શંકરાચાર્ય જયંતી 2022: જાણો આદિ શંકરાચાર્યનો ઇતિહાસ અને તેમના અનમોલ વિચાર
શંકરાચાર્ય જયંતી 2022: જાણો આદિ શંકરાચાર્યનો ઇતિહાસ અને તેમના અનમોલ વિચાર
જગતગુરુ શંકરાચાર્ય ભારતના મહત્વપૂર્ણ ધાર્મિક ગુરુઓ અને દાર્શનિકોમાંથી એક છે.
Shankaracharya Jayanti 2022: દર વર્ષે આદિ શંકરાચાર્ય જયંતી તેમના ભક્તો દ્વારા વૈશાખ માસના શુક્લ પક્ષની પંચમી તિથિ અથવા પૂર્ણિમા ચંદ્ર પખવાડિયાના પાંચમા દિવસે મનાવવામાં આવે છે. સનાતન ધર્મને માનનારા સંત શંકરાચાર્યએ અદ્વૈત વેદાંતના સિદ્ધાંતનો ભારપૂર્વક પ્રચાર પ્રસાર કર્યો હતો.
Shankaracharya Jayanti 2022: 6 મે એ આદિ શંકરાચાર્યની 1234મી જયંતી મનાવવામાં આવી રહી છે. આદિ શંકરાચાર્ય, જેમને જગતગુરુ શંકરાચાર્ય (Jagatguru Shankaracharya Jayanti) ના નામથી પણ ઓળખવામાં આવે છે. જગતગુરુ શંકરાચાર્ય ભારતના મહત્વપૂર્ણ ધાર્મિક ગુરુઓ અને દાર્શનિકોમાંથી એક છે. દર વર્ષે આદિ શંકરાચાર્ય જયંતી તેમના ભક્તો દ્વારા વૈશાખ માસના શુક્લ પક્ષની પંચમી તિથિ અથવા પૂર્ણિમા ચંદ્ર પખવાડિયાના પાંચમા દિવસે મનાવવામાં આવે છે. આદિ શંકરાચાર્યને ભગવાન શિવના અવતાર તરીકે પણ ઓળખવામાં આવે છે. આજના દિવસે ભગવાન શિવની પૂજા વિધિ વિધાનથી કરવા ઉપરાંત સત્સંગનું પણ આયોજન થાય છે.
આદિ શંકરાચાર્ય જયંતીનો ઇતિહાસ
જગતગુરુનો જન્મ 788 ઇ.સ. દરમિયાન કેરળના કલાડીમાં થયો હતો. શંકરાચાર્યએ 16 થી 32 વર્ષની વય દરમિયાન દેશભરમાં યાત્રા કરી અને આ દરમિયાન તેમણે વેદોના સંદેશનો પ્રચાર-પ્રસાર કર્યો. નાની વયમાં જ જગતગુરુ શંકરાચાર્ય દિવ્ય જ્યોતિમાં વિલીન થઈ ગયા હતા, પરંતુ તેમની શિક્ષા આજે પણ નવી પેઢીને પ્રેરિત કરે છે.
સનાતન ધર્મના સંતે અદ્વૈત વેદાંતના સિદ્ધાંતનો ભારપૂર્વક પ્રચાર કર્યો હતો. તેમના સંદેશાએ હિંદુ સંસ્કૃતિને એ સમયે પુનર્જીવિત કરી જ્યારે હિંદુ સંસ્કૃતિ પતનના આરે આવીને ઊભી હતી. એવું કહેવાય છે કે માધવ અને રામાનુજ જેવા અન્ય હિંદુ સાધુઓ સાથે આદિ શંકરાચાર્યના કાર્યોએ હિંદુ ધર્મના પુનરુત્થાનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
આ સિદ્ધાંતોનું ગઠન ત્રણ શિક્ષકો દ્વારા કરવામાં આવ્યું. જેનું પાલન તેમના સંબંધિત સંપ્રદાયો દ્વારા આજે પણ કરવામાં આવી રહ્યું છે. આ શિક્ષકોને આજે પણ હિંદુ દર્શનના આધુનિક ઇતિહાસમાં સૌથી મહત્વપૂર્ણ હસ્તી તરીકે યાદ કરવામાં આવે છે.
આદિ શંકરાચાર્યના અનમોલ વિચારો
- બંધનથી મુક્ત થવા માટે જ્ઞાની વ્યક્તિએ પોતાની જાત અને અહંકાર વચ્ચેના ભેદભાવનો અભ્યાસ કરવો જોઈએ. ફક્ત તેનાથી જ એક વ્યક્તિ સ્વયંને શુદ્ધ અસ્તિત્વ, ચેતના અને આનંદના રૂપમાં ઓળખશે અને આનંદમય રહેશે.
- ધન, લોકો, સંબંધો અને મિત્રો કે પોતાની જવાની પર ગર્વ ન કરો. આ વસ્તુઓ ક્ષણભરમાં છીનવાઇ જાય છે. આ માયાવી સંસારનો ત્યાગ કરીને પરમાત્માને ઓળખો અને પ્રાપ્ત કરો.
- દરેક વસ્તુ તેના સ્વભાવ તરફ આગળ વધવા લાગે છે. હું હંમેશા સુખની કામના કરું છું જે મારું વાસ્તવિક સ્વરૂપ છે. મારો સ્વભાવ મારા માટે ક્યારેય બોજ નથી. સુખ મારા માટે ક્યારેય બોજ નથી, જ્યારે દુઃખ છે.
- તમારી ઇન્દ્રિયો અને તમારા મનને નિયંત્રિત કરો અને તમારા હૃદયમાં ભગવાનને જુઓ.
(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 તેની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો)
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર