આજનું પંચાંગ, 12 જાન્યુઆરી 2022: આજે કરો ભગવાન ગણેશની પૂજા, જાણો શુભ-અશુભ અને રાહુકાળ
આજનું પંચાંગ, 12 જાન્યુઆરી 2022: આજે કરો ભગવાન ગણેશની પૂજા, જાણો શુભ-અશુભ અને રાહુકાળ
આજનું પંચાંગ
આજનું પંચાંગ- (Aaj Nu Panchang) આજે 12 જાન્યુઆરી બુધવાર છે. આજે પોષ મહિના (Paush Month)ની શુક્લ પક્ષની દશમી તિથિ છે. આજે બુધવારનાં દિવસે ભગવાન ગણેશ (Lord Ganesha)ની પૂજા વિધિ વિધાનથી કરવામાં આવે તો ઘણો જ ફાયદો થાય છે.
આજનું પંચાંગ- (Aaj Nu Panchang) આજે 12 જાન્યુઆરી બુધવાર છે. આજે પોષ મહિના (Paush Month)ની શુક્લ પક્ષની દશમી તિથિ છે. આજે બુધવારનાં દિવસે ભગવાન ગણેશ (Lord Ganesha)ની પૂજા વિધિ વિધાનથી કરવામાં આવે તો ઘણો જ ફાયદો થાય છે. પૂજામાં ગણેશજીને મોદકનો ભોગ લગાવવામાં આવે અને 21 દૂર્વા અર્પિત કરવામાં આવે તે બાદ, ગણેશ ચાલીસાનો પાઠ કરવામાં આવે અને અંતે ગણેશજીની સામે ઘીનો દીપક કરી આરતી કરવામાં આવે. તો ગણેશજીની કૃપાથી તમારા તમામ કર્યો સફળતાપૂર્વક સંપન્ન થવા લાગશે. વિઘ્ન બાધાઓ દૂર થઇ જશે. જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે અને મનોકામના પૂર્ણ થશે. ભગવાન ગણેશજીની પૂજા કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. માતા લક્ષ્મીની સાથે ગણેશજીનું પૂજન કરવાથી સ્થિર લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે.
આજે બુધવારનાં દિવસે બુધ દોષમાંથી મુક્તિનાં ઉપાયની વાત કરીએ તો, તેમાં બુધવારનું વ્રત પણ શામેલ છે. બુધવારે લીલા રંગનાં કપડાં, લીલા મગની દાળનાં દાના બુધ ગ્રહ મજબૂત કરે છે. આજનાં દિવસે ગાયને લીલો ઘાસ ચારો ખવડાવીને બુધ ગ્રહ મજબૂત બનાવી શકાય છે. આપ બુધ ગ્રહનાં મંત્રનો જાપ કરી શકો છો. આજે આપને પુત્રદા એકાદશીનાં વ્રત સંબંધિત તૈયારીઓ પણ કરી લેવી જોઇએ. કારણ કે પુત્રદા એકાદશીનું વ્રત કાલે 13 જાન્યુઆરીએ છે. આ દિવસે પુત્ર પ્રાપ્તિ માટે વ્રત રાખવામાં આવે છે. અને ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. આવો પંચાંગથી જાણીએ શુભ અને અશુભ મુહૂર્ત અને જાણો કેવો રહેશે આજનો દિવસ
સૂર્યોદય-સૂર્યાસ્ત અને ચંદ્રોદય-ચંદ્રાસ્તનો સમય
સૂર્યોદય– 07:22:00 AM
સૂર્યાસ્ત– 06:13:00 PM
ચન્દ્રોદય – 13:28:59
ચંદ્રાસ્ત– 27:15:59
ચંદ્ર રાશિ – મેષ
હિન્દૂ માસ અને વર્ષ
શક સંવત– 1943 પ્લવ
વિક્રમ સંવત– 2078
કાલી સંવત – 5122
દિન કાળ– 10:28:13
માસ અમાંત – પોષ
માસ પૂર્ણિમાંત – પોષ શુભ સમય– આજે કોઇ શુભ મુહૂર્ત નથી.
અશુભ સમય (અશુભ મુહૂર્ત)
દુષ્ટમુહૂર્ત – 12:08:30 થી 12:50:23 સુધી
કુલિક – 12:08:30 થી 12:50:23 સુધી
કંટક – 16:19:48 થી 17:01:41 સુધી
રાહુ કાળ – 12:47 થી 14:09 સુધી
કાળવેળા/ અર્ધ્યામ– 07:57:12 થી 08:39:05 સુધી
યમઘંટ– 09:20:58 થી 10:02:51 સુધી
યમંગડ – 08:33:51 થી 09:52:23 સુધી
ગુલિક કાલ – 14:09 થી 15:30
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર