liveLIVE NOW

Aaj Ka Rashifal 14 August : કુંભ રાશિના જાતકોને મળશે મિત્રોનો સાથ, જાણો શું કહે છે તમારી રાશિ

Horoscope Today 14 August : આપણા જ્યોતિષ શાસ્ત્ર (Astrology) અનુસાર દરેક દિવસે રાશિઓ (zodiac signs)માટે અલગ-અલગ શુભ-અશુભ દિવસ હોય છે. આપનો આજનો દિવસ સામાજિક, આર્થિક, પારિવારિક કે ધાર્મિક રીતે કેવો રહેશે તે વિશે જણાવી રહ્યા છીએ.

 • News18 Gujarati
 • | August 14, 2022, 16:20 IST
  facebookTwitterLinkedin
  LAST UPDATED: A MONTH AGO
  16:19 (IST)
  કુંભ (Aquarius)- 20 જાન્યુઆરીથી 18 ફેબ્રુઆરી

  તમે સંકટ આવશે ત્યારે એકલા પડી જશો એવું વિચારતા હોવ તો આ વાત બિલકુલ સાચી નથી. સમય ખૂબ જ ગતિશીલ છે અને તે બદલાતો રહે છે. તમારે પાછળ વળીને જોવું જોઈએ અને તમારી અગાઉની ભૂલની સમીક્ષા કરવી જોઈએ. તમે એક આધ્યાત્મિક ટ્રીપ કરી શકો છો. તમારા ફ્રેન્ડ સર્કલના કારણે તમારી અગાઉ જેવી ઊર્જા પાછી આવી શકે છે.

  લકી સાઈન- ફેન્સી કાર

  15:56 (IST)
  મકર (Capricorn)- 22 ડિસેમ્બરથી 19 જાન્યુઆરી

  તમને કદાચ અગાઉનો કડવો અનુભવ યાદ આવી શકે છે, પરંતુ આ પ્રકારે બિલકુલ પણ નહીં થાય. તમારે તે અંગે ડરવાની જરૂર નથી. અનુભવથી આગળ વધવાના નવા રસ્તા બની રહ્યા છે. ટૂંક સમયમાં તમને ઓફિસમાં ગૃપમાં કામ કરવાનો અથવા પ્રતિનિધિત્વ કરવાની તક મળી શકે છે. તમારે તમારા વ્યવહારમાં ટ્રાન્સપરન્સી જાળવવી જોઈએ, જેનાથી તમારી સરાહના થઈ શકે છે.

  લકી સાઈન- સેલિબ્રિટી

  15:14 (IST)
  ધન (Sagittarius)- 22 નવેમ્બરથી 21 ડિસેમ્બર

  અનેક વાર લોકોને કોઈ કાર્ય પૂર્ણ કરવામાં સમસ્યા આવી શકે છે અથવા તેઓ સક્ષમ ના હોવાનું ફીલ કરવા લાગે છે. તમારામાં કોઈ ખામી નથી તમારામાં કંઈક કરી બતાવવાની ક્ષમતા રહેલી છે. તમારો આત્મવિશ્વાસ ફરી કેળવવાની કોશિશ કરો અને આગળ વધો. બિલકુલ પણ નર્વસ ફીલ ના કરશો. સમજ્યા વિચાર્યા વગર કોઈપણ બાબતને રિજેક્ટ ના કરો. આવનારા દિવસોમાં તમે સાહસી પગલા ભરી શકો છો.

  લકી સાઈન- મોર

  14:49 (IST)
  વૃશ્વિક (Scorpio)- 24 ઓક્ટોબરથી 21 નવેમ્બર

  તમારા વ્યવહારને કારણે તમને જગ્યા મળી શકે છે. તમારા નેટવર્કના કારણે તમને લાભ થઈ શકે છે. લોકો સાથે વિશ્વાસને લઈને ઈશ્યુ પણ થઈ શકે છે. સિનિયર અને અધિકારીઓએ પડકારજનક પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે. તમારું જીવનસાથી તમારું સૌથી મોટો ટીકાકાર અને સપોર્ટ સિસ્ટમ બનશે. જો તમે સંપત્તિ વેચવાનું વિચારી રહ્યા છો તો, પ્રાથમિક વાતચીત થઈ શકે છે.

  14:3 (IST)
  તુલા (Libra)- 23 સપ્ટેમ્બરથી 23 ઓક્ટોબર

  પ્રતિસ્પર્ધી હોવી તે એક અલગ વાત છે. તે સ્પર્ધા જીતવા માટે પ્લાન કરવું અને ષડયંત્ર કરવું તે યોગ્ય વાત નથી. આ ષડયંત્ર તમારા કે તમારા કોમ્પેટીટર કોઈના હિતમાં નથી તેમ છતાં સ્પર્ધા જીતવા ષડયંત્ર કરવું અયોગ્ય છે. તમારો વ્યવહાર પારદર્શી અને સ્પષ્ટ હોવો જોઈએ. તમારા નજીકના વ્યક્તિ સાથે આઘાતજનક બનાવ બન્યો હોવાથી તે તમારી પાસે સલાહ લેવા આવી શકે છે. તમે આરોગ્ય અંગે ચિંતિત થઈ શકો છો.

  લકી સાઈન- પેટર્નવાળો તકિયો

  12:10 (IST)
  કન્યા (Virgo)- 23 ઓગસ્ટથી 22 સપ્ટેમ્બર

  તમારા જીવનમાં ખૂબ જ ઈન્ટરેસ્ટીંગ ઘટના થઈ શકે છે. તમે કદાચ તેના વિશે વિચાર્યું પણ નહી હોય. આ ખૂબ જ ઈન્ટરેસ્ટીંગ બાબત હોવાના કારણે તમારે તે અંગે ગંભીરતાથી વિચારવું જોઈએ. તમામ લોકોની સલાહ લેવી જોઈએ, પરંતુ જે તમને યોગ્ય લાગે તે પ્રકારે કરવું જોઈએ. જે કાયદાકીય બાબતો સાથે સંકળાયેલા છે, તે લોકો માટે આગામી દિવસો પડકારજનક હોઈ શકે છે.

  લકી સાઈન- સ્માર્ટ વોચ

  विज्ञापन

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन