liveLIVE NOW

Aaj Ka Rashifal 13 August: મકર રાશિના લોકોના થશે બધા જ કામ, જાણો શું કહે છે તમારી રાશિ

Horoscope Today 13 August : આપણા જ્યોતિષ શાસ્ત્ર (Astrology) અનુસાર દરેક દિવસે રાશિઓ (zodiac signs)માટે અલગ-અલગ શુભ-અશુભ દિવસ હોય છે. આપનો આજનો દિવસ સામાજિક, આર્થિક, પારિવારિક કે ધાર્મિક રીતે કેવો રહેશે તે વિશે જણાવી રહ્યા છીએ.

  • News18 Gujarati
  • | August 13, 2022, 16:28 IST
    facebookTwitterLinkedin
    LAST UPDATED: 2 MONTHS AGO
    16:43 (IST)
    કુંભ : 20 જાન્યુઆરી-18 ફેબ્રુઆરી

    સમૃદ્ધિ તમારા તરફ આગળ વધી રહી છે પરંતુ ધીમે ધીમે. નવા વિચારો અને સુઝાવ માટે ઓપન રહો. તે થોડા સમય માટે તમારા કમ્ફર્ટ ઝોનને દૂર કરી શકે છે, તે કરવા માટે સારી પદ્ધતિ બનાવી શકશો.

    લકી સાઇન - ચોખ્ખું આકાશ

    16:28 (IST)
    મકર : 22 ડિસેમ્બર - 19 જાન્યુઆરી

    તમારા ઇરાદાને સુધારવાનો દિવસ છે. કેટલા દિવસોથી તમે જે પગલાં લેવા માટે વિચારી રહ્યા હશો અને તે કરવાનો હવે સમય આવી ગયો છે. તમારે તમારા ડરને બાજુ પર મૂકીને આ નવા પડકાર ઉઠાવવાની જરૂર છે. તેને સરળ રાખો અને રોલિંગ રાખો.

    લકી સાઇન - ઇન્ડોર પ્લાન્ટ

    14:22 (IST)
    ધનરાશિ : 22 નવેમ્બર - 21 ડિસેમ્બર

    નિયત સમય પહેલા વાતચીતની શરુઆત ચોકકસપણે ન કરવાની સલાહ આપવામાં આવે છે, તમારે ધીરજ દર્શાવવાની જરૂર છે. તમારા ઇરાદાઓ સારા છે, પરંતુ વધુ સારી રીતે વાતચીતની જરૂર છે. પડોશમાં કોઈ અડચણ ઊભી કરી શકે છે.

    લકી સાઇન - વેનીલા સુગંધ

    13:42 (IST)
    વૃશ્ચિક : 24 ઓક્ટોબર - 21 નવેમ્બર

    નવો શોખ તમને આગળ લઈ જઈ શકે છે. તમે તાજેતરમાં મળેલી કોઈ વ્યક્તિ પર વિશ્વાસ કરી શકો છો. મનમાં ચાલતી ઘણી અવઢવ તમને માનસિક અસ્વસ્થતા તરફ દોરી શકે છે. વ્યવસ્થિત રહેવા માટે નવી દિનચર્યા વિકસાવો.

    લકી સાઇન - લાઇટનો તાર

    12:21 (IST)
    તુલા : 23 સપ્ટેમ્બર-23 ઓક્ટોબર

    આજે પરફેક્ટ દિવસ છે અને તમારે તેને સંપૂર્ણ રીતે માણવો જોઈએ. એકદમ ઓર્ગેનાઈઝડ રહો છતાં નવી ચીજો અપનાવતા રહો. તમને ચોક્કસ માર્ગ તરફ આગળ વધવા માટે માર્ગદર્શન મળશે. કુટુંબની સાથે ફરવા જઈ શકો છો અથવા મિત્રો સાથે જમવા જવાના પ્લાન કાર્ડ પર છે.

    લકી સાઇન - નવું ગેજેટ

    11:56 (IST)
    કન્યા : 23 ઓગસ્ટ-22 સપ્ટેમ્બર

    તમારી ઇચ્છાઓ વિશે મકકમ રહો અને પરિણામોનો સામનો કરવા માટે તૈયાર રહો. તમારી અત્યારની ક્રિયાઓ પરથી તમારા વિશે ધારણાઓ બનશે. ઉત્સાહી વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિ તમારો સંપર્ક થઈ શકે છે. રેન્ડમ ટ્રાવેલ પ્લાન બની શકે છે.

    લકી સાઇન - પીળો નીલમ

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन