છે. આવો પંચાંગથી જાણીએ આજનો શુભ અને અશુભ સમય અને જાણીએ કે આજે ગ્રહોની સ્થિતિ કેવી રહેશે.



    આજે 12 સપ્ટેમ્બર 2022
    હિન્દુ મહિનો અને વર્ષ
    શક સંવત - 1944 શુભ
    વિક્રમ સંવત - 2079
    તિથિ- ભાદરવા વદ બીજ સવારે 11:35 સુધી ત્યારબાદ ત્રીજ
    આજનું નક્ષત્ર - ઉત્તર ભાદ્રપદ સવારે 06:59 સુધી, પછી રેવતી
    આજનું કરણ-ગર અને વણિજ
    આજનો પક્ષ - કૃષ્ણ પક્ષ

    આજે સૂર્યોદય - સૂર્યાસ્તનો સમય
    સૂર્યોદય-6:16 am
    સૂર્યાસ્ત - 6:30 PM

    આજે ચંદ્રોદય-ચંદ્રનો સમય
    ચંદ્રોદય-8:03 PM, 12 સપ્ટેમ્બર
    મૂનસેટ-8:49 am, 13 સપ્ટેમ્બર

    સૂર્ય - સૂર્ય સિંહ રાશિમાં છે.

    આજે ચંદ્ર રાશિ
    ચંદ્ર મીન રાશિ ઉપરથી ગોચર કરશે.
    દિવસ-સોમવાર
    મહિનો - ભાદરવો

    આજે શુભ સમય
    અભિજીત મુહૂર્ત-11:58 AM થી 12:47 PM
    અમૃત કાલ--04:14 AM થી 05:49 AM
    બ્રહ્મ મુહૂર્ત - 04:38 AM થી 05:26 AM
    વિજય મુહૂર્ત - 01:58 PM થી 02:47 PM
    સંધિકાળ મુહૂર્ત - 05:53 PM થી 06:17 PM
    નિશિતા કાલ-11:31 PM થી 12:18 AM, 13 સપ્ટેમ્બર

    આજનો શુભ યોગ
    અભિજીત મુહૂર્ત - 11:58 AM થી 12:47 PM

    આજનો અશુભ યોગ
    રાહુ કાલ- 4:59 PM થી 6:31 PM
    કાળવેલા / અર્ધ્યમ- બપોરે 13:09 PM થી 13:59 PM
    દુષ્ટ મુહૂર્ત - 12:47 PM થી 01:36 PM, 03:14 PM થી 04:03 PM
    યમગંધ-10:51 AM થી 12:23 PM
    ભદ્રા - 11:00 PM થી 05:43 AM, 13 સપ્ટે
    ગુલિક કાલ-13:27:11 થી 15:00:07
    ગંડમૂલ - 06:59 AM થી 05:43 AM, 13 સપ્ટે



    આજનાં ચોઘડિયા (Today Choghadiya)

    દિવસનાં ચોઘડિયા

    અમૃત 06:16 AM 07:48 AM
    કાલ 07:48 AM 09:19 AM
    શુભ 09:19 AM 10:51 AM
    રોગ 10:51 AM 12:23 PM
    ઉદ્બેગ 12:23 PM 13:54 PM
    ચલ 13:54 PM 15:26 PM
    લાભ 15:26 PM 16:58 PM
    અમૃત 16:58 PM 18:30 PM

    રાતનાં ચોઘડિયા
    ચલ 18:30 PM 19:58 PM
    રોગ 19:58 PM 21:26 PM
    કાળ 21:26 PM 22:55 PM
    લાભ 22:55 PM 00:23 AM
    ઉદ્બેગ 00:23 AM 01:51 AM
    શુભ 01:51 AM 03:19 AM
    અમૃત 03:19 AM 04:48 AM
    ચલ 04:48 AM 06:16 AM
    Published by:Margi Pandya
    First published:

    Tags: Aaj nu panchang, Dharm Bhakti, Somvar na upay

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन