Home /News /dharm-bhakti /

Aaj Nu Panchang: 11 જુલાઇ 2022, આજે છે સોમ પ્રદોષ, જાણો શુભ-અશુભ મુહૂર્ત અને રાહુકાળ

Aaj Nu Panchang: 11 જુલાઇ 2022, આજે છે સોમ પ્રદોષ, જાણો શુભ-અશુભ મુહૂર્ત અને રાહુકાળ

આજનું પંચાંગ

Som Pradosh: આજે અષાઢ માસનું સોમ પ્રદોષ વ્રત છે. આ જુલાઈનું પ્રથમ પ્રદોષ વ્રત છે. સોમ પ્રદોષ વ્રત રાખવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. આજે સાંજે પ્રદોષ વ્રતની પૂજા કરવાનો શુભ સમય છે, જેના કારણે આજે પ્રદોષ વ્રત મનાવવામાં આવે છે. આજના દિવસે ભગવાન શિવને બીલ્વના પાન, ભાંગ, ધતુરા, શમીના પાન, અક્ષત, ગંગાજળ, દૂધ, મધ વગેરે અર્પણ કરવામાં આવે છે.

વધુ જુઓ ...
    ધર્મ ભક્તિ ડેસ્ક: જ્યોતિષાચાર્ય અમિત ત્રિવેદી (Jyotishacharya Amit Trivedi) જણાવે છે આજનું તારીખ - 11 જુલાઈ 2022નું પંચાંગ. આજે સોમવાર. આજે છે સોમ પ્રદોષ. (Som Pradosh) આ પ્રદોષ મનોકામના પૂર્ણ કરનારી માનવામાં આવે છે. ‘સોમ’ એટલે ચંદ્ર. ચંદ્ર અઢી દિવસે રાશિ પરિવર્તન કરે છે. એક પ્રકારે સૌથી ઝડપથી રાશિ પરિવર્તન કરતો ગ્રહ ચંદ્ર (Chandra Grah) છે. અને માટે જ, ચંદ્ર મનુષ્યના જીવન ઉપર સૌથી વધુ અસર કરે છે. વળી, ચંદ્ર જળતત્ત્વનું પ્રતિનિધિ કરે છે વળી, આપણા શરીરમાં 75% જેટલું જળતત્ત્વ રહેલું છે. અહીં સારાંશ એટલો જ છે કે- જેનો ચંદ્ર સલામત તેનું આરોગ્ય સલામત, તેનું બ્લડ પ્રેશર સલામત, તેનું પાચન સલામત, તેની માનસિક સ્વસ્થતા સલામત અને આરોગ્ય પણ સલામત. આ જ ચંદ્રને શિવજીએ મસ્તક ઉપર ધારણ કર્યો છે. ચંદ્રએ શિવઆરાધના કરી ત્યારે તેનું અસ્તિત્વ બચ્યું હતું. માટે, શિવલીંગ ઉપર આજે જળની નાની લોટીનો અભિષેક કરીશું અને શિવઆરાધના કરીશું તો આપણો ચંદ્ર પણ શીતળતા અને સૌમ્યતા પ્રાપ્ત કરશે અને જીવનમાં સુખના ઢગલા થશે.

    આજે અષાઢ માસનું સોમ પ્રદોષ વ્રત છે. આ જુલાઈનું પ્રથમ પ્રદોષ વ્રત છે. સોમ પ્રદોષ વ્રત રાખવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. આજે સાંજે પ્રદોષ વ્રતની પૂજા કરવાનો શુભ સમય છે, જેના કારણે આજે પ્રદોષ વ્રત મનાવવામાં આવે છે. આજના દિવસે ભગવાન શિવને બિલ્વનાં  પાન, ભાંગ, ધતુરા, શમીના પાન, અક્ષત, ગંગાજળ, દૂધ, મધ વગેરે અર્પણ કરવામાં આવે છે. વિશેષ કાર્યોની સફળતા માટે તમે શિવ મંત્રોનો જાપ કરી શકો છો. જે લોકો વ્રત રાખે છે તેમણે સોમ પ્રદોષ વ્રત કથા વાંચવી અથવા સાંભળવી જોઈએ. તેને સાંભળવાથી સુખ અને શાંતિ મળે છે.

    ચંદ્રમાસ – અષાઢ સુદ બારશ, સવારે 11.15થી તેરશ
    ચંદ્રરાશિ – વૃશ્ચિક (ન,ય)
    નક્ષત્ર – અનુરાધા, સવારે 7.50થી જ્યેષ્ઠા
    યોગ – સુકલ, સાંજે 7.02થી બ્રહ્મા
    કરણ – બાલવ, સવારે 11.15થી કોલવ, સાંજે 7.34થી તૈતીલ
    બ્રહ્મમુહૂર્ત - સવારે 4.39 થી 5.22 (પ્રાણાયામ તેમજ ધ્યાન માટે શ્રેષ્ઠ સમય)
    સૂર્યોદય - સવારે 6.02
    સૂર્યાસ્ત- સાંજે 7.28
    ચંદ્રોદય - બપોરે 06.05
    ચંદ્રાસ્ત - રાત્રે 4.14
    ગોધૂલી - સાંજે 7.08થી 7.32 (શુભ સમય)
    ગુલીક – બપોરે 2.20થી 3.58, રાત્રે 8.41થી 10.02
    યમઘંટક - બપોરે 1.31થી બપોરે 2.20
    રાહુકાળ – સાંજે 7.30થી 9.00
    વિજય મુહૂર્ત - બપોરે 12.33થી 12.57

    આજના દિવસનું વિશેષ -
    • વિંછુડો (શુભકાર્ય નિષેધ)
    • સોમપ્રદોષ
    • પ્રદોષકાળ સાંજે 7.28થી રાત્રે 9.35
    • ગુજરાતમાં જયાપાર્વતી વ્રતનો પ્રારંભ

    Published by:Margi Pandya
    First published:

    Tags: Aaj nu panchang, Chaturmas 2022, Som Pradosh

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन