Home /News /dharm-bhakti /પત્ની સાથે આવું કામ કરશો તો વહેલા બુઢા થઈ જશો! જાણો શું કહે છે આચાર્ય ચાણક્ય

પત્ની સાથે આવું કામ કરશો તો વહેલા બુઢા થઈ જશો! જાણો શું કહે છે આચાર્ય ચાણક્ય

ચાણક્ય નીતિ

Aacharya Chanakya Niti: જીવન માટે આચાર્ય ચાણક્યની નીતિઓ માનવ જીવનમાં ખૂબ જ સચોટ માનવામાં આવે છે. તેમણે માનવ જીવન સંબંધિત ઘણી નીતિઓનો ઉલ્લેખ કર્યો છે. આ અહેવાલમાં અમે તમને ચાણક્ય અનુસાર આપણે શા માટે ઝડપથી વૃદ્ધ થઈએ છીએ અને તેનાથી કેવી રીતે બચી શકાય છે તે અંગે જણાવીશું.

વધુ જુઓ ...
ધર્મ ડેસ્ક: કહેવાય છે કે આપણા જીવન માટે આચાર્ય ચાણક્ય (Aacharya Chanakya Niti)ની નીતિઓ માનવ જીવનમાં ખૂબ જ સચોટ માનવામાં આવે છે. એક સામાન્ય બાળક ચંદ્રગુપ્ત મૌર્યને અખંડ ભારતનો સમ્રાટ બનાવનારી અનેરી-અનોખી નીતિઓ, ચાણક્ય નીતિના મહાન જાણકાર માનવામાં આવે છે. તેમણે માનવ જીવન સંબંધિત ઘણી નીતિઓનો ઉલ્લેખ કર્યો છે.

ચાણક્યએ તેમના નીતિશાસ્ત્ર એટલે કે ચાણક્ય કી નીતિના ચોથા અધ્યાયના 17મા શ્લોકમાં પુરૂષો, સ્ત્રીઓ અને ઘોડાઓની ઉંમર વધવા અંગે ઉલ્લેખ અને તેના પાછળના કારણો પણ્ન જણાવાયા છે. આ શ્લોકમાં ઉંમર વધવા પાછળનું કારણ પણ સમજાવામાં આવ્યું છે. આજના આ અહેવાલમાં અમે તમને ચાણક્ય અનુસાર આપણે શા માટે ઝડપથી વૃદ્ધ થઈએ છીએ અને તેનાથી કેવી રીતે બચી શકાય છે તે અંગે જણાવીશું.

શ્લોક – अध्वा जरा मनुष्याणां वाजिनां बंधनं जरा .अमैथुनं जरा स्त्रीणां वस्त्राणामातपं जरा

1. વધુ મુસાફરી કરનાર ઝડપથી વૃદ્ધ થાય છે

ઉપરોક્ત પુરુષો માટે ચાણક્ય નીતિના શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ સતત પ્રવાસ કરે છે એટલે કે ચાલતો રહે છે તે ઝડપથી વૃદ્ધ થઈ જાય છે. વધારે ચાલવાથી શરીર થાકી જાય છે. જો કોઈ વ્યક્તિ યુવાન રહેવા માંગતો હોય તો તેણે વધારે ચાલવું ન જોઈએ.

આ પણ વાંચો: Chanakya Niti: દુનિયામાં સૌથી શક્તિશાળી છે આ વસ્તુ, સમજી લીધી તો થઇ જશે ઉદ્ધાર

2. બંધાયેલો ઘોડો જલદી વૃદ્ધ થાય છે

આ સાથે ચાણક્યની જીવન માટે ચાણક્ય નીતિમાં પણ ઘોડાનો ઉલ્લેખ છે. તેમના મતે જો ઘોડાને આખો દિવસ, વધુ ને વધુ સમય બાંધી રાખવામાં આવે તો તે ઝડપથી વૃદ્ધ થાય છે અને તેની શક્તિ ઓછી થવા લાગે છે તેથી ઘોડાને છુટ્ટો રાખવો જોઈએ. આચાર્ય ચાણક્ય અનુસાર ઘોડાનું કામ દોડવું અને મહેનત કરવી છે, પરંતુ જો તે આ બધાથી વંચિત રહે તો ઝડપથી વૃદ્ધ થઈ જાય છે.

3. સ્ત્રીઓ આ કારણે ઝડપથી વૃદ્ધ થાય છે

આ સાથે ચાણક્યએ મહિલાઓ માટેની નીતિમાં સ્ત્રીની વૃદ્ધાવસ્થાનો ઉલ્લેખ કરતા કહે છે કે જે સ્ત્રી તેના પતિને પ્રેમ નથી કરતી તે ઝડપથી વૃદ્ધ થઈ જાય છે, તેથી જ સ્ત્રીએ હંમેશા પતિ સાથે સંબંધ જાળવી રાખવો જોઈએ. તેમણે ટાંક્યું છે કે જે સ્ત્રીઓને સમયાંતરે શારીરિક સુખ નથી મળતું તેઓ સમય પહેલા વૃદ્ધ થઈ જાય છે.

આ પણ વાંચો: Chanakya Niti: સ્ત્રીઓને પસંદ આવે છે પુરુષોનું આ અંગ, જોતા જ થઇ જાય છે આકર્ષિત



4. લાંબા સમય સુધી તડકામાં રાખવામાં આવેલું કપડું નકામું થઈ જાય છે

આ સિવાય ચાણક્ય નીતિના અંતમાં કહેવામાં આવે છે કે જો કોઈ કપડાને લાંબા સમય સુધી તડકામાં રાખવામાં આવે તો તે જૂનું થઈ જાય છે અને તેનો રંગ ફિક્કો પડી જાય છે. રંગહીન કાપડ જૂનું થઈ જાય છે અને કોઈને ગમતું પણ નથી.
First published:

Tags: Acharya Chanakya, Chanakya Niti, Dharm Bhakti