Astrology: આજનું પંચાંગ, 10 જાન્યુઆરી 2022: આજે છે પોષ શુક્લ અષ્ટમી, જાણો શુભ અશુભ અને રાહુકાળ
Astrology: આજનું પંચાંગ, 10 જાન્યુઆરી 2022: આજે છે પોષ શુક્લ અષ્ટમી, જાણો શુભ અશુભ અને રાહુકાળ
પંચાગ
આજનું પંચાગ (Aaj Nu Panchang): આજે 10 જાન્યુઆરી સોમવારનો દિવસ છે. આજે પોષ માસ (Paush Month)નાં શુક્લ પક્ષની અષ્ટમી તિથિ છે. આજે સોમવારનાં દિવસે આપે ભગવાન શિવ (Lord Shiva) અને ચંદ્રમા (Chandrama)ની પૂજા કરવી જોઇએ.
આજનું પંચાગ (Aaj Ka Panchag): આજે 10 જાન્યુઆરીનાં દિવસ સોમવાર છે. આજે પો, માહ (Paush Month)નાં શુક્લ પક્ષની અષ્ટમી તિથિ છે. સોમવારનો દિવસ અને ભવગાન શિવ (Lord Shiva) અને ચંદ્રમા (Chandrama)નું પૂજન કરવું જોઇએ. ભગવાન શિવને પૂજા સમયે બેલપત્ર, ભાંગ, ધતૂરો, શમીનાં પત્તા, મદારનું ફૂલ, મધ, ગાયનું દૂધ, ગંગાજળ, ધૂપ, દીપ, ગંધ આદિ વસ્તુઓ અર્પણ કરવી જોઇએ. આ સમયે ઓમ નમ: શિવાય મંત્રનો જાપ કરો. પછી શિવ ચાલીસાનું પઠન કરો અને અંતમાં શિવજીની આરતી કરો. ભગવાન શિવની કપાથી આપની મનોકામનાઓ પૂર્ણ થશે અને નિરોગી જીવન વ્યતીત કરી શકો છો. આજનાં દિવસે ચંદ્રમાની પૂજા કરવાનું વિશેષ મહત્વ હોય છે. સોમવારનાં દિવસે ચંદ્રમાની પૂજા તે લોકોએ અવશ્ય કરવી જોઇએ જેમની કુંડળીમાં ચંદ્ર દોષ હોય છે.
ચંદ્રમાને મજબૂત કરવા માટે સોમવારનું વ્રત (Somvar Vrat) રાખી શકો છો. આ દિવસે દહી, ખીર, સાકરનું સેવન કરી શકો છો. અને સફેદ વસ્ત્ર ધારમ કરી શકો છો. સોમવારનાં દહી, ખીર, ચાંદી, સાકર, મોતી જેવી ચંદ્રમા સાથે જોડાયેલી વસ્તુઓનું દાન કરો. આ દાન જરૂરીયાતમંદ કે બ્રાહ્મણને કરી શકો છો. તેનાંથી પણ ચંદ્રમા મજબૂત થાય છે. અને જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે. ચંદ્ર દોષ દૂર થાય છે. જેમનાં વિવાહમાં વિલંભ થાય છે કે વૈવાહિક જીવનમાં સમસ્યા આવે છએ તેમને પણ ભગવાન શિવની પૂજા કરવી જોઇએ 16 સોમવારનું વ્રત કરવાનું કહેવામાં આવે છે. 16 સોમવારનાં વ્રતનાં પ્રારંભ આપ શ્રાવણ મહિનાનાં સોમવારથી કરો તો ઉત્તમ રહેશે. આવો આજનું પંચાગ અને શુભ અશુભ મુહૂર્ત તેમજ રાહુ કાળ અંગે જાણીએ.
સૂર્યોદય-સૂર્યાસ્ત અને ચંદ્રોદય ચંદ્રાસ્તનો સમય સૂર્યોદય – 07:22:00 AM
સૂર્યાસ્ત – 06:10:00 PM
ચંદ્રોદય – 12:26:59
ચંદ્રાસ્ત – 25:26:59
ચન્દ્ર રાશિ – મીન
હિન્દુ માસ અને વર્ષ
શક સંવત– 1943 પ્લવ
વિક્રમ સંવત – 2078
કાળી સંવત – 5122
દિવસ અને કાળ – 10:26:39
માસ અમાંત – પોષ
માસ પૂર્ણિમાંત – પોષ
શુભ સમય– બપોરે 12:07:45 થી12:49:31 સુધી
અશુભ સમય (અશુભ મુહૂર્ત)
દુષ્ટમુહૂર્ત– 12:49:31 થી 13:31:18 સુધી, 14:54:51 થી 15:36:38 સુધી
કુલિક– 14:54:51 થી 15:36:38 સુધી
કંટક – 09:20:38 થી 10:02:25 સુધી
રાહુ કાળ – 08:43 થી 10:04
કાળવેળા/અર્દ્ધયામ – 10:44:12 થી 11:25:58 સુધી
યમઘંટ – 12:07:45 થી 12:49:31 સુધી
યમગંડ – 11:10:18 થી 12:28:38 સુધી
ગુલિક કાળ– 14:08 થી 15:29
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર