Aaj Nu Panchang, 08 જુલાઇ 2022: આજે કરો મા લક્ષ્મીની પૂજા, જાણો શુભ-અશુભ સમય અને રાહુકાળ
Aaj Nu Panchang, 08 જુલાઇ 2022: આજે કરો મા લક્ષ્મીની પૂજા, જાણો શુભ-અશુભ સમય અને રાહુકાળ
આજનું પંચાંગ
Aaj Nu Panchang: આ સઘળા ઉપાય આપણે આપણા રક્ષણ માટે કરીએ છીએ. પણ આસુરી શક્તિથી બચવા માટે આપણે દુનિયાનો કોઈ પણ ઉપાય કરી કારગત નહીં નીવડે. આસુરી શક્તિથી બચવા માટે આજે દેવીકવચનો પાઠ કરવો અતિ લાભદાયી રહેશે. સ્તોત્રરૂપી માતાજીનું કવચ ધારણ કરીશું તો અનેક આકસ્મિક આધી, વ્યાધી, ઉપાધીથી આપણી રક્ષા થશે.
જ્યોતિષાચાર્ય અમિત ત્રિવેદી આજનું પંચાંગ જણાવે છે તેમનાં મુજબ, તારીખ 8 જુલાઈ 2022, ગુરૂવાર ઠંડીની ઋતુ આવે એટલે સ્વેટર, જાકીટ, ટોપી વગેરે ઠંડીથી રક્ષણ મેળવવા માટે પહેરી લઈએ છીએ. ચોમાસામાં છત્રી અથવા રેઈનકોટ રાખીએ, ઉનાળામાં ગરમીથી બચવા સુતરાઈ કપડા પહેરીએ. વળી, જ્યારે કોઈ વાઈરસ ઈન્ફેક્શન વ્યાપી જાય ત્યારે આરોગ્યની રક્ષા માટે વેક્સીન લઈએ. આ સઘળા ઉપાય આપણે આપણા રક્ષણ માટે કરીએ છીએ. પણ આસુરી શક્તિથી બચવા માટે આપણે દુનિયાનો કોઈ પણ ઉપાય કરી કારગત નહીં નીવડે. આસુરી શક્તિથી બચવા માટે આજે દેવીકવચનો પાઠ કરવો અતિ લાભદાયી રહેશે. સ્તોત્રરૂપી માતાજીનું કવચ ધારણ કરીશું તો અનેક આકસ્મિક આધી, વ્યાધી, ઉપાધીથી આપણી રક્ષા થશે.
જે લોકો શુક્રવારે વ્રત રાખે છે તેઓએ આજે શુક્રવાર વ્રત કથા અવશ્ય પાઠ કરવી. આ વ્રતનું પાલન કરવાથી શુક્ર ગ્રહ સંબંધિત દોષો દૂર થાય છે અને શુક્રની સકારાત્મક અસર જોવા મળે છે. આ દિવસે તમે સફેદ વસ્ત્રો, સુગંધિત પદાર્થો, દૂધ, ખીર, ખાંડ, ચોખા વગેરેનું દાન કરી શકો છો. શુક્રના બળથી જીવનમાં રોમાંસ વધે છે, સંપત્તિ, ભૌતિક સુખ-સુવિધાઓમાં પણ વધારો થાય છે. જેનો શુક્ર ખરાબ છે તેઓ શુક્રના બીજ મંત્રનો જાપ કરી શકે છે. આવો પંચાંગથી જાણીએ આજનો શુભ અને અશુભ સમય અને જાણીએ કે આજે ગ્રહોની ચાલ કેવી રહેશે.