Home /News /dharm-bhakti /

Aaj Nu Panchag: દેવું ચુકવવા કયો દિવસ પસંદ કરવો, જાણો આજના મુહૂર્ત અને રાહુકાળ વિશે

Aaj Nu Panchag: દેવું ચુકવવા કયો દિવસ પસંદ કરવો, જાણો આજના મુહૂર્ત અને રાહુકાળ વિશે

જ્યોતિષાચાર્ય અમિત ત્રિવેદી

રવિવારથી શનિવાર સુધીના કુલ સાત વાર છે પણ શું તમે જાણો છો ક્યો વાર શુભ અને ક્યો વાર અશુભ ? ક્યા વારે કાર્ય કરવું અને ક્યા વારે કાર્ય ન કરવું ? દેવું ચૂકવવા ક્યો વાર પસંદ કરવો ? વળી, ક્યા વારના દોષ ક્યારે લાગે તે પણ આજે હું તમને જણાવીશ. રવિ, ગુરૂ અને શુક્રવારના દોષો દિવસે લાગે છે રાત્રિમાં લાગતા નથી.

વધુ જુઓ ...
    ધર્મભક્તિડેસ્ક: 20 જુલાઈ 2022 ને બુધવારનો (Todays Panchang) દિવસ કેવો રહેશે, કેવું છે આજનું પંચાગ (Aaj Nu panchang) તે અંગે જ્યોતિષાચાર્ય અમિત ત્રિવેદી (jyotishacharya Amit Trivedi)જણાવે છે. આજે તિથિ વિશે થોડી ચર્ચા કરી લઈએ. કેટલીક વખત આપણે એવું જોતાં હોઈએ છીએ કે રવિવારથી શનિવાર સુધીના કુલ સાત વાર છે પણ શું તમે જાણો છો ક્યો વાર શુભ અને ક્યો વાર અશુભ ? ક્યા વારે કાર્ય કરવું અને ક્યા વારે કાર્ય ન કરવું ? દેવું ચૂકવવા ક્યો વાર પસંદ કરવો ? વળી, ક્યા વારના દોષ ક્યારે લાગે તે પણ આજે હું તમને જણાવીશ. રવિ, ગુરૂ અને શુક્રવારના દોષો દિવસે લાગે છે રાત્રિમાં લાગતા નથી. શનિ, મંગળ અને સોમના દોષો રાત્રે લાગે છે પણ દિવસે લાગતા નથી. બુધવારનો દોષ દિવસે તથા રાત્રે હોય છે માટે શુભ-અશુભ કાર્યમાં બુધવારનો ત્યાગ કરવો. મંગળવારનો દોષ બપોરના ભોજન બાદ લાગે છે. તારીખ રાત્રે 12.00 પછી બદલાઈ જાય છે પણ વાર સૂર્યોદય થી સૂર્યોદય સુધીનો હોય છે. વળી, બુધવારે કોઈને પૈસા આપવા નહીં પણ મંગળવારે દેવું ચૂકવવાનો પ્રયાસ અવશ્ય કરવો જેથી, ઝડપથી દેવું ચૂકવાઈ જાય.

    ચંદ્રમાસ – અષાઢ વદ સાતમ
    ચંદ્રરાશિ – મિન (દ,ચ,ઝ,થ), બપોરે 12.51થી મેષ (અ,લ,ઈ)
    નક્ષત્ર – રેવતી, (બપોરે 12.51થી અશ્વિની)
    યોગ – સુકર્મા (બપોરે 12.42થી ધૃતિ)
    કરણ – બવ, (સવારે 7.37થી બાલવ, સાંજે 7.48થી કૌલવ)
    બ્રહ્મમુહૂર્ત - સવારે 4.38 થી 5.21(પ્રાણાયામ તેમજ ધ્યાન માટે શ્રેષ્ઠ સમય)
    સૂર્યોદય - સવારે 6.13
    સૂર્યાસ્ત- સાંજે 7.18
    ગોધૂલી – સાંજે 7.06થી 7.30
    ગુલીક – બપોરે 12.45થી 2.23, રાત્રે 4.45થી 6.06
    યમઘંટક – સવારે 8.40થી 9.29
    રાહુકાળ – બપોરે 12.00થી 1.30
    વિજય મુહૂર્ત - બપોરે 12.33થી 12.57

    આ પણ વાંચો-Samudrika shastra: સ્ત્રીની નાભિથી જાણી શકાય છે તેની ઘણી આદતો, આ 8 રસપ્રદ વાતો જાણો

    આજના દિવસનું વિશેષ -
    1. પંચક આજે બપોરે 12.51 સમાપ્ત
    2. સૂર્યનું નક્ષત્ર પરિવર્તન સવારે 10.50 (વાહન શિયાળ)
    3. સૂર્ય પુષ્ય નક્ષત્રમાં ભ્રમણ શરૂ કરશે.
    4. શુભ ચોઘડીયા – સવારે 6.13થી 9.29, બપોરે 11.07થી 12.46, સાંજે 4.02થી 7.18
    Published by:Margi Pandya
    First published:

    Tags: Aaj nu panchang, Daily Horoscope, Panchang

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन