liveLIVE NOW

Aaj Ka Rashifal 11 August : કર્ક રાશિના જાતકો કંઈક નવું શરૂ કરતા પહેલા તમે નર્વસ થઈ શકે છે, જાણો તમામ રાશિ માટે કેવો રહેશે દિવસ

Horoscope Today 11 August : આપણા જ્યોતિષ શાસ્ત્ર (Astrology) અનુસાર દરેક દિવસે રાશિઓ (zodiac signs)માટે અલગ-અલગ શુભ-અશુભ દિવસ હોય છે. આપનો આજનો દિવસ સામાજિક, આર્થિક, પારિવારિક કે ધાર્મિક રીતે કેવો રહેશે તે વિશે જણાવી રહ્યા છીએ.

  • News18 Gujarati
  • | August 11, 2022, 11:37 IST
    facebookTwitterLinkedin
    LAST UPDATED: 2 MONTHS AGO
    17:57 (IST)
    મીન : 19 ફેબ્રુઆરીથી 20 માર્ચ

    તમે લાગણીઓ જાહેર કરો તો તમને દુ:ખી થવાનો ડર છે, પરંતુ જો તમે આવું નહીં કરો, તો તે વધુ ચિંતા આપી શકે છે. તમે લાગણીઓ અંગે લખીને મોકલી શકો છો. તમારા રહસ્યો જાણતા ખૂબ જ નજીકના મિત્ર પર આધાર રાખી શકો છો.

    લકી સાઈન - તળાવ

    16:17 (IST)
    કુંભ : 20 જાન્યુઆરીથી 18 ફેબ્રુઆરી

    તમે કલ્પનામાં ખોવાયેલા રહેશો અને કોઈને ખૂબ જ યાદ કરી શકો છો. પરંતુ તમારે વાસ્તવિકતા પ્રત્યે જાગૃત થવું જોઈએ અને હવે વર્તમાનમાં સ્થિતિમાં ભળવું જોઈએ. તમારા જીવનને નવી દિશા આપવા કોઈ રસપ્રદ તક આવી રહી છે.

    લકી સાઈન - શણની થેલી

    15:46 (IST)
    મકર : 22 ડિસેમ્બરથી 19 જાન્યુઆરી

    ક્યાંય કોઈ ખાસ ધ્યાન કેન્દ્રિત કરવાની જગ્યાએ રેગ્યુલર દિવસ પસાર કરવો. તમે ફોરવર્ડ પ્લાનિંગનો ઉપયોગ કરી શકો છો. કોઈ મિત્ર એકાએક આવી તમને ઉત્સાહિત કરી શકે છે. માતાના સ્વાસ્થ્યની ચિંતા થઈ શકે.

    લકી સાઈન - મધમાખી

    15:19 (IST)
    ધન : 22 નવેમ્બરથી 21 ડિસેમ્બર

    આજે એકથી વધુ તકો સાથેનો દિવસ છે. આ તકો અત્યારે નાની લાગે, પરંતુ રસપ્રદ છે. તમારે હવે બાકી રહેલા નિર્ણયોનો ઉકેલ લાવવો જોઇએ. મેસેજ અને કોલ્સનો જવાબ આપવાનો સારો દિવસ છે.

    લકી સાઈન - સોનેરી ભરતકામ

    14:38 (IST)
    વૃશ્ચિક : 24 ઓક્ટોબરથી 21 નવેમ્બર

    તમે જેની સાથે કમિટેડ છો તેનો સાથ આપવો એ તમારું સૌથી પ્રાથમિક કામ છે, આવું નથી કરો તો તમારા બંને વચ્ચે હતાશા પેદા થઈ શકે છે. જો તમે મિલકતની લે વેચ કરતાં હોવ તો તમે વધુ સારા સમયની રાહ જોઈ શકો છો.

    લકી સાઈન - નીલમણિ

    13:52 (IST)
    તુલા: 23 સપ્ટેમ્બરથી 23 ઓક્ટોબર

    ઘણા વર્ષોનો અનુભવ તમને કોઈપણ પરિસ્થિતિ પર સારી રીતે પ્રક્રિયા અને એનાલિસિસ કરવાની ક્ષમતા આપે છે. તમારી પાસેથી કંઈક વધુ સારી અપેક્ષા રાખવામાં આવે છે અને તમારે તે અપેક્ષા પર ખરા ઉતરવાનું છે. કોઈ નજીકની વ્યક્તિ મુશ્કેલીમાં હોઈ શકે છે.

    લકી સાઇન - વોલેટ

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन